જમ્મુ અને કાશ્મીરમાં લશ્કરનો આતંકવાદી માર્યો ગયો:શ્રીનગરમાં ત્રણ આતંકવાદીઓ ઝડપાયા; સેનાએ હથિયારો જપ્ત કર્યા

જમ્મુ અને કાશ્મીર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કરનો આતંકવાદી સજ્જાદ તાંત્રે ઠાર મરાયો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સેનાને રવિવારે ચેકી ડુડુ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.

આ પછી, પોલીસ અને ભારતીય સેના પહેલાથી જ પકડાયેલા આતંકવાદી સજ્જાદને લઈને સંયુક્ત સર્ચ ઓપરેશન માટે ગઈ હતી. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જે સેના અને પોલીસને વાગવાને બદલે આતંકવાદી સજ્જાદને વાગી હતી અને તેનું મોત થયું.

સેના અને પોલીસ દ્વારા શ્રીનગરની બહારના વિસ્તારમાંથી ત્રણ હાઈબ્રીડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 3 AK રાઈફલ, 2 પિસ્તોલ, 9 મેગઝિન અને 200 કારતૂસ (ગોળીઓ) મળી આવી છે.

13 નવેમ્બરે બે શ્રમિકો પર હુમલો કર્યો હતો
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હાઇબ્રિડ આતંકવાદી સજ્જાદ તંત્રે આ વર્ષે 13 નવેમ્બરના રોજ બિજબેહરામાં બે પરપ્રાંતિય શ્રમિકો પર હુમલો કર્યો હતો, જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી છોટા પ્રસાદ નામના શ્રમિકનું 18 નવેમ્બરે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

જેના પર હુમલો થયો હતો, તે બંને શ્રમિકે યુપીના વતની હતા.
જેના પર હુમલો થયો હતો, તે બંને શ્રમિકે યુપીના વતની હતા.

આ વર્ષે 176 આતંકવાદી માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ઠાર મારવા માટે સેના અને પોલીસ દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એન્કાઉન્ટરમાં અનેક આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ વર્ષે ઓક્ટોબર સુધીમાં 176 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. તેમાં 126 લોકલ આતંકવાદી હતા. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી કુલ 134 એક્ટિવ આતંકવાદીઓ છે. તેમાંથી 83 વિદેશી અને 51 લોકલ આતંકવાદી છે.

આ વર્ષે અત્યાર સુધી 21ટારગેટ કિલિંગની ઘટના બની છે. તેમાં કાશ્મીરી પંડિત, અન્ય રાજ્યામાંથી આવેલા શ્રમિક અને સરકારી કર્મચારી સામેલ છે. આ વર્ષે જુદા- જુદા આતંકી હુમલામાં 9 હિન્દુઓ જીવ ગુમાવી ચુક્યા છે.

જમ્મુ-કાશ્મીરના અન્ય સમાચાર પણ વાંચો...

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા:શોપિયાંમાં સફરજનના બગીચામાં જતા સમયે આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું, હોસ્પિટલમાં મૃત્યુ થયું
જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ટાર્ગેટ કિલિંગનો મામલો સામે આવ્યો છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિત પર ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આતંકવાદીઓએ બિહારના 2 મજૂરને ગોળી મારી દીધી હતી
24 સપ્ટેમ્બરે પુલવામાના ખરભાતપોરા રત્નીપોરા ગામમાં આતંકવાદીઓએ બે મજૂરને ગોળી મારી હતી. બંને બિહારના બેતિયા જિલ્લાના રહેવાસી હતા. બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાના સુરક્ષાદળોએ હુમલાખોરોને પકડવા માટે સર્ચ-ઓપરેશન પણ શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...