સત્યેન્દ્ર જૈનને મસાજ કરનારો નીકળ્યો બળાત્કારી:તિહારના અધિકારીએ કહ્યું- તે ફિઝિયોથેરપિસ્ટ નથી, ગયા વર્ષે POCSO હેઠળ ધરપકડ કરાઈ હતી

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેટલાક વીડિયો 19 નવેમ્બરના રોજ સામે આવ્યા હતા, જેમાં સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં મસાજ કરાવતા જોવા મળ્યા હતા. - Divya Bhaskar
કેટલાક વીડિયો 19 નવેમ્બરના રોજ સામે આવ્યા હતા, જેમાં સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં મસાજ કરાવતા જોવા મળ્યા હતા.

તિહાર જેલમાં સજા ભોગવી રહેલા દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન જે વ્યક્તિ પાસેથી મસાજ કરાવી રહ્યા હતા તે બળાત્કારી છે. જેલમાં મસાજનો વીડિયો સામે આવ્યા બાદ ભાજપે આમ આદમી પાર્ટી (AAP) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સવાલ ઉઠાવ્યા હતા. એ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જૈનની તબિયત ખરાબ છે અને તેમને ફિઝિયોથેરપી આપવામાં આવી રહી છે.

એક ન્યૂઝ એજન્સીએ તિહારના ંસત્તાવાર સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે જૈનને મસાજ આપનારી વ્યક્તિ પર POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની એક વર્ષ પહેલાં ધરપકડ કરાઈ હતી. તે ફિઝિયોથેરપિસ્ટ નથી.

સત્યેન્દ્ર જૈનના રૂમમાં ટીવી પણ લગાવવામાં આવ્યું છે. તમે લાલ વર્તુળમાં ટીવી અને રિમોટ જોઈ શકો છો.
સત્યેન્દ્ર જૈનના રૂમમાં ટીવી પણ લગાવવામાં આવ્યું છે. તમે લાલ વર્તુળમાં ટીવી અને રિમોટ જોઈ શકો છો.

આ મુદ્દો સામે આવ્યા બાદ ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું - 'તે ફિઝિયોથેરપિસ્ટ ન હતો. સત્યેન્દ્ર જૈનને મસાજ આપનારો બળાત્કારી હતો. શોકિંગ. કેજરીવાલે જવાબ આપવો જોઈએ કે તેમણે સત્યેન્દ્ર જૈનનો બચાવ કેમ કર્યો અને ફિઝિયોથેરપિસ્ટનું અપમાન કર્યું.'

ત્રણ દિવસ પહેલાં શહજાદ પૂનાવાલાએ કેટલાક વીડિયો શેર કર્યા હતા, જેમાં સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા જોવા મળ્યા હતા.

સિસોદિયાએ કહ્યું- બીમારીની મજાક ઉડાવવી શરમજનક
આ વીડિયો સામે આવ્યા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તરત જ સત્યેન્દ્ર જૈનના પક્ષમાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જૈન બીમાર છે અને ડોક્ટરોની સલાહ પર ફિઝિયોથેરપી લઈ રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે તિહારના વીડિયો લીક થઈને ભાજપ સુધી કેવી રીતે પહોંચ્યો તેમજ જૈનની બીમારીની મજાક ઉડાવવી શરમજનક ગણાવ્યું હતું.

વીડિયોમાં મસાજ કરતા જોવા મળેલો રિંકુ, POCSO એક્ટની કલમ 6 અને IPCની કલમ 376, 506 અને 509 હેઠળ સજા ભોગવી રહ્યો છે.
વીડિયોમાં મસાજ કરતા જોવા મળેલો રિંકુ, POCSO એક્ટની કલમ 6 અને IPCની કલમ 376, 506 અને 509 હેઠળ સજા ભોગવી રહ્યો છે.

ફિઝિયોથેરપિસ્ટ એસોસિયેશને વિરોધ કર્યો
સિસોદિયાના નિવેદનનો ઈન્ડિયન એસોસિયેશન ઓફ ફિઝિયોથેરપિસ્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એસોસિયેશનના પ્રમુખે કહ્યું હતું કે "એક પ્રોફેસર તરીકે હું કહી શકું છું કે વીડિયોમાં દેખાડવામાં આવેલી મસાજ ફિઝિયોથેરપી નથી. ઘણા ફિઝિયોથેરપિસ્ટ દેશભરની જેલમાં કાર્યરત છે, પરંતુ આ થેરપીને બદનામ કરવાની રીત છે. અમે આ પ્રકારના મસાજને ફિઝિયોથેરપી કહેવા પર વિરોધ કરીએ છીએ. આ માટે જવાબદાર મંત્રીએ માફી માગવી જોઈએ.

જૈનને સુવિધા આપવા પર DG અને સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા હતા
સત્યેન્દ્ર જૈનને VVIP ટ્રીટમેન્ટ આપવા બદલ તિહાર જેલના બેરેક નંબર 7ના સુપરિન્ટેન્ડેન્ટ અજિત કુમારને 14 નવેમ્બરે સસ્પેન્ડ કર્યા હતા. આના 10 દિવસ પહેલાં એટલે કે 4 નવેમ્બરે તિહારના DG સંદીપ ગોયલને હટાવીને તેની જગ્યાએ સંજય બેનીવાલને લાવવામાં આવ્યા હતા. તેના પર તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે 10 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે અન્ય કેટલાક કર્મચારીઓને પણ દૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...