તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ ભોગવવા પડશે:ટિકૈતની ધમકીઃ 4 લાખ ટ્રેક્ટર, 25 લાખ આંદોલનકારી તૈયાર

નવી દિલ્હી / લખનઉ / ચંદીગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત આંદોલનને 7 મહિના પૂરા, દિલ્હીમાં ફરી ‘ટેન્શન’
  • પંજાબ, હરિયાણા, યુપીના ખેડૂતો દિલ્હી પહોંચવા લાગ્યા
  • ખેડૂત નેતા ધનખડે કહ્યું- હવે ગુજરાતમાં પણ આંદોલન થશે

કેન્દ્ર સરકારના 3 નવા કૃષિકાયદા વિરુદ્ધ આંદોલનને શનિવારે 7 મહિના પૂરાં થઈ ગયા. પોલીસે ખેડૂતોની કૂચની આશંકાને ધ્યાનમાં રાખી દિલ્હી સરહદે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. શનિવારે 3 મેટ્રો રેલવે સ્ટેશન બંધ કરી દેવાયાં હતાં. ખરેખર પશ્ચિમ ઉત્તરપ્રદેશના હજારો ખેડૂતો દિલ્હીની ગાઝીપુર સરહદે આંદોલન માટે ઉમટી રહ્યાં છે.

તેનું નેતૃત્વ બીકેયુના વરિષ્ઠ નેતા રાકેશ ટિકૈત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 4 લાખ ટ્રેક્ટર અને 25 લાખ આંદોલનકારી દિલ્હીને ઘેરવા તૈયાર છે. દિલ્હીની બે સરહદ ટીકરી અને ગાઝીપુરમાં ખેડૂતોએ ધામા નાખી દીધા છે. બીકેયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે અમે અમારી માગ પર અડગ છીએ. કેન્દ્ર ત્રણેય નવા કૃષિ કાયદા રદ કરે. આંદોલનમાં આશરે 40 સંગઠનો સામેલ છે. હરિયાણાના પંચકૂલામાં સેંકડો ખેડૂતોએ કૂચ યોજી હતી. તેમણે ચંદીગઢમાં રાજ્યપાલના આવાસને ઘેરી લીધો હતો. જ્યારે એવી અફવા ફેલાવાઈ હતી કે રાકેશ ટિકૈતની ધરપકડ કરી લેવાઈ છે. તેના પર પોલીસે તેને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા. ખેડૂત આંદોલનને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ટેકો આપ્યો હતો.

ઉત્તરપ્રદેશ : સંયુક્ત કિસાન મોરચાના નેતા ગુરનામ સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર હવે નહીં જાગે તો આગામી યુપી અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં તેનાં પરિણામ ભોગવવા પડશે. અમે જેવી પ.બંગાળમાં ભાજપને હરાવવા અપીલ કરી હતી તેવી જ યુપી અને ઉત્તરાખંડમાં પણ કરીશું.

હરિયાણા : સંયુક્ત કિસાન મોરચાના નેતા પ્રદીપ ધનખડે કહ્યું કે અમે હરિયણામાં આગળની રણનીતિ માટે બેઠક કરી છે. હવે રાજસ્થાન અને ગુજરાતમાં પણ આંદોલન ઉગ્ર બનાવીશું. ધનખડે આરોપ મૂક્યો કે હરિયાણામાં ખેડૂતોની એકતા તોડવા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે.