તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tirath Singh Was Suddenly Called To Delhi And Shah Nadda Met In The Middle Of The Night. BJP Is Not In The Mood To Contest The Next Elections Under His Leadership.

ઉત્તરાખંડમાં રાજકીય સંકટ વધ્યું:મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની અટકળો વચ્ચે તીરથ સિંહ રાવતે પ્રેસ કોન્ફરન્સ કરી; પોતાની ઉપલબ્ધિઓ ગણાવીને સમાપન કર્યું

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: વિજય ત્રિવેદી
  • કૉપી લિંક

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પોતાના રાજીનામાની અટકળો વચ્ચે રાત્રે લગભગ 9.49 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં રાવતે પોતાના સાડા ત્રણ મહિનાના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવી. જે બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સ ખતમ કરીને ચાલતી પકડી. પત્રકારોએ તેમને રાજીનામા અંગે સવાલો પણ કર્યા, પરંતુ રાવત કોઈ જ જવાબ આપ્યા વિના ચાલ્યા ગયા.

આ પહેલાં અટકળો હતી કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત રાજીનામું આપી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓએ આ અંગેની જાણકારી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને આપી છે. જો કે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે હાઈકમાન્ડે જ રાવતના રાજીનામું આપવા કહ્યું છે. રાવત થોડી વારમાં રાજ્યપાલ બેબી રાની મોર્ય સાથે મુલાકાત કરી શકે છે. રાવતને ભાજપ હાઈકમાન્ડે બુધવારે દિલ્હી બોલાવ્યા હતા. જ્યાં ગૃહ મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાએ તેમની સાથે મુલાકાત કરી હતી.

છેલ્લાં એક અઠવાડીયાથી ધારણ બાંધવામાં આવી હતી કે ઉત્તરાખંડમાં ફરી એક વખત મુખ્યમંત્રીનો ચહેરો બદલાય શકે છે. તેમના રાજીનામા પાછળ બંધારણીય મજબૂરીને કારણ ગણાવવામાં આવી રહ્યું છે. તેઓ હાલ રાજ્યના કોઈ ગૃહના સભ્ય નથી, આ વાત જ તેઓ મુખ્યમંત્રી પદે કાયમ રહે તેમાં અડચણરૂપ બને છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મજુબ ભાજપ હાઈકમાન્ડે આ અંગે જણાવી દીધું હતું.

ટૂંક સમયમાં જ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી શકે છે
મીડિયા રિપોટ્સ મુજબ તીરથ સિંહ રાવતે આજે જ રાજ્યપાલને મળવાનો સમય માગ્યો છે. આ મુલાકાતમાં તેઓ તેમને રાજીનામું આપી શકે છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી માટે સતપાલ મહારાજ, ધનસિંહ સહિત 4 વરિષ્ઠ ધારાસભ્યોના નામની ચર્ચા છે. આ મુદ્દે ટૂંક સમયમાં જ પાર્ટી ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી શકે છે.

હવે સવાલ-જવાબમાં સમજો કે ભાજપની સ્ટ્રેટેજી અને તીરથ સિંહ રાવતની મુશ્કેલી...

સૌથી પહેલા તીરથ સિંહ રાવતને અચાનક દિલ્હી કેમ બોલાવ્યા?
30 જૂને અચાનક તીરથ સિંહ રાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા. તેઓ બપોરે દિલ્હી પહોંચ્યા અને લગભગ 10 કલાક સુધી રાહ જોયા બાદ તેમની મુલાકાત જેપી નડ્ડા અને અમિત શાહ સાથે થઈ. મુલાકાત અમિત શાહના ઘરે થઈ. મળતી માહિતી મુજબ, ચર્ચા ઉત્તરાખંડમાં લીડરશિપ અંગે અને આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને થઈ હતી. ભાજપ હાઈકમાન્ડ જ નથી ઈચ્છતું કે આ ચૂંટણી તીરથ સિંહ રાવતની આગેવાનીમાં લડવામાં આવે. ઉત્તરાખંડના દિગ્ગજ ભાજપના નેતાઓ પણ આ વાતના પક્ષમાં નથી.

શું મુખ્યમંત્રી બદલી શકે છે ભાજપ?
ભાજપની પરેશાની એ છે કે ચૂંટણીથી ઠીક પહેલાં મુખ્યમંત્રી બદલવાથી પાર્ટીની ઈમેજ બગડી શકે છે, તો બીજી તરફ ભાજપ ચૂંટણી હારવાનું જોખમ પણ ન લઈ શકે. આ પહેલાં પણ 2012માં ભાજપે ચૂંટણીથી ઠીક પહેલાં રમેશ પોખરિયાલ નિશંકને હટાવીને બીસી ખંડુરીને ચીફ મિનિસ્ટર બનાવ્યા હતા, જોકે ભાજપ ત્યારે ચૂંટણી હારી ગયું હતું.

તેમના રાજનીતિક વિચારોને જોઈને લાગે છે કે ભાજપ આ વખતે પણ ટૂંક સમયમાં જ CMનો ચહેરો બદલી શકે છે. સૂત્રોએ ઉત્તરાખંડના વરિષ્ઠ ભાજપના નેતાનું નામ લીધા વગર કહ્યું હતું કે તેમણે પાર્ટી હાઈકમાન્ડની સામે એમ કહ્યું હતું કે ધારાસભ્યો તેમની સાથે જ છે. એવામાં પાર્ટી નેતાઓ વચ્ચે મતભેદની સાથે ચૂંટણીમાં ઊતરવાનું રિસ્ક નહીં લે.

હવે તીરથ સિંહ રાવતની સામે બંધારણીય સમસ્યા શું છે?
ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યા બાદ તીરથ સિંહ રાવતને 10 માર્ચના રોજ ઉત્તરાખંડની કમાન સોંપવામાં આવી. હવે બંધારણ મુજબ, પૌડી ગઢવાલથી ભાજપના સાંસદ તીરથને 6 મહિનાની અંદર વિધાનસભા પેટાચૂંટણી જીતવી જરૂરી છે, ત્યારે જ તેઓ CMપદે યથાવત્ રહી શકે, એટલે કે 10 સપ્ટેમ્બર પહેલાં તેમણે બેઠક જીતવી પડશે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તીરથ સિંહ ગંગોત્રીથી ચૂંટણી લડી શકે છે. આમઆદમી પાર્ટીએ તો અહીં તેમની વિરુદ્ધ પોતાના કેન્ડિડેટ કર્નલ અજય કોઠિયાલને ઊભા રાખ્યા છે.

વિધાનસભા ચૂંટણીને લઈને શું સ્થિતિ છે?
સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ પેટાચૂંટણીને લઈને હાલ પણ ચૂંટણીપંચે કોઈ નિર્ણય લીધો નથી. સૂત્રનું માનવું છે કે ચૂંટણી કોરોના સંક્રમણની સ્થિતિ પર નિર્ભર છે. જોકે હાલ એના માટે તીરથ સિંહ રાવતની પાસે લગભગ બે મહિના જેટલો સમય છે.

શું તીરથ સિંહ રાવતની પાસે બીજો કોઈ રસ્તો છે?
ઉત્તરાખંડમાં હાલ ગંગોત્રી અને હલ્દ્વાની સીટ ખાલી છે. રિપોર્ટ્સ મુજબ, તીરથને ગંગોત્રીથી ચૂંટણી લડાવવામાં આવી શકે છે, પરંતુ તીરથ સિંહના મનમાં પૌઢી ગઢવાલ છે. તેઓ અહીંથી ચૂંટણી લડવા માગે છે અને ત્યાંના ધારાસભ્યએ પણ એમ કહ્યું છે કે તેઓ સીટ ખાલી કરવા તૈયાર છે. હજુ સમય પણ છે, પરંતુ કોરોનાની સ્થિતિને જોતાં ચૂંટણી થશે કે નહીં એ અંગે સવાલ છે.

આ ઉપરાંત પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ 1951 મુજબ, જો વિધાનસભાનો કાર્યકાળ એક વર્ષથી ઓછો વધ્યો છે કે પછી ઈલેક્શન કમિશન કેન્દ્રને એમ જણાવી દે કે આટલા સમયમાં ચૂંટણી કરાવવી મુશ્કેલ છે, તો એવામાં પેટાચૂંટણી પણ ન કરાવી શકાય. આ એક્ટ અંતર્ગત ચૂંટણીપંચની પાસે જ આ અધિકાર છે કે ચૂંટણી જરૂરિયાત છે કે નહીં. 1999માં ઓડિશાના મુખ્યમંત્રી ગિરધર ગમાંગ હતા. ત્યારે પણ વિધાનસભાનો કાર્યકાળ એક વર્ષથી ઓછો વધ્યો હતો, પરંતુ ચૂંટણીપંચે ત્યારે પેટાચૂંટણી કરાવી હતી.

શું ચૂંટણીપંચને પણ કોઈ સમસ્યા છે?
હાલ દેશમાં 25 વિધાનસભા, 3 લોકસભા અને 1 રાજ્યસભાની સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે, જેમાંથી 6 ઉત્તરપ્રદેશની વિધાનસભા સીટ ખાલી છે. ચૂંટણીપંચે કહ્યું હતું કે અમે કોવિડને કારણે ચૂંટણી નથી કરાવી શકતા. એવામાં જો એક સીટ માટે ઉત્તરાખંડમાં પેટાચૂંટણી કરાવવામાં આવે તો સવાલ ઊભા થશે જ એ સ્વાભાવિક છે.

કોંગ્રેસ કેમ કહે છે કે પેટાચૂંટણી ન થઈ શકે?
ઉત્તરાખંડના કોંગ્રેસના નેતા નવપ્રભાતે પણ પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટનો હવાલો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે વિધાનસભા ચૂંટણી એક વર્ષની અંદર યોજાવાની છે તો પેટાચૂંટણી ન કરાવી શકાય. એવામાં ભાજપની પાસે મુખ્યમંત્રીને બદલવા સિવાય બીજો કોઈ જ રસ્તો પણ નથી. તેમણે કહ્યું હતું કે આ ભાજપનો પોતાનો મામલો છે અને હું આ મુદ્દે કોઈ જ કોમેન્ટ કરવા નથી માગતો, પરંતુ તીરથ સિંહ રાવત દિલ્હી અચાનક જ ગયા છે.

તીરથ સિંહ રાવતે અચાનક દિલ્હી જવા અંગે શું કહ્યું?
તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે રામનગરમાં થયેલા બ્રેનસ્ટોર્મિંગ સેશન પછી હું હાઈકમાન્ડને મળવા ગયો હતો. આ મુદ્દે વાતચીત પણ થઈ છે. પેટાચૂંટણીના મુદ્દે થયેલા સવાલ પર તેમણે કહ્યું હતું કે આ મુદ્દે પાર્ટીની લીડરશિપ જ નિર્ણય કરશે.

ઈન્સ્ટ્રેટિંગ ફેક્ટ્સ....
1. ઉત્તરાખંડે 20 વર્ષના ઈતિહાસમાં 8 મુખ્યમંત્રી જોયા. એકલા નારાયણ દત્ત તિવારી જેવા CMએ જ પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. એનડી તિવારી 2002થી 2007 સુધી મુખ્યમંત્રી રહ્યા.

2. બંધારણના આર્ટિકલ 164 જણાવે છે કે તમે ગૃહના સભ્ય બન્યા વગર મંત્રી કે મુખ્યમંત્રી બની શકો છે. 6 મહિનામાં ગૃહનું સભ્યપદ લેવું જરૂરી છે. એ બાદ 1995માં પંજાબ સરકારમાં તેજપ્રકાશ મંત્રી બન્યા, પરંતુ 6 મહિનામાં વિધાનસભામાં સભ્યપદ ન લઈ શક્યા તો તેમણે રાજીનામું આપવું પડ્યું અને થોડા સમય બાદ તેમણે ફરી મંત્રીપદના શપથ લીધા. એ બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને કોર્ટે કહ્યું કે આર્ટિકલ 164નો ખોટો ઉપયોગ તયો છે અને તમે આવું ન કરી શકો.

3. ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતની સામે આ મુશ્કેલી એટલા માટે છે, કેમ કે અહીં વિધાન પરિષદ નથી. ઉદ્ધવ ઠાકરે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ ધારાસભ્ય ન હતા. તેઓ વિધાન પરિષદમાંથી નોમિનેટ થઈને ગૃહના સભ્ય બન્યા. તીરથ સિંહ જેવી જ મુશ્કેલી મમતા બેનર્જીની પણ છે. તેઓ પણ ધારાસભ્ય નથી, તેમણે પણ નવેમ્બર પહેલાં વિધાનસભાના સભ્ય બનવું પડશે.

અન્ય સમાચારો પણ છે...