તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tired Of The Police Officers, Vrindavan Kept Going; When The Police Found Out, They Said Why Did You Come, I Will Stay Here Now

9 મહિનાથી ગાયબ કોન્સ્ટેબલ ફૂલ વેચતી જોવા મળી:પોલીસ અધિકારીઓથી કંટાળીને વૃંદાવન જતી રહી; પોલીસે શોધી કાઢી તો કહ્યું- કેમ આવ્યા છો, હું હવે અહીં જ રહીશ

રાયપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોન્સ્ટેબલ અંજના 9 મિહના પહેલાં ગુમ થઈ હતી (ફાઈલ). - Divya Bhaskar
કોન્સ્ટેબલ અંજના 9 મિહના પહેલાં ગુમ થઈ હતી (ફાઈલ).

9 મહિનાથી લાપતા છત્તીસગઢની રાયપુર પોલીસની મહિલા કોન્સ્ટેબલ અંજના સહિસ ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં ફૂલ વેચતી જોવા મળી. છત્તીસગઢ પોલીસની ટીમ તેમના સુધી પહોંચી. પોતાની સાથે પરત લાવવાના પ્રયાસ કર્યો. અંજનાએ ઘરે પરત ફરવાનો ઈનકાર કરી દીધો. તેનું કહેવું હતું કે તે વૃંદાવનમાં જ રહેવા માગે છે. હવે પોલીસ ટીમ મજબૂરીમાં ખાલી હાથ પરત ફરી છે.

શું છે મામલો?
અંજના રાયગઢમાં પોસ્ટેડ હતી. લગભગ 9 મહિના પહેલાં જ તેની ટ્રાન્સફર રાયપુર પોલીસ હેડક્વાર્ટરમાં કરી દેવાઈ હતી. તેને CIDમાં પોસ્ટિંગ અપાયું હતું, જ્યાંથી તે એક દિવસ ગુમ થઈ ગઈ. પરિવાર કે વિભાગને તેને કોઈ જ જાણકારી આપી ન હતી. કોન્સ્ટેબલનું ઘર રાયપુરના મહાવીરનગરમાં છે. માએ 21 ઓગસ્ટે ગુમ થઈ હોવાની ફરિયાદ કરી. એ બાદ રાજેન્દ્રનગર પોલીસે અંજનાને શોધવાની કવાયત શરૂ કરી.

પોલીસ ટીમ સાથે વાતચીત કરતી અંજના.
પોલીસ ટીમ સાથે વાતચીત કરતી અંજના.

પોલીસે આ રીતે શોધી અંજનાને
પોલીસની પાસે અંજનાનો કોઈ મોબાઈલ નંબર ન હતો, તેથી તેને શોધવાનું એટલું આસાન ન હતું. રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિશાલ કુજુરે ભાસ્કરને જણાવ્યું હતું કે- ગુમ થઈ હોવાની ફરિયાદ મળ્યા બાદ અમે સતત આ વાતના પ્રયાસમાં હતા કે અંજનાને કોઈપણ રીતે ટ્રેસ કરવામાં આવે. અમારી પાસે ન તો તેનો કોઈ ફોન નંબર હતો કે ન એવી કોઈ જાણકારી કે તે ક્યાં છે? તપાસ દરમિયાન અમને તેમના બેંક એકાઉન્ટ અંગે જાણકારી મળી. બેંક ટ્રાન્ઝેક્શનથી ખ્યાલ આવ્યો કે આ વૃંદાવનના કેટલાંક ATMથી થયાં છે. એ બાદ તપાસ ટીમ ત્યાં પહોંચી. અનેક લોકોને અંજનાની તસવીર દેખાડી, એ બાદ તેના ઠેકાણાની ભાળ મળી.

પોલીસ જ્યારે વૃંદાવન પહોંચી તો અંજના એક કૃષ્ણ મંદિરની બહાર પૂજાનો સામન વેચતી નજરે પડી. આનાથી જ પોતાનું ભરણપોષણ કરે છે. અધિકારીઓએ લેડી કોન્સ્ટેબને કહ્યું હતું કે તેણે પરત ફરવું જોઈએ. અંજનાએ પાછા ફરવાની મનાઈ ફરમાવી દીધી. મા સાથે વાત કરાવી તો તેમને પણ એમ જ કહ્યું. અંજનાએ કહ્યું- ન તો મારો પરિવાર છે કે ન કોઈ સંબંધી. હું હવે અહીં જ રહેવા માગું છું.

અંજના રાયપુર પાછા ન ફરવાની જીદ પર રહી.
અંજના રાયપુર પાછા ન ફરવાની જીદ પર રહી.

વિભાગમાં પરેશાન કરતા હોવાની ચર્ચા
અંજનાનું ઘર રાયપુરના મહાવીરનગરમાં છે. તેની મા અને પોલીસ હેડક્વાર્ટર સાથે જોડાયેલાં સૂત્રો મુજબ કેટલાક અધિકારીઓની હરકતથી કંટાળીને અંજનાએ નોકરી છોડવાનું મન બનાવ્યું હતું. પોલીસ કર્મચારીના અધિકારોને લઈને અવાજ ઉઠાવનાર ઉજ્જવલ દીવાને પણ કહ્યું હતું કે નાના કર્મચારીઓને પરેશાન કરવામાં આવે છે.

બીજી તરફ, અનેક વખત પૂછવામાં આવ્યું, પરંતુ રાજેન્દ્રનગર પોલીસની સામે અંજનાએ એમ ન જણાવ્યું કે તેને શું મુશ્કેલી છે, તેને કયા અધિકારી પરેશાન કરતા હતા.

વૃંદાવનમાં મળી અંજના.
વૃંદાવનમાં મળી અંજના.

પહેલા જ કહ્યું હતું વૃંદાવન જઈશ
સૂત્રોના જણાવ્યા મુજબ, નોકરી દરમિયાન અંજના પરેશાન રહેતી હતી. તેણે પોતાના સાથી કર્મચારીઓને અનેક વખત કહ્યું હતું તે ડ્યૂટી રૂટિન અને કેટલાક અધિકારીઓથી પરેશાન છે અને વૃંદાવન જઈને જીવન પસાર કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...