તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • TIFR Report Claims: Corona Speed In Mumbai May Slow Down By June 1, Highest Death Toll In First Week Of May

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયરસ અંગે સંશોધન ​​​:TIFRના અહેવાલમાં દાવો-મુંબઈમાં 1 જૂન સુધીમાં ઓછી થઈ શકે છે કોરોનાની ઝડપ;મેના પહેલા સપ્તાહમાં સૌથી વધારે મોત નોંધાય તેવી દહેશત

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અર્થતંત્રને મજબૂતી આપવા માટે ફેબ્રુઆરી મહિનામાં કોરોનાને લગતા નિયમોને ઘણા હળવા કરવામાં આવ્યા, જેને લીધે માર્ચ મહિનામાં સ્થિતિ ઘણી બગડી ગઈ - Divya Bhaskar
અર્થતંત્રને મજબૂતી આપવા માટે ફેબ્રુઆરી મહિનામાં કોરોનાને લગતા નિયમોને ઘણા હળવા કરવામાં આવ્યા, જેને લીધે માર્ચ મહિનામાં સ્થિતિ ઘણી બગડી ગઈ
  • અહેવાલમાં કહેવામાં આવ્યું કે મુંબઈમાં લોકલ ટ્રેન મારફતે સંક્રમણ ઝડપથી ફેલાયું
  • કોરોનાનો નવો સ્ટ્રેન અગાઉના વેરિએન્ટ કરતા 2.5 ગણો વધારે સંક્રમિત જોવા મળ્યો

મહારાષ્ટ્રમાં સંક્રમણના વધી રહેલા કેસની સ્થિતિ વચ્ચે ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)ના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મુંબઈમાં 1 જૂન સુધી વાયરસથી થતા સંક્રમણની ઝડપમાં ઘટાડો આવી શકે છે. જોકે આ માટે પૂર્વશરત એ છે કે આ ગાળા દરમિયાન વાયરસનો કોઈ નવો વેરિએન્ટ સામે ન આવવો જોઈએ. આ સાથે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લોકલ ટ્રેનને લીધે મુંબઈમાં સંક્રમણમાં ઝડપથી ફેલાવો થયો છે.

આ અહેવાલ પ્રમાણે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં અહીં મોતના સૌથી ઉંચા આંકડા જોવા મળસે અને 1 જૂન સુધીમાં ઓછા થઈ સ્થિર થઈ જશે. વેક્સિનેશનની અસરની સ્થિતિનું વિશ્લેણ કરતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો આ પ્રક્રિયા સુઆયોજીત રીતે ચાલતી રહેશે એટલે કે એક મહિનામાં 15થી 20 લાખ લોકોનું વેક્સિનેશન થશે તો મૃત્યુઆંક 1લી જૂનના રોજ જાન્યુઆરી-ફેબ્રુઆરીના લેવલ પર પહોંચી જશે. જો કોઈ નવો વેરિએન્ટ સામે નહી આવે તો 1 જુલાઈથી શહેરમાં શાળાઓ ફરી ખોલી શકાશે.

2.5 ગણા વધારે સંક્રમણના નવા વેરિએન્ટ
શહેરમાં કોરોનાની બીજી લહેરના કારણને શોધવા માટે TIFRના વૈજ્ઞાનિકોએની એક ટીમની રચના કરી મૈથમેટીકલ રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિસર્ચ ટીમનું નૈતૃત્વ કરનારા TIFRના ડીન ડો.સંદીપ જુનેજાએ કહ્યું કે કોરોનાના નવા સ્ટ્રેન અગાઉના વેરિએન્ટની તુલનામાં 2.5 ગણા વધારે સંક્રામક છે. આ કારણથી જ આ વખતે સંક્રમણની ઝડપ અટકવાનું નામ લઈ રહી નથી. આ સાતે મોતના આંકડા પણ વધી રહ્યા છે.

ફેબ્રુઆરીમાં મુંબઈમાં લોકલ ટ્રેનોમાં આ પ્રકારની ભીડ જોવા મળતી હતી
ફેબ્રુઆરીમાં મુંબઈમાં લોકલ ટ્રેનોમાં આ પ્રકારની ભીડ જોવા મળતી હતી

લોકલ ટ્રેનને લીધે મુંબઈમાં ઝડપથી વાયરસ ફેલાયો
અહેવાલ પ્રમાણે સ્થાનિક ટ્રેન સેવાઓને આ વેરિએન્ટને ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ફેબ્રુઆરીમાં મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય મોટા જિલ્લામાં નવા વેરિએન્ટ સક્રિય થયા હતા. આ દરમિયાન સ્કૂલ પણ ખુલેલી હતી અને સ્થાનિક સેવાને પણ સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવામાં આવતી હતી. જેમ જેમ માર્ગો અને ટ્રેનોમાં ભીડ વધવા લાગી, તેને ઝડપથી ફેલાવવા અનુકૂળ વાતાવરણ મળવા લાગ્યું.

1 મેના રોજ મુંબઈમાં સૌથી વધારે 90 લોકોના મોત થયા
ફક્ત એપ્રિલ મહિનામાં મુંબઈમાં 2.3 લાખ લોકો સંક્રમિત થયા અને તે દરમિયાન 1479 દર્દીના મોત થયા. 1 મેના રોજ અદીં 90 દર્દીના મોત થયા, જે 24 જૂન 2020 બાદ સૌથી વધારે છે. રિસર્ચ અહેવાલ પ્રમાણે ફેબ્રુઆરીમાં અર્થતંત્રને મજબૂતી આપવા માટે કોરોનાને લગતા નિયમોમાં ઘણા હળવા બનાવી દેવામાં આવ્યા હતા. તેને લીધે માર્ચ મહિનામાં પરિસ્થિતિ ગંભીર થવાની શરૂઆત થઈ.

ભીડને લીધે મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં કોરોના ફેલાયો
નિષ્ણાતોના મતે થાણે, પુણે, નાસિક, નાગપુર અને અન્ય જિલ્લામાં પણ કોરોના મુંબઈ જેવી સ્થિતિ પેદા થતા એટલે કે જાહેર સ્થળો પર ભીડને લીધે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તે સમગ્ર મહારાષ્ટ્રમાં ઘાતક નિવડ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો