તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tibetan Buddhist Monks Say Pleasant Travel Techniques In Space, Their Deep Meditation And Deep Sleep Techniques Will Do Less Harm To The Body

ભાસ્કર વિશેષ:તિબેટના બૌદ્ધ ભિક્ષુ જણાવશે અંતરિક્ષમાં સુખદ પ્રવાસની પદ્ધતિઓ, તેમના ગહન ધ્યાન અને ગાઢ ઊંઘ લેવાની ટેક્નિકથી શરીરને ઓછું નુકસાન થશે

મોસ્કો11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દલાઈ લામાની મંજૂરી પછી 100 બૌદ્ધ ભિક્ષુ પર રશિયાના અંતરિક્ષ વિજ્ઞાનીઓનું સંશોધન શરૂ

રશિયાના અંતરિક્ષ વિજ્ઞાની આજકાલ તિબેટમાં બૌદ્ધ ભિક્ષુઓની શરણમાં છે. ના, માનસિક શાંતિ માટે નહીં, પરંતુ એ જાણવા માટે કે તેઓ કેવી રીતે અનેક દિવસો સુધી અર્ધ સુષુપ્તાવસ્થામાં રહી શકે છે, ગહન ધ્યાનની સ્થિતિમાં કેવી રીતે જાય છે અને પાછા સામાન્ય સ્થિતિમાં કેવી રીતે આવે છે? બૌદ્ધ સાધુઓની આ પ્રાચીન પદ્ધતિઓનું જ્ઞાન ભવિષ્યમાં દૂરના પ્રવાસના અંતરિક્ષ મિશનમાં પ્રવાસીઓને કામમાં આવશે.

રશિયાની મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ 100થી વધુ તિબેટિયન બૌદ્ધ ભિક્ષુઓ પર આ સંશોધન ચાલુ કર્યું છે. લાંબા પ્રવાસના સ્પેસ મિશનના વડા અને માર્સ-500 યોજનાનું નેતૃત્વ કરી રહેલા પ્રો. યુરી બબયેવના મતે, ભિક્ષુઓ દ્વારા કરાતી શીતનિદ્રાની (અત્યંત ગાઢ ઊંઘ) સ્થિતિ મંગળ જેવા મિશન વખતે મહત્ત્વની સાબિત થશે. પ્રો. બબયેવની ટીમ ખાસ કરીને ટુકડમ એટલે કે મરણોપરાંત ધ્યાન જેવા દાવા પર સંશોધન કરી રહી છે. તેમાં ભિક્ષુઓને મેડિકલી મૃત જાહેર કરાય છે, પરંતુ એ પછી પણ તેઓ અનેક દિવસો સુધી સીધા બેસી રહે છે. આટલા દિવસો પછી પણ તેમના શરીરમાં મૃત શરીર જેવી દુર્ગંધ કે બીજા લક્ષણો નથી દેખાતા.

વિજ્ઞાનીઓ કહે છે કે, આ પ્રકારની શારીરિક-માનસિક ચેતનાની બદલાયેલી સ્થિતિ અમારા માટે ખૂબ મહત્ત્વની છે કારણ કે, તેની મદદથી મેટાબોલિઝમની ગતિ પણ બદલી શકાય છે. આ અવસ્થા અનેક મહિનાઓ સુધી ધ્યાન, એકાકીપણું અને મંત્રોચ્ચાર કરીને હાંસલ કરી શકાય છે. તેનાથી ખૂબ જ ઊંડી એકાગ્રતા મળે છે. પ્રો. બબયેવ કહે છે કે, અમે દરેક સંભાવનાઓ તપાસી રહ્યા છીએ, જેનાથી અમને મદદ મળી શકે. દલાઈ લામાના મંજૂરી પછી અમે આ સંશોધન શરૂ કર્યું છે.

જોકે, મહામારીના કારણે આ સંશોધનમાં થોડું મોડું થયું છે. રશિયન અંતરિક્ષ વિજ્ઞાનીઓનું માનવું છે કે, તિબેટિયન ભિક્ષુઓની ધ્યાનની પદ્ધતિઓ ઉપયોગથી ખૂબ લાંબા અંતરિક્ષ પ્રવાસમાં વરદાનરૂપ સાબિત થઈ શકે છે. પ્રો. બબયેવના મતે, આ પદ્ધતિ શરીરને વધુ નુકસાન પહોંચાડ્યા વિના લોકોને અંતરિક્ષમાં જવાનું સપનું પૂરું કરવામાં મદદ કરશે.

અંતરિક્ષયાત્રીઓને ઓછો થાક લાગશે, પરસ્પર સંઘર્ષ પણ નહીં થાય
વિજ્ઞાનીઓની ટીમ એ પણ તપાસ કરી રહી છે કે, ઊંડા ધ્યાનની અવસ્થામાં ભિક્ષુઓના મગજમાં કેવી વિદ્યુત ગતિવિધિ થાય છે. સંશોધકો માને છે કે, ઊંડા ધ્યાનથી મગજ બહારની હલચલથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. હાલ આ ટીમ નાસા સાથે મળીને સ્પેસ ફ્લાઈટ વખતે ગાઢ નિદ્રા અંગે સંશોધન કરી રહી છે. આ સ્થિતિમાં મેટાબોલિઝમ અટકી જવાથી વિકિરણ પ્રતિકારક ક્ષમતા વધશે. સ્પેસક્રાફ્ટના સાંકડા માહોલમાં લાંબા સમયના મિશનમાં તેમની વચ્ચે સંઘર્ષ પણ નહીં થાય અને તેઓ થાક પણ ઓછો અનુભવશે.

અન્ય સમાચારો પણ છે...