• Gujarati News
  • National
  • Tickets Given To Struggling Men, Now Waters Will Be Told Their Adventures; Get To Know These Candidates

UPમાં કોંગ્રેસની 'વુમન સ્ટ્રેટેજી':સંઘર્ષ કરનારી મર્દાનીઓને આપી ટિકિટ, હવે મતદારોને જણાવવામાં આવશે તેમની સાહસિક વાતો; જાણો આ કેન્ડિડેટ્સને

13 દિવસ પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની 125 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં 50 મહિલા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લિસ્ટમાં તે મહિલાઓ અને પુરુષોને ચાન્સ આપ્યો છે, જેમને અપમાન અને અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. પ્રિયંકાએ કહ્યું હતું કે રાજકારણનો સાચો હેતુ સેવા છે અને અમે એ જ કરી રહ્યા છીએ.

કોંગ્રેસે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે જે સ્ટ્રેટેજી તૈયાર કરી છે, એમાં આ 'શિરોઝ' અને 'હીરોઝ'ના રોલ મહત્ત્વના છે. હવે કોંગ્રેસ તેમના સંઘર્ષની વાત યુપીની જનતાને જણાવશે, જેથી વોટ શેરને વધારી શકાય. હવે જોવાનું એ છે કે કોંગ્રેસના આ નિર્ણયની અસર પરિણામ પર કેવી જોવા મળે છે. તો જાણીએ કોંગ્રેસની પ્રથમ લિસ્ટમાં સામેલ ચર્ચામાં આવેલા નાયક અને નાયિકાઓને....

1. આશા સિંહ
ઉન્નાવમાં પોતાની દીકરીના બળાત્કાર બાદ સત્તાધાર પક્ષ ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ આશા સિંહે લડાઈ લડી હતી. તેમના પતિની પણ હત્યા કરવામાં આવી. તેમ છતાં તેઓ લડતા રહ્યા. અંતે, જ્યારે દીકરીનું મોત થયું તોપણ તેમણે ન્યાય મેળવવા માટેની પોતાની લડાઈ ચાલુ જ રાખી. આજે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર જેલમાં છે. કોંગ્રેસે આશા સિંહને પણ ટિકિટ આપી છે.

2. ઋતુ સિંહ
પંચાયત-પ્રમુખ ચૂંટણીમાં ભાજપની હિંસાનો શિકાર બનેલી ઋતુ સિંહને ચૂંટણી લડવાથી રોકવામાં આવ્યા, તેમના કપડાં પણ ફાડવામાં આવ્યાં. લખીમપુર ખીરીના પસગવા બ્લોકમાં પંચાયત-પ્રમુખપદ માટેની ઉમેદવારી સમયે, કેન્ડિડેટ ઋતુ સિંહની સાડી ખેંચવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ મામલે જે આરોપી યુવકને પકડ્યો હતો, તેમના ભાજપની સાથે કનેક્શનની વાત સામે આવતી રહી અને ભારે હોબાળો થયો હતો. યુવક ભાજપની સાંસદ રેખા વર્માના સંબંધી છે. રેખા વર્મા UPની ધૌરહરા બેઠક પરથી ભાજપના સાંસદ છે.

3. પૂનમ પાંડે
કોરોનાના કપરાકાળમાં આશા કાર્યકર્તાઓ ઉત્તરપ્રદેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને સંભાળી રાખી છે, જેમાં એક નામ છે પૂનમ પાંડે, તેમણે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર પોતાની ડ્યૂટી કરી હતી. આશા કાર્યકર્તાઓએ શાહજહાંપુરમાં આયોજિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભામાં પહોંચ્યા તો તેમને યોગી સાથે મુલાકાત કરતા રોકવામાં આવ્યા હતા. જ્યારે આશા વર્કરે જીદ કરતી તો તેમનું નેતૃત્વ કરનાર પૂનમ પાંડેને પોલીસને ઢોરમાર માર્યો, જેનો વીડિયો વાઇરલ થયો હતો. પછી શું, કોંગ્રેસ મહાસચિવ તેમને મળવા પહોંચ્યા. પૂનમ પાંડેને કોંગ્રેસે ન્યાયનો અવાજ ગણાવ્યો અને હવે તેમને ટિકિટ પણ આપવામાં આવી.

આશા કાર્યકર્તાઓની સાથે પ્રદર્શન કરતા પૂનમ પાંડે (સૌથી પાછળ ઊભેલાં)- ફાઈલ ફોટો
આશા કાર્યકર્તાઓની સાથે પ્રદર્શન કરતા પૂનમ પાંડે (સૌથી પાછળ ઊભેલાં)- ફાઈલ ફોટો

4. સદફ ઝફર
નાગરિકતા કાયદા વિરુદ્ધ થયેલાં પ્રદર્શનો દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તા સદફ પર ખોટા કેસ કરવામાં આવ્યા. પ્રદર્શન દરમિયાન મહિલા પોલીસ જ નહીં, પરંતુ પુરુષ પોલીસે પણ તેમને માર માર્યો. તેમનાં બાળકોથી અલગ કરીને તેમને જેલમાં નાખવામાં આવ્યાં. સદફ સત્યની સાથે ઊભી રહી. તેના પર હિંસા ફેલાવવાનો આરોપ લગાડવામાં આવ્યો. તેની પાસે પાંચ ઈંટ હતી. પથ્થરબાજીને ઉશ્કેરી રહી હતી. તેની 19 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેનો આરોપ છે કે પોલીસવાળાઓએ તેને આખી રાત મારી અને તેને પાકિસ્તાની પણ ગણાવી.

કોંગ્રેસની સભા દરમિયાન સ્પીચ આપતી સદફ ઝફર. સદફ પર પ્રદર્શન દરમિયાન ખોટા કેસ કરવામાં આવ્યા.
કોંગ્રેસની સભા દરમિયાન સ્પીચ આપતી સદફ ઝફર. સદફ પર પ્રદર્શન દરમિયાન ખોટા કેસ કરવામાં આવ્યા.

5. અલ્પના નિષાદ
બસવાર, પ્રયાગરાજમાં મોટા ખનીજ માફિયાઓ વિરુદ્ધ અલ્પનાએ મોરચો ખોલ્યો હતો. માફિયાઓ નદીઓ પર પોતાના હક્ક મજબૂત કરી રહ્યા હતા. નદીઓ નિષાદની જીવનરેખા છે. નદીઓ અને તેમના સંસાધન પર નિષાદોનો હક્ક હોય છે. અલ્પના માફિયાઓને નદીઓમાંથી રેતીને કાઢવાથી રોકતી હતી. ભાજપ સરકારની પોલીસે નિષાદોને માર માર્યો હતો. નિષાદોની હોડીઓ પણ સળગાવી દીધી હતી. નિષાદોના સંઘર્ષની આ વાર્તાનો ચહેરો અલ્પના નિષાદ બની છે ત્યારે હવે કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે.

ખાણમાફિયાઓ વિરુદ્ધ મોરચો ખોલનારી અલ્પના નિષાદ પાર્ટી કાર્યાલયમાં.
ખાણમાફિયાઓ વિરુદ્ધ મોરચો ખોલનારી અલ્પના નિષાદ પાર્ટી કાર્યાલયમાં.

6. રામરાજ ગોંડ
ગત વર્ષે જુલાઈમાં સોનભદ્રના ઉમ્ભા ગામમાં પોલીસની હિંસામાં 10 આદિવાસીનાં મોત નીપજ્યાં હતાં. એ બાદ કોંગ્રેસના UP પ્રભારી પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને મળવા પહોંચ્યાં હતાં. દબંગો દ્વારા આદિવાસીઓનો નરસંહાર આખા દેશે જોયો. યોગી સરકારે ન્યાય આપવા માટે કંઈ જ ન કર્યું અને આદિવાસીઓના સંઘર્ષનો મજબૂત અવાજ બન્યા રામરાજ ગોંડ.

સોનભદ્રમાં આદિવાસીઓના સંઘર્ષની મજબૂત અવાજ બનનાર રામરાજ ગોંડ.
સોનભદ્રમાં આદિવાસીઓના સંઘર્ષની મજબૂત અવાજ બનનાર રામરાજ ગોંડ.

પ્રિયંકા જ્યારે ઉમ્ભા ગામ પહોંચ્યા તો તેમની મુલાકાત 34 વર્ષના રામરાજ ગોંડ સાથે થઈ. રામરાજે જ પ્રિયંકાની પીડિત પરિવારો સાથે મુલાકાત કરાવી. કોંગ્રેસે પહેલા તેમને જિલ્લા અધ્યક્ષ બનાવ્યા અને હવે UP વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...