• Gujarati News
  • National
  • Tiket Said The Peasant Movement With Full Strength Will Continue Till Its Time; The Next Strategy Will Be Decided In Lucknow Tomorrow

રાકેશ ટિકેતનું ઈન્ટરવ્યૂ:ટિકેતે કહ્યું- સંપૂર્ણ તાકાત સાથે ખેડૂત આંદોલન તેના સમય સુધી ચાલતું રહેશે; આવતીકાલે લખનઉમાં નક્કી થશે આગળની રણનીતિ

7 દિવસ પહેલા
  • લખનઉની મહાપંચાયત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી
  • રાકેશ ટિકેતે કહ્યું- હજી સુધી લેખિતમાં કશું જ થયું નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હોય, પરંતુ ખેડૂતો હજી પણ પોતાના ખેતરો તરફ પરત ફરવાના મૂડમાં નથી. આવતીકાલે એટલે કે 22 નવેમ્બરે લખનઉમાં સંયુક્ત કિસાન મોરચા (SKM)ની મહાપંચાયત મળશે. તેમાં દેશભરના ખેડૂતો અને તેમના નેતાઓ હાજરી આપશે. 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં મળેલી મહાપંચાયત બાદ આ બીજી મોટી મહાપંચાયત કહેવામા આવી રહી છે.

હવે ખેડૂત નેતા ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) અને વીજળી સંશોધન બિલ પર કેન્દ્ર સરકારનો કઈ રીતે ઘેરાવ કરાય, આ બાબતે આંદોલન આગળ લઈ જણાવી તૈયારીઓ ચાલી રહી છે. માટે લખનઉની મહાપંચાયત મહત્વની માનવામાં આવી રહી છે. આજે જ વેસ્ટ યુપીથી ખેડૂતો લખનઉ જવા માટે કૂચ કરશે. ભારતીય કિસાન યુનિયનના પ્રવકતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે હજી ખેડૂત આંદોલન ચાલુ જ રહેશે, લખનઉમાં 22 નવેમ્બરે નક્કી કરવામાં આવશે કે આગળની રણનીતિ શું છે?

કૃષિ કાયદાની સામે ખેડૂતોની લડાઈ 14 મહીનાથી ચાલી રહી છે. ખેડૂતો એક વર્ષથી દિલ્હીની સરહદ પર બેઠેલા છે.
કૃષિ કાયદાની સામે ખેડૂતોની લડાઈ 14 મહીનાથી ચાલી રહી છે. ખેડૂતો એક વર્ષથી દિલ્હીની સરહદ પર બેઠેલા છે.

ભાસ્કરે રાકેશ ટિકેત સાથે વાતચીત કરી હતી, તેમણે પોતાની પ્રતિક્રિયા જણાવી હતી.

સવાલ: કૃષિ કાયદા પરત લેવાયા ત્યારે હવે આંદોલન કેમ?
વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. દેશભરના ખેડૂતો જે લડાઇ લડી રહ્યા છે તે હજી ચાલુ જ છે. લેખિતમાં કશું જ થયું નથી. ખેડૂતો એમ જ હટી જવાના નથી. હજી લડાઈ લાંબી છે.

સવાલ: હવે લખનઉની શું તૈયારીઓ છે?
લખનઉ માટે સમગ્ર તૈયારી છે. લખનઉમાં જ નક્કી થશે કે આગળની રણનીતિ શું છે. સંયુક્ત કિસાન મોરચો જે પણ નિર્ણય લેશે તે મુજબ આગળની લડાઈ લડવામાં આવશે. લખનઉમાં તમામ જગ્યાના લોકો કિસાન મહાપંચયાતમાં સામેલ થશે.

સવાલ: ખેડૂત આંદોલનની આગળની શું સ્થિતિ છે?
ખેડૂત આંદોલન ચાલતું જ રહેશે. આ કાયદા સંસદમાં સમાપ્ત થશે, ત્યાર બાદ આંદોલન બાબતે નિર્ણય નક્કી કરાશે. ખેડૂત આંદોલન ચાલતું રહેશે, સંપૂર્ણ તાકાત સાથે. દેશ આંદોલનમાં સાથે છે.

સવાલ: ખેડૂત આંદોલનમાં આગળ મહત્વપૂર્ણ શું છે?
ખેડૂતા આંદોલનમાં હજી બધુ જ મહત્વપૂર્ણ છે. MSP પર વાતચીત કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચો જે પણ નિર્ણય લેશે તેના આધારે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ખેડૂતોના ઘણા મુદ્દાઓ છે, જેમાં માટે આંદોલન ચાલુ રહેશે.

22 નવેમ્બરે સંપૂર્ણ તાકાત બતાવવાની તૈયારીમાં
કૃષિ કાયદાની સામે ખેડૂતોની લડાઈ 14 મહિનાથી ચાલી રહી છે. ખેડૂતો એક વર્ષથી દિલ્હીની સરહદો પર બેઠેલા છે. 19 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કૃષિ કાયદા બાબતે અમે કેટલાક લોકોને સમજાવી શક્યા નથી. માટે હવે અમે આ કાયદા પરત લઈએ છીએ. તે છતાં ખેડૂતોનું ખેડૂત આંદોલન ચાલુ છે. હવે 22 નવેમ્બરે લખનઉમાં ઇકો ગાર્ડન (જુની જેલ) બંગલા બજારમાં ખેડૂત મહાપંચાયતની તૈયારીઓ ચાલી રહી છે. તેમાં સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ કિસાન મહાપંચાયત મળશે. તેમાં કિસાન સંગઠનોના નેતા, BKUના નેતાઓ પણ સામેલ થશે.

આ મહાપંચાયત માટે લખનઉ અને તેની આસપાસના જિલ્લાઓના ખેડૂતો ઉપરની વેસ્ટ યુપીના ખેડૂતો પણ સામેલ થશે. જેમાં મેરઠ, મુઝફ્ફરપુર, શામલી, બાગપત, બુલંદ શહેર, મુરાદાબાદ, બરેલી, રામપુર, પીલીભીત અને અન્ય જિલ્લાઓના ખેડૂતો પહોંચશે. આ માટે ભારતીય કિસાન યુનિયનના તમામ જિલ્લાના જિલ્લા અધ્યક્ષોને જવાબદારી આપવામાં આવી છે કે વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો લખનઉ પહોંચે.

અન્ય સમાચારો પણ છે...