તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • To Save The Child Drowning In The Water, The Police Officer Raced In Front Of The Train In Film Style, The Goods Train Was On The Track, The Life Of The Innocent Was Saved By A Distance Of Few Seconds.

દબંગ પોલીસે બચાવ્યો જીવ:ડેમમાં ડૂબી રહેલા બાળકને પોલીસે દિલધડક રીતે બચાવ્યો, ટ્રેનની સામે ટ્રેક ક્રોસ કરી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો

મધ્ય પ્રદેશએક મહિનો પહેલા
  • ડોક્ટરે કહ્યું 5 મિનિટ મોડુ થયું હોત તો બાળક બચી ના શક્યુ હોત

મધ્ય પ્રદેશના દતિયા ગામે પોલીસ ઓફિસરના સાહસથી એક બાળકનો જીવ બચી ગયો છે. બાળક ડેમમાં પડી ગયુ હતું. પોલીસ કર્મચારીએ તેને ડેમમાથી કાઢી તેને ઉંચકીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી, પરંતુ વચ્ચે રેલવે ટ્રેક આવ્યો, તેનું ફાટક બંધ હતુ અને સામેથી ટ્રેન પણ આવી રહી હતી તેમ છત્તા પોલીસે પોતાનુ સાહસ બતાવી ટ્રેનની સામેથી પસાર થઈ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ પહોચાડ્યું હતું. ડોક્ટરે તાત્કાલિક તેની સારવાર શરુ કરી અને બાળકની સ્થિતિ જોઈને કહ્યું કે જો 5 મિનિટ મોડું થયુ હોત તો બાળકનો જીવ ના બચી શકેત. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો. આ ઘટના રવિવાર સાંજની છે.

દતિયાના રહેવાસી 11 વર્ષિય હેમંત કેવટ અંગૂરી નદીના કિનારે બકરીઓ ચરાવવા ગયો હતો. ત્યાં પગ લપસતા અંગૂરી નદીના ડેમમાં પડ્યો. હેમંત ડૂબવા લાગ્યો ત્યારે કેટલાક લોકોની તેના પર નજર પડી. તેમણે તાત્કાલીક પોલીસને સૂચના આપી. ઘટનાસ્થળથી 200 મીટર દૂર ચિરુલા પોલીસ સ્ટેશનના સ્ટેશન હેડ ગિરીશ શર્મા સૂચના મળતા જ પાંચ મિનિટની અંદરોઅંદર પોલીસ જવાનો સાથે અંગૂરી નદી ડેમ તરફ નિકળ્યા.

ઘટનાસ્થળથી 100 મીટરના અંતરે રેલવે ફાટક છે જે સાંજે બંધ થાય ત્યારે 20-25 મિનિટ પછી ખુલે છે. ગિરીશ શર્મા આવ્યા ત્યારે ફાટક બંધ હતો. તેઓએ દરવાજાની આ બાજુ બોલેરો પાર્ક કરી અને તેમના સાથીઓ સાથે ડેમ પર પહોંચ્યા.

બાળક બચવાના પ્રયાસમાં પાણીમાં ડૂબકીઓ લગાવી રહ્યો હતો ત્યારે ઘટનાસ્થળે જ કેટલાક લોકો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગિરીશ શર્માએ પોલીસ દળની મદદથી તેને બહાર કાઢ્યો. આ સમય દરમિયાન હેમંતનો શ્વાસ બંધ પડી રહ્યો હતો. મોં અને નાકમાં પાણી ભરાઈ ગયું હતું. ગિરીશ શર્મા બાળકને પોતાના હાથમાં લઈને પોલીસની કાર તરફ દોડ્યો.

બાળકને ઉંચકી હોસ્પિટલ તરફ ભાગતા પોલીસ અધિકારી ગિરીશ
બાળકને ઉંચકી હોસ્પિટલ તરફ ભાગતા પોલીસ અધિકારી ગિરીશ

જીવ દાવ પર મૂકી જીવ બચાવ્યો
બાળકને ઉંચકીને ગિરીશ જ્યારે ફાટક સુધી પહોચ્યા ત્યારે ટ્રેક પર માલગાડી આવી રહી હતી જે તેમનાથી થોડા જ મીટરની દૂરી પર હતી પરંતુ બાળકની સ્થિતિ જોતા ગિરીશને રાહ જોવી યોગ્ય ના લાગી અને સાહસ કરી ટ્રેનની સામેથી પસાર થઈ ફાટક ક્રોસ કરી લીધુ અને બાળકને હોસ્પિટલ પહોચાડ્યું. ડોક્ટરોએ તેની સારવાર ચાલુ કરી તેના મોં તેમજ નાકમાંથી પાણી કાઢી ઓક્સિજન પર બાળકને રાખવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે ટૂંકમાં બાળકનો જીવ બચી ગયો છે.

પોલીસ અધિકારીની સોશિયલ મીડિયા પર પ્રશંષા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. લોકો ગિરીશ શર્માની પ્રશંષા કરી કહ્યા છે. ગિરીશ શર્માનું કહેવુ છે કે આ મારી ફરજ હતી. મને આનંદ છે કે હું તે બાળકનો જીવ બચાવી શક્યો.

અન્ય સમાચારો પણ છે...