• Gujarati News
 • National
 • The Pressure To Make Jawaharlal Nehru PM Instead Of Patel, Could Bhagat Singh Have Been Hanged, Read The Story Behind Gandhiji's 6 Controversial Decisions

ગાંધીજયંતી વિશેષ:પટેલને બદલે નેહરુને PM બનાવવા લગાવેલું જોર, શું ભગત સિંહની ફાંસી અટકાવી શક્યા હોત, વાંચો ગાંધીજીના 6 વિવાદાસ્પદ નિર્ણય પાછળની કહાની

25 દિવસ પહેલા
 • કૉપી લિંક

તારીખ 2જી ઓક્ટોબર 1869 અને અને દિવસ હતો શનિવાર. ગુજરાતના પોરબંદર વિસ્તારમાં આવેલા એક ઘરમાં બાળકની કિલકારીનો અવાજ આવે છે. આ અવાજ કાબા ગાંધી અને પૂતળીબાઈના સૌથી નાના દીકરા મોનિયાનો હતો. આ જ મોનિયા બાદમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા મહાત્મા ગાંધી બન્યા. ગાંધીજીએ તેમનું સમગ્ર જીવન ભારત અને ભારતવાસીઓ માટે સમર્પિત કરી દીધું, જોકે તેમનું જીવન પણ નિર્વિવાદ રહ્યું નથી.

ગાંધીજયંતી નિમિત્તે આજે આપણે મહાત્મા ગાંધીના એવા 6 નિર્ણય અંગેની કહાની લાવ્યા છીએ, જે અંગે આજે પણ વિવાદ થતો રહ્યો છે. તો ચાલો, શરૂઆત કરીએ તેમના સૌથી વિવાદાસ્પદ નિર્ણયથી...

1. પટેલના સ્થાને નેહરુને વડાપ્રધાન બનાવવા માટે પૂરો ભાર આપ્યો

 • 29 એપ્રિલ,1946ના રોજ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં નવા અધ્યક્ષની પસંદગી કરવાની હતી. આ ચૂંટણી એટલા માટે મહત્ત્વની હતી, કારણ કે ભારતમાં આવનારી વચગાળાની સરકારના વડાપ્રધાન કોંગ્રેસ-અધ્યક્ષને બનાવવા નક્કી કરવામાં આવ્યું હતું.
 • કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં મહાત્મા ગાંધી, જવાહર લાલ નેહરુ, સરદાર પટેલ, આચાર્ય કુપલાણી, રાજેન્દ્ર પ્રસાદ, ખાન અબ્દુલ ગફાર ખાન જેવા તમામ અગ્રણી નેતા ઉપસ્થિત હતા. અધ્યક્ષપદ માટે 15માંથી 12 પ્રાંતની સમિતિએ સરદાર પટેલનું નામ રજૂ કર્યું. ગાંધીની ઈચ્છા પ્રમાણે અધ્યક્ષપદ માટે નેહરુના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
 • કોંગ્રેસ-અધ્યક્ષ માટે મેદાનમાં બે નામ હતાં- પટેલ અને નેહરુ. નેહરુ કોઈપણ પ્રકારના વિરોધ વગર અધ્યક્ષ તરીકે ત્યારે જ ચૂંટાઈ આવે એમ હતા, જ્યારે પટેલ તેમનું નામ પાછું ખેંચી લે. કુપલાણીએ પટેલનું નામ પાછું ખેંચવા અંગેની એક અરજી લખી અને એના પર હસ્તાક્ષર કરવા પટેલ તરફ એ રજૂ કરી. પટેલે કાગળ પર હસ્તાક્ષર કર્યાં નહીં અને ગાંધીજી તરફ મોકલી આપી.
 • ગાંધીજીએ નેહરુ તરફ મોકલતાં કહ્યું 'જવાહર, વર્કિંગ કમિટી ઉપરાંત કોઈપણ પ્રાદેશિક સમિતિએ તમારું નામ સૂચવ્યું નથી. તમારું શું કહેવું છે? પણ નેહરુ અહીં ચૂપ રહ્યા.
 • ગાંધીજીએ આ કાગળ પટેલ તરફ પરત મોકલ્યો અને આ વખતે પટેલે કાગળ પર હસ્તાક્ષર કરી દીધા. આ સાથે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કુપલાણીએ નેહરુ કોઈપણ વિરોધ વગર કોંગ્રેસ-અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાની જાહેરાત કરી. (સંદર્ભઃ કુપલાણીના પુસ્તક Gandhi-His Life and thoughts).
 • એ સમયના મોટા પત્રકાર દુર્ગાદાસે તેમના પુસ્તક 'India: From Curzon to Nehru and After'માં લખ્યું છે, રાજેન્દ્ર પ્રસાદે મને કહ્યું હતું કે ગાંધીજીએ ગ્લેમરસ નેહરુ માટે પોતાના વિશ્વાસપાત્ર સાથીનું બલિદાન આપી દીધું. ગાંધીજીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે જવાહર નંબર ટુની સ્થિતિમાં આવવા માટે ક્યારેય તૈયાર નહીં થાય. બન્ને સરકારી ગાડીને ખેંચવા માટેના બે બળદ હશે. એમાં આંતરરાષ્ટ્રીય મુદ્દા માટે નેહરુ અને રાષ્ટ્રીય કાર્ય માટે પટેલ હશે.
 • ગાંધીજીએ એક પ્રસંગે કહ્યું હતું કે વ્યવસ્થા અંગ્રેજો પાસેથી મેળવવામાં આવી રહી હોઈ, એ સમયે પણ અન્ય વ્યક્તિ નેહરુનું સ્થાન લઈ શકે નહીં. તેઓ હેરોના વિદ્યાર્થી, કેબ્રિજના સ્નાતક અને લંડનના બેરિસ્ટર હોવાથી અંગ્રેજોને વધારે સારી રીતે સંભાળી શકે એમ હતા.
 • પટેલના ઉગ્ર વલણ અને વધતી ઉંમર પણ ગાંધીજીના આ વલણનું કારણ હોઈ શકે છે. પટેલ ગાંધી પાસેથી 6 વર્ષ નાના હતા, જ્યારે નેહરુ પટેલથી આશરે 15 વર્ષ નાના હતા. વર્ષ 1947માં જ્યારે દેશ સ્વતંત્ર થયો તો પટેલ 71 વર્ષના હતા અને નેહરુ ફક્ત 56 વર્ષના હતા.

2. બન્ને કોંગ્રેસ-અધ્યક્ષ બનવા પર સુભાષ ચંદ્ર બોઝની સામે

 • વર્ષ 1938માં હરિપુરા અધિવેશનમાં સુભાષ ચંદ્ર બોસને અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. તેમના તરવરાટથી સૌને આશ્ચર્ય હતું. જોકે એ સમયે ગાંધીજી સાથે તેમના મતભેદ સામે આવવા લાગ્યા હતા.
 • સુભાષ ચંદ્ર બોસે પત્ની એમિલી શેંકલને પત્ર લખ્યો (નેતાજી સંપૂર્ણ વાંગ્મડ ખંડ 7,04 એપ્રિલ 1939), આ અંગે આશંકા છે કે હું આગામી વર્ષે ફરી પક્ષનો અધ્યક્ષ બની શકીશ. કેટલાક લોકો ગાંધીજી પર દબાણ કરી રહ્યા છે કે આ વખતે કોઈ મુસ્લિમ જ અધ્યક્ષ બનવો જોઈએ. આ બાબત ગાંધીજી પણ ઈચ્છે છે. અલબત, આ અંગે મારી તેમની સાથે કોઈ જ વાત થઈ નથી.
 • આ માહોલમાં 29 જાન્યુઆરી 1929ના રોજ ત્રિપુરામાં કોંગ્રેસ-અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજાઈ. આ પદ માટે મહાત્મા ગાંધીની પ્રથમ પસંદગી અબુલ કલામ આઝાદ માનવામાં આવતી હતી. કલામે આ માટે ઈનકાર કર્યા બાદ ગાંધીજીએ પટ્ટાભિ સીતારમૈયાને ઉમેદવાર બનાવ્યા. સુભાષને 1580 મત મળ્યા અને સીતારમૈયાને 1377 મત. ગાંધીજી અને પટેલ દ્વારા શક્ય તમામ પ્રયત્ન કરવા છતાં તેઓ જીતી શક્યા નહીં.
 • ગાંધીજીએ જાહેરમાં પોતાની હાર માની. એ સમયે ગાંધીજી કોંગ્રેસ કાર્ય સમિતિથી અલગ થઈ ગયા. ત્યાર બાદ પટેલ તથા અન્ય અનેક સભ્યોએ પણ રાજીનામા આપી દીધા. ત્યાર બાદ સુભાષ માટે પોતાના પદ પર ટકવું મુશ્કેલ બની ગયું.
 • એપ્રિલ 1939માં અખિલ ભારતીય કોંગ્રેસ કાર્ય સમિતિની કલકત્તા બેઠકમાં સુભાષે રાજીનામું આપી દીધું. તેમનું સ્થાન પર રાજેન્દ્ર પ્રસાદે લીધું. બોઝે કોંગ્રેસની અંદર જ પોતાનો પક્ષ ફોરવર્ડ બ્લોક બનાવી લીધો.
 • ભારતીય ઈતિહાસ સંશોધન પરિષદના રિસર્ચ જર્નલ 'ઈતિહાસ'માં જેપી મિશ્રાએ લખ્યું, બોસે ફોરવર્ડ બ્લોક બનાવ્યો, ત્યાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે રાજકીય મોરચે બોઝના પ્રભાવને સંપૂર્ણપણે ખતમ કરી લેવાનું નક્કી કર્યું હતું. જોકે સુભાષ હજુ પણ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હતા, જોકે જુલાઈ 1939માં આ પદ પરથી હટાવી ત્રણ વર્ષ માટે કોઈ પણ પદ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા.

3. ચૌરી-ચૌરાકાંડ બાદ અસહકાર આંદોલન પાછું ખેંચ્યું

 • અસહકાર આંદોલનનો પ્રસ્તાવ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં 4 સપ્ટેમ્બર,1920ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. ગાંધીજીનું માનવું હતું કે જો અસહકારના સિદ્ધાંતનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હોત તો એક વર્ષમાં જ અંગ્રેજો ભારત છોડીને જતા રહ્યા હોત. એમાં વિદેશી વસ્તુઓ, અંગ્રેજી કાયદા, શિક્ષણ તથા સંસ્થાઓનો બહિષ્કાર કરવાનો સમાવેશ થતો હતો. અસહકાર આંદોલન કંઈક હસ્તક સફળ રહ્યું હતું, જોકે આ સંજોગોમાં ચૌરી ચૌરાની ઘટના બની.
 • 4 ફેબ્રુઆરી 1922ના રોજ ચૌરી ચૌરા વિસ્તારમાં કેટલાક સ્વયંસેવકોની બેઠક યોજાઈ અને સરઘસ માટે નજીકના મુંડેરા બજારને પસંદ કરવામાં આવ્યું. પોલીસકર્મચારીઓએ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો.એતે સમયે બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ. પોલીસ ગોળીબારમાં 3 નાગરિકાનાં મોત થયાં અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલી ભીડે ચૌરી-ચૌરા પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી, જેમાં 23 પોલીસકર્મચારીનાં મોત થઈ ગયા. આ હિંસા બાદ મહાત્મા ગાંધીએ 12 ફેબ્રુઆરી 1922ના રોજ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું.
 • મહાત્મા ગાંધીના આ નિર્ણયને પગલે ક્રાંતિકારીઓનું એક જૂથ નારાજ થઈ ગયું. અસહકાર આંદોલનનું નેતૃત્વ કરી રહેલા જવાહરલાલ નેહરુ અને અન્ય નેતાને ભારે આશ્ચર્ય થયું હતું કે ગાંધીજીએ આ સંઘર્ષને એવા સમયે અટકાવી દીધો કે જ્યારે નાગરિકોએ પ્રતિરોધના સ્વતંત્રતા આંદોલનમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી.
 • 16 ફેબ્રુઆરી 1922ના રોજ ગાંધીજીએ તેમના લેખ 'ચોરી ચૌરાનો અપરાધ'માં લખ્યું કે જો આ આંદોલન પાછું લેવામાં ન આવ્યું હોત તો અન્ય જગ્યાઓ પર પણ આ પ્રકારની ઘટના થવા લાગી હોત. તેમણે આ ઘટનામાં સામેલ લોકોને પોલીસને સોંપવા કહ્યું, કારણ કે તેમણે અપરાધ કર્યો હતો.
 • ગાંધી શાંતિ પ્રતિષ્ઠાના અધ્યક્ષ કુમાર પ્રશાંત કહે છે કે અસહકાર આંદોલન એવા સમયે જીતની નજીક પહોંચી ગઈ હતી, પણ ચૌરી ચૌરાની ઘટના બાદ તેને ગાંધીજીએ એને પાછું ખેંચી લીધું, કારણ કે તેમને લાગેલું કે એ અવળા માર્ગે જઈ રહ્યું છે. અનેક લોકો એમ પણ કહે છે કે વર્ષ 1922માં આ આંદોલન એટલું તેજ હતું કે અંગ્રેજો પર દબાણ થયું હોત અને આપણને ત્યારે જ સ્વતંત્રતા મળી ગઈ હોત.
 • અસહયોગ આંદોલનને પાછું ખેંચવામાં આવતાં અનેક યુવાનો ભારતીય રાષ્ટ્રવાદીઓ અહિંસાના ગાંધીવાદી માર્ગથી હટી ગયા. આ ક્રાંતિકારીઓમાં જોગેશ ચેટર્જી, રામપ્રસાદ બિસ્મિલ, સચિન સાન્યાલ, અશફાકુલ્લા ખાન, જતીન દાસ, ભગત સિંહ, ભગવતી ચરણ વોહરા, માસ્ટર સૂર્ય સેન વગેરેનો સમાવેશ થતો હતો.

4. 4. ગાંધી-ઈરવિન સમજૂતીઃ શું ખરેખર મહાત્મા ક્રાંતિકારી ભગત સિંહને બચાવી શકે એમ હતા?

 • 8 એપ્રિલ 1929ના રોજ ભગત સિંહે તેમના સાથી બટુકેશ્વર દત્ત સાથે દિલ્હીમાં કેન્દ્રીય એસેમ્બ્લીમાં બે બોમ્બ ફેંક્યા અને ઘટનાસ્થળ પરથી ભાગ્યા નહીં. ભગત સિંહનો ઉદ્દેશ કોઈને મારવાનો ન હતો. જાહેર સુરક્ષા વિધેયક અને ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટના વિરોધ સાથે આઝાદીના અવાજને વિશ્વ સમક્ષ પહોંચાડવાનો હતો.
 • ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને 7 ઓક્ટોબર 1930ના રોજ ફાંસીની સજા કરવાનો ચુકાદો આપવામાં આવ્યો અને નિયત તારીખથી એક દિવસ અગાઉ 23 માર્ચ,1931ના રોજ લાહોરની જેલમાં ફાંસી આપી દેવામાં આવી.
 • ફાંસીથી 17 દિવસ અગાઉ, એટલે કે 5 માર્ચ 1931ના રોજ વાઇસરોય લોર્ડ ઈરવિન અને મહાત્મા ગાંધી વચ્ચે એક સમજૂતી થઈ, જેમાં ગાંધી ઈરવિન પેક્ટ નામથી ઓળખામાં આવે છે.
 • સમજૂતીની મુખ્ય શરતોમાં હિંસાના આરોપીને છોડીને અન્ય રાજકીય કેદીઓને મુક્ત કરવાનો સામાવેશ થતો હતો. આ ઉપરાંત ભારતીયોને સમુદ્રકિનારે મીઠું બનાવવાનો અધિકાર, આંદોલન સમયે રાજીનામાં આપનારને ફરી ફરજ પર લેવા, આંદોલન સમયે જપ્ત સંપત્તિ પરત આપવા જેવી શરતોનો સમાવેશ થતો હતો. એના બદલામાં કોંગ્રેસ સવિનય અવજ્ઞા આંદોલન સ્થગિત કરી દીધું અને બીજી ગોળમેજી પરિષદમાં જવા માટે તૈયારી દર્શાવી.
 • ઈતિહાસ એજી નૂરાનીએ તેમના પુસ્તક The Trial of Bhagat Sighના 14મા ચેપ્ટર Gandhi's Truthમાં કહ્યું છે કે ભગત સિંહના જીવનને બચાવવા માટે ગાંધીએ અધમૂવા પ્રયાસ કર્યા. ભગત સિંહના મોતની સજાને ઓછી કરી આજીવન કેદમાં બદલવા માટે તેમણે વાઈસરોય સમક્ષ મજબૂત અપીલ કરી ન હતી.
 • ઈતિહાસકાર અને ગાંધી અંગે અનેક પુસ્તકો લખનારા અનિલ નૌરિયાનું કહેવું છે કે ગાંધીએ ભગત સિંહની ફાંસીને ઓછી કરવા માટે તેજ બહાદુર સપ્રૂ, એમઆર જયકર અને શ્રીનિવાસ શાસ્ત્રીને વાઇસરોય પાસે મોકલ્યો હતો.
 • એપ્રિલ 1930થી એપ્રિલ 1933 વચ્ચે બ્રિટિશ સરકારમાં ગૃહસચિવ રહી ચૂકેલા હર્બર્ટ વિલિયમ ઈમર્સને પોતાના સંસ્મરણમાં લખ્યું છે કે ભગત સિંહ અને તેમના સાથીઓને બચાવવા માટે ગાંધીના પ્રયાસ ઈમાનદાર હતા અને તેમને કામચલાઉ હોવું એ શાંતિના દૂતનું અપમાન છે.
 • ગાંધીજીના મતે ભગત સિંહ અને તેમના સાથીઓ સાથે વાત કરવાની તક મળી હોત તો હું તેમને કહેત કે તેમણે પસંદ કરેલો માર્ગ ખોટો છે અને અસફળ છે. ઈશ્વરને સાક્ષી રાખીને હું એ સત્ય કહેવા માગું છું કે હિંસાના માર્ગ પર ચાલીને સ્વરાજ નહીં મળી શકે, ફક્ત મુશ્કેલી જ મળી શકે છે.

5. દલીતોને અનામત અને આંબેડકર સાથે પૂના કરાર

 • 17 ઓગસ્ટ 1932ના રોજ બ્રિટિશ સરકારે કોમ્યુનલ અવોર્ડની શરૂઆત કરી. એમાં દલિતો સહિત 11 સમુદાયને નિર્વાચનને લગતા સ્વતંત્ર રાજકીય અધિકાર મળ્યા. આ સાથે દલીતોને બે મતનો અધિકાર મળ્યો. એક મતથી દલિત તેમના પ્રતિનિધિની પસંદગી કરી શકતા હતા અને અન્ય મતથી સામાન્ય વર્ગના કોઈ પ્રતિનિધિને પસંદ કરી શકતા હતા.
 • ભીમરાવ આંબેડકરનું માનવું હતું કે દલિતોને બે મત આપવાના અધિકાર તેમના ઉત્થાનમાં ઘણું મોટું પગલું સાબિત થશે. મહાત્મા ગાંધી દલિતોને આપવામાં આવેલા આ અધિકારના વિરોધમાં હતા. મહાત્મા ગાંધીનું માનવું હતું કે એનાથી હિન્દુ સમાજ વહેંચાઈ જશે.
 • એના વિરોધમાં પહેલા મહાત્મા ગાંધીએ અંગ્રેજ શાસનને અનેક પત્ર લખ્યા. જ્યારે તેમની વાત સાંભળવામાં ન આવી તો મહાત્મા ગાંધીએ પૂનાની યરવડા જેલમાં આમરણ ઉપવાસ શરૂ કર્યો. તેમણે કહ્યું કે અછૂતોના અલગ નિર્વાચનના વિરોધમાં તેઓ પોતાનો જીવ પણ આપી દેશે.
 • ભીમરાવ આંબેડરે 24 સપ્ટેમ્બર 1932ના રોજ સાંજે 5 વાગે પૂનાની યરવડા જેલ પહોંચ્યા. અહીં ગાંધી અને આંબેડકર વચ્ચે સમજૂતી થઈ, જેને પૂના કરાર કહેવામાં આવે છે. આ સમજૂતીમાં દલિતો માટે અલગ નિર્વાચન તથા બે મતના અધિકારનો અંત કરવામાં આવ્યો. એના બદલામાં દલિતો માટે બેઠકોની સંખ્યા પ્રાંતીય વિધાનમંડળોમાં 71થી વધારી 147 તથા કેન્દ્રીય વિધાયકોમાં કુલ બેઠક પૈકી 18 ટકા કરવામાં આવી.

6. પાકિસ્તાનને રૂપિયા 55 કરોડ આપવાના પક્ષમાં હતા ગાંધીજી

 • આ વાત 20 ઓગસ્ટ 1947ની છે. પાંચ દિવસ અગાઉ અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાની સેનાએ કાશ્મીર પર કબજો કરવા માટે ઓપરેશન ગુલમર્ગ નામથી ષડયંત્ર રચવાની શરૂઆત કરેલી. યોજના પ્રમાણે 22 ઓક્ટોબરના રોજ હથિયારધારી કબાઈલિયાએ મુઝફ્ફરાબાદ પર હુમલો કર્યો. 26 ઓક્ટોબર સુધી સ્થિતિ એવી સર્જાઈ કે રાજા હરિ સિંહે જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલય કરવાના પત્ર પર હસ્તાક્ષર કર્યા. તાત્કાલિક એરલિફ્ટ મારફત કાશ્મીર પહોંચેલી ભારતીય સેનાએ કબાઈલિયો સાથે પાકિસ્તાની સેનાને ત્યાંથી હટાવવાની શરૂઆત કરી.
 • બીજી બાજુ, વિભાજન સમયે નક્કી થયું હતું કે મોટા દેશ હોવાના નાતે ભારત પાકિસ્તાનને રૂપિયા 75 કરોડ આપશે. ભારતે પાકિસ્તાનને રૂપિયા 20 કરોડનો પ્રથમ હપતો આપી દીધો હતો, એ સમયે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો. ભારતમાં સરકારથી લઈ સેનાને માલૂમ હતું કે જો બાકીના રૂપિયા 55 કરોડ પાકિસ્તાનને આપવામાં આવશે તો એનો ઉપયોગ ભારત સામે યુદ્ધમાં કરશે. પરિણામે, ભારત સરકારે પાકિસ્તાનને આપવામાં આવનારા બીજા હપતા પેટેની રકમ અટકાવી.
 • ત્યારે લોર્ડ માઉન્ટબેટન ભારતના ગવર્નર જનરલ હતા. તેમનું માનવું હતું કે ભારતે પાકિસ્તાનને તેના હિસ્સાના પૈસા આપવા જોઈએ, કારણ કે બન્ને દેશ વચ્ચે આ અંગે સમજૂતી થઈ હતી. મહાત્મા ગાંધી પણ માનતા હતા કે ભારતને સમજૂતી પ્રમાણે પાકિસ્તાનના હિસ્સાના પૈસા આપવા જોઈએ. આ તેમની નૈતિક જવાબદારી છે.
 • અનેક લોકોનું કહેવું છે કે મહાત્મા ગાંધીએ આ માટે ઉપવાસ કર્યો. જોકે આ ઉપવાસ અંગે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. 13 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી પ્રાર્થના સભામાં બે ધર્મના લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, પણ એમાં રૂપિયા 55 કરોડનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. 15 ઓગસ્ટના રોજ એક પત્રકાર સાથેની વાતચીતમાં પણ તેમણે રૂપિયા 55 કરોડનો ઉલ્લેખ કર્યો ન હતો. ભારત સરકારની પાસે ઉપલબ્ધ માહિતીમાં ક્યાંય ગાંધીજી તરફથી પાકિસ્તાનને રૂપિયા 55 કરોડ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
 • વર્ષ 1953માં પાકિસ્તાને ભારત સમક્ષ બાકી નીકળતા પૈસા માગ્યા, પણ ત્યારે કાશ્મીરના પ્રધાનમંત્રી રહેલા બખ્શી ગુલામ મોહમ્મદે જવાબ આપ્યો હતો કે પાકિસ્તાન પાસે ભારતની આશરે રૂપિયા 600 કરોડની સંપત્તિ છે, જેની પહેલાં એ ચુકવણી કરે. પંજાબ રાજ્ય સરકારે કહ્યું હતું કે પાકિસ્તાનને જે પાણી મળી રહ્યું છે એના આશરે રૂપિયા 100 કરોડ બિલ પાકિસ્તાન પાસે બાકી છે. જો એ પાકિસ્તાન ચૂકવશે તો ભારત પણ પૈસા આપશે. પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનવા માટે જે ફી લાગેલી એ રૂપિયા સાડાચાર લાખની પણ ભારતે ચુકવણી કરેલી. આ તમામ કારણોથી બન્ને દેશ વચ્ચે ત્યાર બાદ પૈસાની લેવડ-દેવડના કોઈ વ્યવહાર ન થયા.

ઈલસ્ટ્રેશનઃ ગૌતમ ચક્રવર્તી

અન્ય સમાચારો પણ છે...