તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • TMC MP Nusrat Jahan Also Discussed Being Pregnant The Husband Said બાળક The Baby Is Not Mine; Many Discussions Started With Taslima Nasreen's Post

સંબંધોમાં તણાવ:TMC સાંસદ નુસરત જહાં પ્રેગ્નન્ટ? પતિ નિખિલ કહે છે- આ બાળક મારું નથી, ભાજપના નેતા સાથે અફેરની ચર્ચા

કોલકાતા2 મહિનો પહેલા
  • તસલીમા નસરીનની પોસ્ટથી અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયા પર શરૂ

બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં પ્રેગનન્ટ છે? બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીને નુસરતની પ્રેગનન્સી અને પતિ સાથેના સંબંધો વિશે ફેસબુક પોસ્ટ લખી છે, જેના પછી તેમના વૈવાહિક જીવન અને પ્રેગ્નન્સી અંગે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.

નુસરત જહાં 6 મહિનાથી પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા
મીડિયા રિપોર્ટ અનુસાર, નુસરત જહાં 6 મહિનાથી ગર્ભવતી હોવાનું જણાવાયું છે. જોકે આ મામલે તેમના તરફથી કે તેમની મીડિયા ટીમ તરફથી કોઈ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ અનુસાર, તેમની સાસરીના લોકોને પણ તેની જાણકારી નથી.

પતિએ કહ્યું, મારું બાળક નથી
રિપોર્ટ અનુસાર, નુસરતના પતિ નિખિલ જૈને આ પ્રેગ્નન્સી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તે બંનેનું લગ્નજીવન તૂટવાના આરે છે. નુસરત ગત વર્ષે ડિસેમ્બર 2020થી તેમનું ઘર છોડીને તેનાં માતાપિતા સાથે બાલીગંજવાળા ઘરમાં રહે છે. ત્યાર પછી તેઓ બંને એકવાર પણ મળ્યાં નથી. એવામાં એ ગર્ભસ્થ બાળક તેનું કેવી રીતે હોઈ શકે છે?

ભાજપા નેતા સાથે અફેરની ચર્ચા
રિપોર્ટ અનુસાર, નુસરત જહાંને બંગાળની ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર રહેલા યશ દાસગુપ્તા સાથેના સંબંધોના સમાચારો પણ આવી રહ્યા છે. તેઓ બંને એક ફિલ્મના શૂટિંગ વખતે મળ્યાં હતાં. બંને અનેકવાર સાથે જોવા મળ્યાં. બંને થોડા સમય પહેલાં સાથે જયપુર અને અજમેર શરીફ ગયાં હતાં. બંને એકબીજાના ઘરે અનેક વખત આવ-જા કરતાં હોય છે. નુસરતનાં માતાપિતા સાથે પણ યશના ઘણા સારા સંબંધો છે. સમાચારો અનુસાર, નુસરત ટૂંક સમયમાં નિખિલથી છૂટાછેડા લે એવી શક્યતા છે.

તસલીમા નસરીને પોસ્ટમાં શું લખ્યું?
આ ચર્ચાઓ વચ્ચે બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીને નુસરત જહાં કથિત રીતે ગર્ભવતી હોવાની પ્રતિક્રિયા આપી છે. પોતાની ફેસબુક પોસ્ટ પર નસરીને લખ્યું,‘નુસરતના સમાચાર ખૂબ જોવા મળી રહ્યા છે. તેઓ ગર્ભવતી છે. તેમ છતાં તેમના પતિ નિખિલને આ મામલે કંઈ જાણ નથી.’ તસલીમા નસરીને લખ્યું, ‘બંનેને છ મહિનાથી અલગ કરી દેવાયાં હતા, પરંતુ અભિનેત્રી નુસરતને યશ નામના અભિનેતા સાથે પ્રેમ છે. લોકો તેને જ બાળકનો પિતા માને છે, નિખિલને નહીં. આ સત્ય છે કે અફવા, એ ખ્યાલ નથી પણ જો આમ જ રહેશે તો શું નિખિલ અને નુસરતના છૂટાછેડા થાય એ સારું નથી? ચામાચીડિયાની જેમ કોઈ સંબંધને લટકાવી રાખવાનો કોઈ મતલબ નથી. બંને પાર્ટી આનાથી અસુવિધાજનક સ્થિતિમાં છે. જ્યારે પતિ સાથે મનમેળ ન હોય તો તલાક લેવા એ જ સારી વાત છે.’

કટ્ટરપંથીઓના નિશાન પર રહ્યાં છે નુસરત
નિખિલ જૈન અને નુસરતના લગ્ન જૂન 2019માં થયાં હતાં. બંનેએ ત્યારે હિન્દુ, ઈસ્લામ અને ઈસાઈ રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. તેમના આ લગ્નને કટ્ટરપંથીઓએ સ્વીકાર્યા નહોતા. જ્યારે તેઓ સંસદમાં શપથ લેતી વખતે મંગળસૂત્ર અને સિંદૂર સાથે નજરે પડ્યાં તો તેમના વિશે અનેક કોમેન્ટ્સ થઈ હતી. એ સમયે નુસરત જહાં વિરુદ્ધ ફતવો પણ જારી કરાયો હતો.