• Gujarati News
  • National
  • Three Years Later, Sweets Were Exchanged On The Indo Pakistan Border, A Tradition That Took Place After The Pulwama Attack.

દિવાળીએ અંતર ઘટાડ્યું:ત્રણ વર્ષ બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર મીઠાઈની આપ-લે થઈ, પુલવામા હુમલા બાદ પરંપરા બંધ થયેલી

નવી દિલ્હીએક મહિનો પહેલા

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર બન્ને દેશના સુરક્ષા દળો વચ્ચે મિત્રતા અને સારા સંબંધોના સંકેત મળ્યા છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં સરહદ પર ત્રણ વર્ષના સમય ગાળા બાદ ભારતીય સુરક્ષા દળોના જવાનોને પાકિસ્તાનના સૈનિકો તરફથી દિવાળી નિમિતે મીઠાઈ સોગાદ સ્વરૂપમાં આપવામાં આવી છે.

પુલવામા હુમલા બાદ બંધ થઈ હતી મીઠાઈ વહેચવાની પરંપરા
ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે એક-બીજાના તહેવાર નિમિતે મીઠાઈની આપ-લે કરવાની પરંપરા સ્વતંત્રતા બાદથી જ ચાલી આવી છે. જોકે આ પરંપરા પર પણ બન્ને દેશો વચ્ચે જે તણાવ પ્રવર્તતો હોય છે તેના પર અસર રહે છે.

દિવાળી નિમિતે મીઠાઈની પરંપરા પણ કાશ્મીરના પુલવામામાં ફેબ્રુઆરી,2019માં CISFના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા બાદ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી બન્ને દેશ વચ્ચે પરસ્પર મીઠાઈ વહેચવામાં આવી નથી.

બાડમેરમાં BSF-પાક રેન્જર્સ વચ્ચે મીઠાઈની આપ-લે થઈ
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSF અને પાક રેન્જર્સ વચ્ચે મીઠાઈઓની આપ-લે કરવામાં આવી હતી. આ સાથે દિવાળીની શુભેચ્છા આપવામાં આવી હતી. મુનાબાવ, ગડરારોડ, કૈલનોર, બાખાસરની ચોકીઓ પર BSF તરફથી બાડમેર જિલ્લાના પ્રસિદ્ધ ગડરા (વિસ્તાર)માં લાડુ સાથે અન્ય મીઠાઈઓના પેકેટ પણ ભેંટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સૈનિકોએ પણ પોતાને ત્યાં જાણીતી મીઠાઈઓ BSF જવાનોને ભેંટ આપી હતી.

પંજાબના અટારી બોર્ડર પર પણ મીઠાઈ આપવામાં આવી
BSFના જવાનોએ પંજાબના અમૃતસરમાં જાણીતી અટારી-વાઘા બોર્ડર પર પણ પાકિસ્તાની રેન્જર્સના સૈનિકોને દિવાળી નિમિતે મીઠાઈ આપવામાં આવી હતી. પાકિસ્તાની રેન્જરે પણ BSFના જવાનોને પણ મીઠાઈ ખવડાવી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

જમ્મુ-કાશ્મીરના ટીથવાલ બ્રિજ પર પણ મો મિઠુ કરાવાયું
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) પર ભારતીય સૈનિકોએ પાકિસ્તાની સૈનિકોને મીઠાઈ આપી હતી. પાકિસ્તાની સેનાએ પણ ભારતીય સૈનિકોને મીઠાઈ આપી હતી. આ સમયે બન્ને દેશના સૈનિકો એકબીજાને ગળે લગાવી શુભેચ્છા પાઠવતા હતા.

અન્ય સમાચારો પણ છે...