ઉત્તરાખંડમાં ભાજપે મુખ્યમંત્રી બદલ્યા:RSSના પ્રાંત પ્રચારક રહેલા તીરથ સિંહ રાવતે CM પદના શપથ લીધા, કહ્યું- મેં આટલી મોટી જવાબદારીની ક્યારેય કલ્પના કરી ન હતી

દેહરાદૂન7 મહિનો પહેલા
  • ઉત્તરાખંડમાં છેલ્લા 3-4 વર્ષથી ચાલી રહેલો રાજકીય ડ્રામા બુધવારે પુરો થયો

ઉત્તરાખંડમાં છેલ્લા 3-4 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો બુધવારે અંત આવ્યા છે. પૌડી લોકસભા સીટથી સાંસદ અને RSSના પ્રાંત પ્રચારક રહેલા તીરથ સિંહ રાવતને રાજ્યના નવા મુખ્યમંત્રી ચૂટવામાં આવ્યા છે. દેહરાદૂનમાં થયેલી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મુહર લાગી છે. એક દિવસ પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપનાર ત્રિવેન્દ્ર સિંહ રાવતે જ મીટિંગમાં તીરથ સિંહના નામનો પ્રસ્તાવ મૂક્યો. પછીથી તેમણે જ તીરથના નામની પણ જાહેરાત કરી. તીરથ થોડીવારમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.

જનતાના વિશ્વાસ પર ખરો ઉતરવાની કોશિશ કરીશઃ તીરથ
ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી તીરથ સિંહ રાવતે કહ્યું કે હું કેન્દ્રીય નેતૃત્વને ધન્યવાદ આપવા માંગીશ, જેમણે મને આ જવાબદારી સોંપી છે. હું ગામડામાંથી આવેલો એક નાનો કાર્યકર છું. મેં આ વાતની ક્યારેય કલ્પના પણ કરી નથી. જનતાના વિશ્વાસ પર ખરો ઉતરવાની કોશિશ કરીશ. અત્યાર સુધીમાં મુખ્યમંત્રીજીએ રાજ્ય માટે જે કામ કર્યું છે, તેને અમે આગળ વધારીશું.

ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી તીરથ સિંહે રાજ્યપાલ બેબી રાની મોર્યા સાથે મુલાકાત કરી.
ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી તીરથ સિંહે રાજ્યપાલ બેબી રાની મોર્યા સાથે મુલાકાત કરી.

અટલીજી પાસેથી પ્રેરણા લઈને આગળ વધ્યાઃ રાવત
તેમણે કહ્યું કે તેઓ સંઘ માટે કામ કરતા હતા. ક્યારેય પણ રાજકારણમાં આવવાનું વિચાર્યું ન હતું. પછીથી અટલ બિહારી વાજપેયી પાસેથી પ્રેરણા લઈને આગળ વધ્યો. તેમણે કહ્યું કે તેઓ ત્રિવેન્દ્ર સિંહ રાવતની સાથે લાંબા સમય સુધી કામ કરતા રહ્યાં છે, પહેલા સંઘમાં પ્રચારક તરીકે પણ કામ કર્યું અને તે પછી પાર્ટી અને સરકારના સ્તર પર સાથે કામ કર્યું છે. હાલ પણ તે તેમના માર્ગદર્શનમાં આગળ કામ કરતા રહેશે.

એક દિવસ પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપનાર ત્રિવેન્દ્ર સિંહ રાવતે જ મીટિંગમાં તીરથના નામનો પ્રસ્તાવ મૂક્યો.
એક દિવસ પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપનાર ત્રિવેન્દ્ર સિંહ રાવતે જ મીટિંગમાં તીરથના નામનો પ્રસ્તાવ મૂક્યો.

કોણ છે તીરથ સિંહ?
તીરથ સિંહ રાવત 9 ફેબ્રુઆરી 2013થી 31 ડિસેમ્બર 2015 સુધી ઉત્તરાખંડ ભાજપના ચીફ રહ્યાં છે. આ પહેલા ચૌબટખલ વિધાનસભા થી 2012થી 2017માં જીત્યા હતા. હાલમાં તે ભાજપના નેશનલ સેક્રટરી છે. તેમનો જન્મ પૌડી ગઢવાલ જિલ્લામાં થયો હતો. આ પહેલા ઉત્તરપ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ રહ્યાં છે. 1997માં યુપીથી ધારાસભ્ય પણ રહ્યાં છે. તે ઉત્તરાખંડના પ્રથમ શિક્ષામંત્રી રહ્યાં છે. વર્તમાનમાં તેે પૌડી લોકસભા સીટમાંથી સાંસદ છે.

રાવતે કહ્યું- હું 4 વર્ષ CM રહ્યો, હવે બીજા કોઈને તક મળે
રાજીનામુ આપ્યા પછી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપે નાના ગામના કાર્યકર્તાઓનું મોટું સમ્માન આપ્યું. 4 વર્ષ મને સેવા કરવાની તક આપી છે. પાર્ટીએ સામુહિક રૂપથી નિર્ણય લીધો છે કે મારે હવે બીજા કોઈને તક આપવી જોઈએ.

કોંગ્રેસે કહ્યું- સરકાર કામ કરી રહી ન હતી
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવતે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પણ માન્યું છે કે હાલની સરકાર કઈ કરી શકી નથી. હવે હું રાજ્યમાં સત્તામાં ફેરફાર દેખી રહ્યો છું. કોઈ ફરક નથી પડતો કે કોને લાવીશું. 2022માં ભાજપ સત્તામાં આવવાની નથી.

પાર્ટીના ધારાસભ્યોએ કર્યો હતો રાવતનો વિરોધ
પાર્ટીના નારાજ ગ્રુપનું કહેવું હતું કે જો ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી રહ્યાં તો આગામી વર્ષે થનારા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. એટલે સુધી કે પાર્ટી સત્તામાંથી બહાર પણ થઈ શકે છે. પાર્ટીના સુપરવાઈઝરે 6 ફેબ્રુઆરીએ દેહરાદુન જઈને પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કરી હતી. 7 ફેબ્રુઆરીએ બંને દિલ્હી પરત આવ્યા હતા અને પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્યક્ષને આપ્યો હતો.