તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • TMC MP Mimi Chakraborty Ill; 4 Days Ago He Was Vaccinated With A Fake Corona Vaccine In A Camp

ફેક વેક્સિનની આડઅસર:TMC સાંસદ મિમી ચક્રવર્તી બીમાર; 4 દિવસ પહેલાં તેમને એક કેમ્પમાં કોરોનાની નકલી વેક્સિન લગાવાઈ હતી

3 મહિનો પહેલા
  • તૃણમૂલ સાંસદ મિમી ચક્રવર્તીની તબિયત લથડી
  • કોલકાતામાં એક નકલી વેક્સિનેશન કેમ્પ સામે આવ્યો

નકલી વેક્સિનનો ડોઝ લગાવ્યાના 4 દિવસ બાદ તૃણમૂલ સાંસદ મિમી ચક્રવર્તીની તબિયત બગડી છે. તેઓ કોલકાતામાં એક નકલી વેક્સિનેશન કેમ્પની શિકાર બન્યાં છે. આ બાબતે તપાસ માટે SIT બનાવવામાં આવી છે. આ સાથે જ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મિમીએ તબિયત બગડ્યા બાદ આજે સવારે પોતાના ઘરે ડોકટરને બોલાવ્યા હતા. તેમના પેટમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો અને સતત પરસેવો પણ થઈ રહ્યો હતો. ડોકટર દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ જોકે તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની ના પડી હતી અને ઘરે જ સારવાર કરવામાં આવી રહી છે.

ખરેખર મિમી ચક્રવર્તીએ બુધવારે કોલકાતામાં ચાલી રહેલા એક નકલી વેક્સિનેશન કેમ્પનો ખુલાસો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તે પોતે આ નકલી વેક્સિનેશન કેમ્પની શિકાર થઈ છે. તેમણે જણાવ્યું હતું કે દેબાંજનદેવ નામની એક વ્યક્તિએ પોતાને IAS અધિકારી બનીને સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગ લોકો માટે વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. મિમીએ જણાવ્યું હતું કે તેમણે વેક્સિનેશન કેમ્પમાં સામેલ થવાની વિનંતી કરી હતી.

મોબાઈલ પર મેસેજ આવ્યો નહીં તો શંકા થઈ
મિમીએ જણાવ્યું હતું કે તેમણે લોકોને પ્રોત્સાહન કરવા માટે કેમ્પમાં જઈને કોવિશીલ્ડ વેક્સિનનો ડોઝ લીધો હતો, પરંતુ મોબાઈલ પર COWINનો મેસેજ આવ્યો નહીં. એવામાં શંકા જતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી અને બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

નકલી IAS અધિકારી બનીને વેક્સિનેશન કેમ્પ કરનારી વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે, તેની વાતમાં આવીને TMC સાંસદ મિમી ચક્રવર્તી પણ વેક્સિન લેવા પહોંચ્યાં હતાં.
નકલી IAS અધિકારી બનીને વેક્સિનેશન કેમ્પ કરનારી વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે, તેની વાતમાં આવીને TMC સાંસદ મિમી ચક્રવર્તી પણ વેક્સિન લેવા પહોંચ્યાં હતાં.

આરોપી પોતાને જણાવતો હતો જોઇન્ટ કમિશનર
દેવાંજનની વય 28 વર્ષની છે. તેના પિતાનું નામ મોનોતાંજન દેવ છે. તે કોલકાતાના આનંદપુરના મદુરદાહાનો રહેવાસી છે. તે પોતાને કોલકાતા નગર નિગમનો જોઇન્ટ કમિશનર જણાવતો હતો. પોલીસ મુજબ આ ગેંગ નકલી સીલ અને કાગળ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. પોલીસે આરોપી આસેથી નકલી ID, વિઝિટિંગ કાર્ડ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર વેક્સિનથી જોડાયેલા કેટલાક ડોકયુમેન્ટ પણ જપ્ત કર્યા છે.