તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Robbers Tied The Elderly Woman Alone With A Chair And Took Away The Jewelery And Cash. The Woman Pretended To Be Unconscious And Saved Her Life.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 દિવસ જૂના નોકરે લૂંટ ચલાવી:એકલી રહેલી વૃદ્ધાને લૂંટાટાઓએ ખુરશી સાથે બાંધી દીધી અને દાગીના-રોકડ લઈ ગયા, મહિલાએ બેભાન થયાનું નાટક કરી જીવ બચાવ્યો

જયપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાએ જીવ બચાવવા બેભાન થવાનું નાટક કર્યું. - Divya Bhaskar
મહિલાએ જીવ બચાવવા બેભાન થવાનું નાટક કર્યું.
  • મહિલાનો એક દીકરો દુબઈ અને બીજો દીકરો અમેરિકામાં નોકરી કરે છે

રાજસ્થાનના જયપુરના બજાજ નગર વિસ્તારમાં મંગળવારે રાત્રે લૂંટની એક ઘટના સામે આવી છે. અહીં ઘરેલુ નોકરે તેના 2 સાથીઓ સાથે મળી એક વૃદ્ધ મહિલાને ખુરશી સાથે બાંધી જ્વેલરી-રૂપિયા લઈ ફરાર થઈ ગયા છે.

65 વર્ષની કુસુમ શર્મા વિવેક વિહાર કોલોનીમાં એકલા રહે છે. તેમના બે દીકરા છે જેમના બે દીકરા આશિષ દુબઈ અને અન્ય દીકરો અજય અમેરિકામાં નોકરી રહે છે. આ ઘટના બન્યા બાદ પોતાની જાતને છોડાવી અને પડોશીને ઘટનાની જાણ કરી.

કુસુમલતાએ ભાવેશ નામના યુવકને 2 દિવસ અગાઉ જ ઘરેલુ નોકર તરીકે કામ પર રાખ્યો હતો. તે રાત્રે આશરે 10 વાગે પોતાના સાથીઓ સાથે આવ્યો અને કુસુમ શર્માને બેડરૂમમાં બંધક બનાવી દીધા.

તેણે અલમારી અને તિજોરીની ચાવી લઈ તેમાંથી સોના-ચાંદીની જ્વેલરી તથા રોકડ રૂપિયા લૂટીને ભાગી ગયા હતા. મહિલાએ આશરે એક કલાક બાદ પોતાની જાતને દોરડાથી છોડાવી હતી.

બજાજનગરની વિવેક વિહાર કોલોનીની બહાર આ ઘરમાં લૂંટની ઘટના બની.
બજાજનગરની વિવેક વિહાર કોલોનીની બહાર આ ઘરમાં લૂંટની ઘટના બની.

ચાકુ લઈ આવ્યા અને હાથ-પગ બાંધી દીધા
કુસુમ શર્મા કહે છે કે રાત્રે આશરે 10 વાગે તે બેડરૂમમાં ખુરશીમાં બેઠી હતી. ત્યાર બાદ નોકર ભાવેશ આવ્યો અને તેમની આંખો પર કપડાની પટ્ટી બાંધી દીધી. તેના એક સાથીએ બન્ને હાથ પકડી લીધા. તેમણે કહ્યું કે જો વધારે અવાજ કર્યો તો હાથમાં ચાકુ છે. ગર્દન કાપી નાંખશું.

આ દરમિયાન લૂટારાઓએ તેના હાથ પગ ખુરશી સાથે બાંધી દીધા. મોઢું કપડાથી બંધ કરી દીધું. વિરોધ કરવાના સંજોગોમાં કુસુમ શર્માને કંઈક સુંઘાડ્યું હતું. પણ તેમણે સુંઘ્યું નહીં, પણ તેઓ બેભાન થઈ ગયા હોવાનું નાટક કર્યું. લુટારાઓને લાગ્યું કે ખરેખર તે બેભાન થઈ ગયા છે.

ત્યારબાદ નોકરોએ તેમની પાસે રાખેલી ચાવીનો ઝૂડો ઉઠાવ્યો અને આશરે અડધો કલાક સુધી ઘરમાં તપાસ કરતા રહ્યા. અલમારી અને તિજોરીમાં રાખેલા સોના-ચાંદીની જ્વેલરી તથા રોકડ નાણાં તમામ લઈને ભાગી ગયા. લૂંટારા ભાગી ગયા બાદ ગમે તેમ કરીને કુસુમ શર્માએ પોતાની જાતને છોડાવી અને બહાર જઈને પડોશીઓને આ અંગે જાણ કરી. તે એટલી બધી ગભરાઈ ગઈ હતી કે કંઈ પણ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતી.પડોશીએ જ પોલીસને જાણ કરી હતી.

પીડિત મહિલા ઘટના બાદ ખૂબ ગભરાઈ ગઈ હતી.
પીડિત મહિલા ઘટના બાદ ખૂબ ગભરાઈ ગઈ હતી.

એક કંપની મારફત નોકરી પર લાગ્યો હતો નોકર
ઘટનાની તપાસ કરી રહેલા પોલીસે જણાવ્યું હતું કે નોકર ભાવેશ 2 દિવસ અગાઉ કામ પર લાગ્યો હતો. આ અગાઉ હનુમાન નામનો યુવક છેલ્લા દોઢ વર્ષથી મહિલાને ત્યાં કામ કરતો હતો. હનુમાને ત્રણ-ચાર દિવસ અગાઉ ગામડે જવાની વાત કહી હતી. ત્યારે કુસુમ શર્માએ તેને નહીં જવા કહ્યું હતું. પણ હનુમાને ભાવેશને કામ પર લગાવવાની વાત કહી હતી.

હનુમાન બિહારનો રહેવાસી છે અને દિલ્હીની એક કંપની મારફતે કામ પર લાગ્યો હતો. તે કંપનીએ ભાવેશને મોકલ્યો હતો. હવે પોલીસ કંપની મારફતે તેની શોધખોળ કરી રહી છે.

લૂંટની ઘટના બાદ ઘરમાં વિખેરાયેલો સામાન.
લૂંટની ઘટના બાદ ઘરમાં વિખેરાયેલો સામાન.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો