તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. તેને જોતા ભાજપે રણનીતી બનાવવાનું શરૂ કર્યું છે. પાર્ટીના જનરલ સેક્રેટરી અને બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું છે કે જાન્યુઆરી સુધીમાં સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ(CAA) લાગુ કરી શકે છે. તેમણે મમતા બેનર્જી સરકાર પર આરોપ લગાવતા એ પણ કહ્યું છે કે તેમને શરણાર્થીઓ માટે સહાનુભૂતિ નથી. સરકાર સારા ઈરાદાથી પાડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે CAA પાસ કરી ચૂકી છે.
આ અંગે તૃણમૂલ કોંગસના મંત્રી ફરહદ હકીમે કહ્યું ભાજપને નાગરિકતાને લઈને શું લેવાદેવા છે. જે લોકોએ મત આપવાના છે તે નાગરિક જ નહિ હોય તો વિધાનસભા ચૂંટણીમાં કઈ રીતે મતદાન કરી શકશે. ભાજપે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ.
મમતાને લાગી શકે છે ઝટકો
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારમાંથી રાજીનામુ આપી ચૂકેલા પૂર્વ મંત્રી સુવેંદુ સરકાર ભાજપમાં સામેલ થઈ શકે છે. ભાજપ સાંસદ અર્જુન સિંહે તેના સંકેત આપ્યા છે. બીજી તરફ મમતા બેનર્જી પણ આ મામલામાં સખ્ત વલણ અપનાવ્યું છે. મમતાએ શનિવારે સાંજે કહ્યું- જે પાર્ટી છોડીને જવા માંગે છે, તેઓ બિલકુલ જઈ શકે છે. અમે પાર્ટી વિરોધી પ્રવૃતિને બિલકુલ સહન કરીશું નહિ. સુવેંદુને પશ્ચિમ બંગાળના પ્રભાવી નેતા માનવામાં આવે છે અને તેમનો લાંબા સમયથી પાર્ટી સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વિવાદ ચાલી રહ્યો છે.
પડી જશે મમતા સરકાર
ભાજપ સાંસદ અર્જુન સિંહે શનિવારે ન્યુઝ એજન્સીને કહ્યું- કદાચ સુવેંદુ અધિકારી ભાજપમાં સામેલ થાય છે તો મમતા સરકાર ચૂંટણી પહેલા જ પડી જશે. તેનો અર્થ એ થયો કે હવે ઘણા લોકો તૃણમૂલ કોંગ્રેસ છોડીને જઈ શકે છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.