• Gujarati News
  • National
  • Three Teachers Lashed Out For 45 Minutes, Students Who Came To Dismiss Were Also Pushed, All Three Suspended

UPની શાળામાં મારામારીના 'પાઠ'! VIDEO:ત્રણ શિક્ષિકા 45 મિનિટ સુધી બાખડી, છૂટા પાડવા આવેલા વિદ્યાર્થીઓને પણ ધક્કો માર્યો, ત્રણેય સસ્પેન્ડ

2 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના હમીરપુરની એક માધ્યમિક શાળામાં 3 શિક્ષકાઓ એકબીજા સાથે બાખડી હતી. લગભગ 45 મિનિટ સુધી ત્રણેય શિક્ષકાઓ વચ્ચે લડાઈ ચાલી. આ વચ્ચે શાળાના બાળકોએ ત્રણેયને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્રણેય શિક્ષિકાઓએ બાળકોને ધક્કો મારીને લડતી રહી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ લડાઈ મોટેથી અવાજ અને ફોનમાં વીડિયો બનાવવાને લઈને થઇ હતી. હુમલાનો આ વીડિયો 2 ઓક્ટોબરનો હોવાનું જણાવાય રહ્યું છે. આ મામલો હમીરપુરના કુરારા વિસ્તારની ગર્લ્સ સ્કૂલનો છે. મામલો સામે આવ્યા બાદ ત્રણેય શિક્ષકોઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

2 ઓક્ટોબરનો ચાલી રહ્યો હતો કાર્યક્રમ

સ્કૂલમાં પ્રીતિ નિગમ આચાર્ય તરીકે તૈનાત છે. જ્યારે નાહિદ હાશ્મી આસિસ્ટન્ટ ટીચર અને પુષ્પલતા પાંડે હોસ્ટેસ તરીકે તૈનાત છે. જણાવવામાં આવી રહ્યું છે કે 2 ઓક્ટોબરે શાળામાં ગાંધી જયંતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બાળકો ડાન્સ અને ગીતનો કાર્યક્રમ કરી રહ્યા હતા. શાળામાં લગભગ 50-60 જેટલા બાળકો હાજર હતા. આસિસ્ટન્ટ ટીચર નાહીદ હાશ્મી કાર્યક્રમ સ્થળ પર બેઠી હતી. ત્યારે આચાર્ય પ્રીતિ ત્યાં આવી.

બે ટીચર સામસામે આવી ગઈ.
બે ટીચર સામસામે આવી ગઈ.

જોતજોતામાં બંને શિક્ષિકાઓ વચ્ચેની થઇ લડાઈ

તેમણે બાળકોને બહાર આવવા કહ્યું. પ્રીતિએ કહ્યું કે સમયસર ધ્વજ ફરકાવવો જોઈએ. જેના પર નાહિદ હાશ્મી પ્રીતિ પર બૂમો પાડવા લાગી હતી. તેમણે બાળકોને બહાર જવાની પણ મનાઈ કરી હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. થોડી જ વારમાં બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઇ. વર્ગખંડમાં બેઠેલા કેટલાક બાળકો બહાર દોડી ગયા. એ જ સમયે કેટલાક બાળકો તો બંનેને છૂટા પાડવા લાગ્યા.

ત્રીજી શિક્ષિકાએ વીડિયો બનાવતાં મામલો વધુ બિચક્યો

લડાઈ થતી જોઈને નજીકમાં ઉભેલી પુષ્પલતા પાંડેએ બંનેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું. જેને લઇને પ્રીતિ પુષ્પલતા પર બગડી. તેણે નજીક આવીને તેનું પર્સ આંચકવા લાગી. વીડિયો ડિલીટ કરવા કહ્યું. જ્યારબાદ તેમની વચ્ચે ઝઘડો પણ શરૂ થયો હતો. આ દરમિયાન ક્લાસની અંદર તિરંગો જમીન પર પડ્યો હતો પરંતુ કોઈએ તેને ઊંચો કર્યો ન હતો.

શિક્ષિકાઓ ઝઘડી ત્યારે રાષ્ટ્રધ્વજ નીચે પડી ગયો હતો.
શિક્ષિકાઓ ઝઘડી ત્યારે રાષ્ટ્રધ્વજ નીચે પડી ગયો હતો.

આ મામલે શિક્ષણાધિકારી કલ્પના જયસ્વાલે બંને શિક્ષિકાઓ અને વીડિયો બનાવનારી શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરી છે. ત્રણેય શિક્ષિકાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...