તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Three Youths On A Bike Were Crushed In The Rear Wheel Of A Trailer, Losing Balance And Causing An Accident.

હૈદરાબાદ:બાઇક પર સવાર ત્રણ યુવક ટ્રેઇલરના પાછલા વ્હીલમાં કચડાયા, બેલેન્સ ગુમાવતાં અકસ્માત સર્જાયો

3 મહિનો પહેલા

હૈદરાબાદની એક કમકમાટીભરી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં માઇલરદેવપલ્લી વિસ્તારમાં એક બાઇક પર સવાર ત્રણ યુવક ટ્રેઇલરના પાછળના વ્હીલમાં કચડાઈ ગયાં હતાં. ત્રણેય બાઇક સવાર યુવક એક ફંક્શન એટેન્ડ કરી પાછા જતાં હતાં. આ દરમિયાન સિગ્નલ તોડીને બાઇકચાલક બીજા રોડ પર ચઢ્યો હતો. જોતજોતામાં બાજુમાંથી ટ્રેઇલર પસાર થયું અને બાઇકચાલકે બેલેન્સ ગુમાવ્યું. આ સાથે જ બાઇક પર સવાર ત્રણેય યુવક રોડ પર નીચે પડતાં તેમના માથા પર ટ્રેલરના વ્હીલ ફરી વળ્યા હતાં. મહત્ત્વનું છે કે, બાઇકચાલક યુવકનો એક હાથ નહોતો. તેને આર્ટિફિશિયલ હાથ લગાવ્યો હતો. જેને લીધે તેને બેલેન્સ ગુમાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...