રાજકારણથી લઈ રમતના મેદાનમાં સર્જાયો ભૂચાલ:એક સપ્તાહમાં ત્રણ દિગ્ગજ વ્યક્તિઓએ પદ પરથી આપ્યા રાજીનામા, હવે આ પરંપરામાં આગળ કોણ જોડાશે તે બન્યો ચર્ચાનો વિષય

એક મહિનો પહેલા
  • ગયા શનિવારે વિજય રૂપાણી, ગુરુવારે વિરાટ કોહલી અને ગઈકાલે શનિવારે અમરિંદર સિંહે પદ છોડવાની જાહેરાત કરી

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમના પદ પરથી રાજીનામુ આપ્યું છે. તેમણે શનિવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને પોતાનું રાજીનામુ આપી દીધું. અમરિંદર સિંહે રાજીનામું આપનારા ગયા સપ્તાહમાં બીજા મુખ્યમંત્રી છે.કોંગ્રેસના આ દિગ્ગજ નેતા અગાઉ 11 સપ્ટેમ્બર એટલે કે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ છોડ્યું હતું.

દેશ હજુ ગુજરાતના રાજકીય ઘટનાક્રમોને જોઈ રહ્યો હતો ત્યાં 5 દિવસ બાદ ક્રિકેટના મોરચેથી પણ રાજીનામાના એટલે કે પદ છોડવાની જાહેરાત આવી. ગુરુવારે વિરાટ કોહલીએ T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધેલા. રાજકીયથી લઈ રમત-ગમતના મેદાનમાં અત્યારે રાજીનામાના સમચારને લીધે સૌ કોઈને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. આમ એક સપ્તાહમાં ત્રણ વ્યક્તિના રાજીનામા પડ્યાં છે ત્યારે આગામી સમયમાં આ પરંપરામાં વધુ કઈ વ્યક્તિઓ જોડાશે તે અંગે વ્યાપક ચર્ચા થઈ રહી છે.

રૂપાણીએ શરૂ કર્યો રાજીનામાનો ઘટનાક્રમ

  • રાજીનામાના ઘટનાક્રમની શરૂઆત વિજય રૂપાણીએ કરી. તેમણે 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી ભાજપમાં ભારે હળબળાટ મચાવી દીધેલો. રૂપાણી તેમનો બીજો કાર્યકાળ પૂરો કરે તેના એક વર્ષ અગાઉ જ આ પદ પરથી રાજીનામુ આપી દીધું.
  • વિજય રૂપાણી બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા અને પોતાના કાર્યકાળમાં ચોથુ વર્ષ પૂરું કરવામાં આશરે 3 મહિના દૂર હતા. જોકે અચાનક જ તેમણે પદ છોડી દીધું. ઓગસ્ટ,2016માં આનંદીબેન પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા.

વિજય રૂપાણીના માર્ગે ચાલ્યા કોહલી

  • ત્યારબાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ વિજય રૂપાણીના માર્ગ પર ચાલ્યા. તેમણે ગુરૂવારે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ T20 ફોર્મેટમાં કેપ્ટન પદેથી રાજીનામુ આપી સૌને આશ્ચર્યમાં મુકી દીધેલા. કોહલીએ સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહેલું કે T20 વર્લ્ડ કપ સુધી તેઓ ટીમના કેપ્ટન તરીકે જળવાઈ રહેશે.
  • વિટાર કોહલી 2017માં મહેન્દ્ર સિંહ ધોની બાદ T20ના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તેઓ 4 વર્ષ સુધી આ પદ પર રહેલા. તેમણે 45 T20માં ટીમ ઈન્ડિયાનું નૈતૃત્વ કર્યું,જેમાંથી 27માં જીત મળેલી.
  • વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 45 મેચમાં 1520 રન બનાવ્યા. તેમણે સરેરાશ 48.45 અને સ્ટ્રાઈક રેટ 143.18 રહ્યો છે. તેણે 12 અડધી સદી ફટકારેલી અને સૌથી વધારે 94 (નોટઆઉટ) રન ફટકારેલા.

પંજાબના કેપ્ટનનું પણ રાજીનામું

  • ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જાહેરાતના બે દિવસ બાજ પંજાબના કેપ્ટને પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમરિંદર સિંહે શનિવારે સાંજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું.
  • રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ રાજભવનની બહાર મીડિયા સમક્ષ તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસમાં તેઓ અમનાનનો અહેસાસ કરતા રહ્યા છે. આ સંજોગોમાં રાજીનામું આપી દેવાનો નિર્ણય કરી લીધો હતો અને આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ જાણ કરી હતી.
  • અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક મહિનાથી ભારે અફરા તફરી જોવા મળી રહી હતી. પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની છાવણી અમરિંદર સિંહના જૂથ પર હાવી થવાનો પ્રયત્ન કરી રહી હતી અને છેવટે તેને સફળતા પણ મળી ગઈ. અને આ રીતે અમરિંદર સિંહ એક સપ્તાહમાં રાજીનામું આપનાર ત્રીજી દિગ્ગજ વ્યક્તિ બની છે.
અન્ય સમાચારો પણ છે...