દીપડાના હુમલાનો LIVE વીડિયો:ધમધમતાં રોડ પર કૂતરા પાછળ દોટ મૂકી, તરાપ મારી બાઈકચાલકને પછાડ્યા, નજરે જોનારા ચીસો પાડી ગયા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકનાં મૈસૂરનાં કે.આર. નગરમાં વહેલી સવારે એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી આવતાં લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો. દીપડાનાં હુમલામાં ત્રણ લોકો ઘવાયા હતા. શહેરી વિસ્તારમાં ઘુસી ગયેલો ખૂંખાર દીપડો રઘવાયો થતાં ભાગવા લાગ્યો હતો. આ દરમિયાન દીપડાએ કૂતરા પાછળ દોટ મૂકી હતી. જો કે, કૂતરાને છોડી રોડ પર જતાં બાઈકચાલકો પર તરાપ મારી હતી. બાઈકસવાર બે યુવકને પછાડી અન્ય એક વ્યક્તિને રોડ પર જ પછાડી દીધો. એક સાથે ત્રણ-ત્રણ લોકો પર હુમલો કરતાં આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે વન વિભાગનાં અધિકારીનાં જણાવ્યા પ્રમાણે મહા મહેનતે દીપડાને પાંજરામાં પુરવામાં આવ્યો છે. દીપડાને પકડમાં આવતાં લોકોએ હાશકારો લીધો છે.

અન્ય સમાચારો પણ છે...