તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • It Is Necessary To Hold The Government Accountable For Failing To Control The Situation, Worry About Saving The Lives Of More People Than Its Own Image

કોરોના પર અનુપમનો મત:સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહેલી સરકારને જવાબદાર ઠેરવવી જરૂરી, હાલ પોતાની ઇમેજથી વધુ લોકોના જીવ બચાવવાની ચિંતા કરો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમે એ માણસને કઈ રીતે આશ્વાસન આપશો, જેમની પોતાની કોઈ વ્યક્તિ ઓક્સિજન, દવા કે સારવાર ન મળવાને કારણે ગુજરી ગઈ છેઃ અનુપમ ખેર

કોરોનાની બીજી લહેરે દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓની વાસ્તવિકતાને ઉજાગર કરી દીધી છે. મોટા ભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનાર ફિલ્મ-એક્ટર અનુપમ ખેરે પ્રથમ વખત કોરોના સંકટમાંથી ઉગરવામાં નિષ્ફળ રહેવા બદલ સરકારની ટીકા કરી છે. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે સરકારે આ વખતે નિશ્ચિત રીતે ભૂલ કરી છે અને એ બદલ તેને જવાબદાર ઠેરવવી જરૂરી છે.

નેશનલ અવૉર્ડ વિનર એક્ટર અનુપમ ખેરે કહ્યું હતું કે તેમના(મોદીસરકાર) માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે જિંદગીમાં ઈમેજ બિલ્ડિંગ સિવાય બીજું ઘણું છે. વાંચો આ ઈન્ટરવ્યુના સિલેક્ટેડ અંશ...

સવાલઃ જેઓ પોતાની બીમારીથી નહિ, પરંતુ યોગ્ય સમયે યોગ્ય સારવાર અને મેડિકલ હેલ્પ ન મળવાને કારણે જીવ ગુમાવી બેઠા છે, તેમને તમે કઈ રીતે આશ્વાસન આપશો?
અનુપમ ખેરઃ તમે એ માણસને કઈ રીતે આશ્વાસન આપશો, જેની પોતાની કોઈ વ્યક્તિ ઓક્સિજન, દવા કે સારવાર ન મળવાને કારણે ગુજરી ગઈ છે. તમે તેને કઈ રીતે સમજાવશો. આવા સમયે ગુસ્સો આવવો, દુઃખી થવું એ સ્વાભાવિક છે. આવું થવું પણ જોઈએ.
સવાલઃ ઘણી જગ્યાએ બેડની અછતને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે, ઓક્સિજન ન મળવાને કારણે પણ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, કેટલીક જગ્યાએ નદીઓમાં લાશ વહે છે...શું સરકારને એવામાં પોતાની ઈમેજને મેનેજ કરવાની જગ્યાએ લોકોની મદદ પર ધ્યાન ન આપવું જોઈએ?
અનુપમ ખેરઃ કોઈ અમાનવીય શખ્સ જ એનાથી પ્રભાવિત નહિ થાય. ઘણા મામલાઓમાં આલોચન યોગ્ય હોય છે. સરકારની ભૂલ થઈ છે અને એના માટે તેને જવાબદાર ઠેરવવી જરૂરી છે. સરકારે હાલ એ લોકો માટે કામ કરવું જોઈએ, જેમણે તેને ચૂંટી છે. જોકે મને લાગે છે કે કોઈ બીજી પાર્ટીનો તેણે પોતાના ફાયદા માટે ઉપયોગ ન કરવો જોઈએ.
સવાલઃ એવી સ્થિતિમાં જ્યારે લોકો હારી રહ્યા છે, પોતાનાઓને ગુમાવી રહ્યા છે અને ક્યાંય આશા નથી તો લોકો શું કરી શકે છે?
અનુપમ ખેરઃ આ સ્થિતિમાં દુઃખ, ગુસ્સો આવે છે. આ બધું છતાં એ વિચારવું જોઈએ કે આપણે કોઈ બીજાને મદદ કરવી જોઈએ. હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે. સૌનિકની જેમ મુકાબલો કરવો જોઈએ. જીવનને આગળ ચલાવવાનું છે.

ફરી સવારે સૂર્ય તો ઊગે છે, વરસાદ પડે છે, મોસમ બદલાય છે, જીવન ચાલતું રહેવું જોઈએ. તકલીફ છે, દુઃખ છે, હેરાનગતિ છે, ગુસ્સો છે, ફ્રસ્ટ્રેશન છે. આ બધું તો રહેવાનું જ.

થોડા દિવસો પહેલાં કહ્યું હતું- આવશે તો મોદી જ
થોડા દિવસો પહેલાં અનુપમ ખેરનું એક ટ્વીટ ઘણું ચર્ચામાં રહ્યું. સિનિયર જર્નલિસ્ટ શેખર ગુપ્તાએ કોરાનાને પગલે સર્જાયેલી સ્થિતિને કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ રહેલી સરકારની ટીકા કરી હતી. એના જવાબમાં અનુપમ ખેરે કહ્યું હતું કે સરકારની ટીકા જરૂરી છે, પરંતુ તેની સાથે જોડાવવું એ આપણા બધાની જવાબદારી છે. ગભરાશો નહિ, આવશે તો મોદી જ. આ જવાબ પછી ઘણા લોકોએ અનુપમ ખેરની ઝાટકણી કાઢી હતી.