તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર મહિનાની 'તીરથયાત્રા':CM તરીકે રાવતનાં અનેક નિવેદનો પર વિવાદ થયા હતા; ફાટેલા જીન્સ મુદ્દે મહિલાઓને નિશાન બનાવી, મોદીની તુલના રામ સાથે કરી હતી

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકાળ માત્ર ચાર મહિના, પણ વિવાદાસ્પદ નિવેદનોથી હંમેશાં ચર્ચામાં રહ્યા
  • મહિલાઓ પરના વિવાદાસ્પદ નિવેદન અંગે ટ્વિટર પર તેમની વિરુદ્ધ #RIPPEDJEANS ચાલ્યું હતું

ઉત્તરાખંડના રાજકારણને લઈને પાછલા 3 દિવસના સસ્પેન્સનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી તીરથ સિંહે શુક્રવારની રાતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને તેમનું રાજીનામું સોપ્યું હતું. તેઓ 115 દિવસ જ CM રહી શક્યા, પરંતુ આટલા ટૂંકા કાર્યકાળમાં તેમનાં વિવાદાસ્પદ નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહ્યા. જ્યારે જ્યારે વિવાદ વધ્યો ત્યારે ત્યારે તમને માફી પણ માગવી પડી છે. વાંચો 4 મહિનામાં તીરથનાં 5 વિવાદાસ્પદ નિવેદનો.

3 માર્ચ
તીરથ સિંહ રાવતે દેહરાદૂનમાં એક વર્કશોપમાં મહિલાઓના ફાટેલા જીન્સની ફેશન પ્રત્યે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'આજકાલની સ્ત્રીઓ પણ ફાટેલા જીન્સ પહેરે છે, તેમના ઘૂંટણ પણ દેખાય છે, આ કેવા સંસ્કાર છે? આ સંસ્કાર ક્યાંથી આવી રહ્યા છે? આનાથી બાળકો શું શીખી રહ્યાં છે? અને સ્ત્રીઓ સમાજને શું સંદેશ આપી રહી છે?

તીરથના આ નિવેદન પર બોલિવૂડ અને રાજકીય હસ્તીઓએ વાંધો ઉઠાવ્યો હતો. ધમાલ એટલી વધી ગઈ કે ત્રણ દિવસ પછી તીરથને માફી માગવી પડી અને સ્પષ્ટ કરવું પડ્યું કે તેમનું નિવેદન સંસ્કારો વિશે હતું. જો કોઈએ ફાટેલા જીન્સ પહેરવા હોય તો પહેરો. જો તેના નિવેદનથી કોઈનું હૃદય દુભાય છે, તો તે એના માટે માફી માગે છે.

15 માર્ચ
તીરથ સિંહ રાવતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન રામ સાથે કરી. હરિદ્વારમાં નેત્રકુંભનું ઉદઘાટન કરતાં તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં આપણે નરેન્દ્ર મોદીને રામ ભગવાનની જેમ માનવા લાગીશું. કોંગ્રેસે તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.

ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હરીશ રાવતે કહ્યું હતું કે 'આ હાસ્યાસ્પદ નિવેદન છે, આ આપણી ધાર્મિકતાનું અપમાન છે. રામ અને ક્રૃષ્ણ, જેમને આપણા વેદોમાં ભગવાનનું સ્વરૂપ મનાય છે, આ એનું પણ અપમાન છે. મોદીજી પણ આ નિવેદનને પસંદ નહી કરે કે તેમને કોઈ ભગવાનનો અંશ કહે'.

21 માર્ચ
ઉત્તરાખંડના રામનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તીરથ સિંહે નિવેદન આપતાં કહ્યું હતું કે જે લોકોએ લોકડાઉનમાં વધારે બાળકો પેદાં કર્યાં છે તેમને સરકાર તરફથી વધારે રાશન નથી મળ્યું. એ જ સમયે, બીજા નિવેદનમાં રાવતે કહ્યું હતું કે ભારતને 200 વર્ષથી અમેરિકાએ ગુલામ બનાવ્યું હતું. તીરથ અહીં બ્રિટનને બદલે અમેરિકા બોલી ઊઠ્યા હતા.

14 એપ્રિલ
તીરથ સિંહ રાવતે આ વખતે કુંભમેળા અને કોરોના વિશે વાહિયાત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે માતા ગંગાની કૃપાથી કુંભમેળામાં કોરોના ફેલાશે નહીં, સાથે એવું પણ કહેવામાં આવ્યું કે કુંભ અને મરકઝની તુલના કરવી ખોટી છે. રાવત મુજબ, કોરોના ગયા વર્ષે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝથી ફેલાઈ હતી, કારણ કે ત્યાં દરેક જણ એક બંધ રૂમમાં હતા, જ્યારે હરિદ્વારમાં કુંભમેળાનોવિસ્તાર નીલકંઠ અને દેવપ્રયાગ સુધી ખુલ્લા વાતાવરણમાં છે.

અન્ય સમાચારો પણ છે...