• Gujarati News
  • National
  • Tiger Tries To Block Tiger's Path During Safari In Ranthambore, Tiger Also Chases After Gypsy

સફારીના નિયમોની ઐસીતૈસી:રણથંભોરમાં સફારી દરમિયાન ટાઇગરનો રસ્તો રોકવાનો પ્રયાસ, ટાઇગરે પણ જિપ્સી પાછળ દોડ લગાવી

8 દિવસ પહેલા

રણથંભોર નેશનલ પાર્કમાં સફારી દરમિયાન ટાઈગર સાઈટિંગમાં વારંવાર બેદરકારીઓ સામે આવી રહી છે. ત્યારે હવે સફારી દરમિયાન જિપ્સીથી ટાઈગરને ઘેરવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ગુરુવારે પ્રવાસીઓ પાર્કમાં સફારી કરવા આવ્યા હતા. પ્રવાસીઓએ ટાઈગર T-120ને જંગલમાંથી પસાર થતાં જોયો હતો. ત્યાર બાદ ટાઈગરને નજીકથી જોવાની લાયમાં જિપ્સીચાલકોએ ટાઈગરનો રસ્તો રોકી દીધો હતો. જિપ્સીનો અવાજ અને લોકોને જોઈને ટાઈગરે બચવાનો પ્રયાસ શરૂ કર્યો. ટાઈગર જિપ્સીની પાછળ દોડ્યો હતો અને બાજુમાં થઈને આગળ નીકળી ગયો હતો. આ પછી જિપ્સીચાલકોએ ટાઈગરની પાછળ જિપ્સી દોડાવી હતી.