• Gujarati News
  • National
  • Tiffin Bomb Seized In Kanachak Drone, 3 Terrorists Killed In Kupwada Sopore, 2 Of Them Pakistanis

કાશ્મીરમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ:કનાચકમાં ડ્રોનને તોડીને ટિફિન બોમ્બ જપ્ત કર્યો, કુપવાડા-સોપોરમાં 3 આતંકીઓ ઠાર, તેમાંથી 2 પાકિસ્તાની

જમ્મુ-કાશ્મીર2 મહિનો પહેલા
  • પાકિસ્તાની આતંકવાદી લાહોરનો રહેવાસી હતો.

જમ્મુ-કાશ્મીરમાં સોમવાર રાતથી ચાલી રહેલી અથડામણમાં 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સોપોર જિલ્લાનાં જાલુરા વિસ્તારમાં રાત્રે 10 વાગે લશ્કર-એ-તૈયબાનો એક અને કુપવાડામાં સવારે 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ત્રણમાંથી બે આતંકવાદી પાકિસ્તાની હતા, જ્યારે એક સ્થાનિક આતંકી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ BSFએ સોમવાર રાતથી જ કનાચકના દયારાનમાં નજરે પડેલા એક ડ્રોનને ફાયરિંગ કરીને તોડી પાડવામાં આવ્યું હતુ.

રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ થયેલા ફાયરિંગ બાદ ડ્રોન સાથે જોડાયેલ પેલોડને નીચે લાવવામાં આવ્યું હતું. પેલોડમાં બાળકોના ટિફિન બોક્સની અંદર 3 મેગ્નેટ IED હતા. જેમાં ટાઈમર સેટ કરવામાં આવ્યું હતું.

3માંથી 2 પાકિસ્તાની આતંકી અને એક સ્થાનિક આતંકી
આ તરફ કુપવાડામાં સવારે 6 વાગ્યાથી જ સેના અને આતંકીઓ વચ્ચે થયેલ અથડામણમાં 2 આતંકીઓ માર્યા ગયા છે. કાશ્મીરનાં IGP વિજય કુમારે જણાવ્યું હતુ કે માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીનું કોડ નામ તુફૈલ છે. બીજા આતંકીનું નામ ઈશ્તિયાક લોન છે. જેણે હાલમાં આતંકવાદનો રસ્તો પકડ્યો હતો. પાકિસ્તાની આતંકવાદી લાહોરનો રહેવાસી હતો. આ માહિતી આતંકવાદીઓ પાસે જપ્ત કરવામાં આવેલ દસ્તાવેજો પરથી મળી છે. સ્થળ પરથી બે AK-56 રાઈફલ જપ્ત કરવામાં આવી છે.

સોપોરમાં માર્યા ગયેલા આતંકવાદીનું નામ હંજલા છે, તેના બે સાથી ભાગી ગયા હતા, પરંતુ તેમની બેગ ત્યાં જ છોડી ગયા હતા, જેમાં દસ્તાવેજો મળ્યા હતા. જેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હંજલા પાસેથી એક AK-47 અને 5 મેગેઝીન પણ જપ્ત કર્યા છે.

ટાર્ગેટ કિલિંગમાં સામેલ આતંકવાદીઓ ઠાર
IGP કાશ્મીર વિજય કુમારે કહ્યું કે ટાર્ગેટ કિલિંગમાં સામેલ આતંકવાદીઓને ઓળખવાની અને તેમને ખતમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાહુલ ભટની હત્યામાં બે આતંકવાદીઓ સામેલ હતા. જેમાંથી એકનું મોત થયું છે અને એક બાકી છે. તેની શાધખોળ ચાલું છે. અમરીન ભટની હત્યામાં સામેલ 2 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. બેન્ક મેનેજર વિજય કુમાર હત્યા કેસના આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે, અથવા ઠાર મારવામાં આવશે.

26 દિવસમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટના
હાલનાં દિવસોમાં ઘાટીમાં પરપ્રાંતિય મજૂરો અને કાશ્મીરી હિન્દુઓ આતંકવાદીઓના નિશાને છે. 26 દિવસમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટનાઓ સામે આવ્યા બાદ ઘાટીમાંથી હિજરતના સમાચાર પણ સામે આવ્યા હતા. ટાર્ગેટ કિલિંગની સતત ઘટનાઓને કારણે કાશ્મીરી હિન્દુઓમાં તે વાતનો ડર છે કે ખબર નહીં કે કોણ, ક્યારે, ક્યાંથી ગોળી મારી દે.

અન્ય સમાચારો પણ છે...