• Gujarati News
  • National
  • Three People In The Car Escaped And Saved Their Lives, 1.20 Lakh Rupees And 12 Policies Of LIC Were Burnt.

શોર્ટ સર્કિટને લીધે ચાલતી કારમાં લાગી આગ, VIDEO:કારમાં સવાર ત્રણ લોકોએ ભાગીને જીવ બચાવ્યો, 1.20 લાખ રૂપિયા અને LICની 12 પોલીસીઓ બળીને ખાખ

19 દિવસ પહેલા

રાજસ્થાનનાં ઉદયપુર-ઝાડોલ નેશનલ હાઈવે 58 ઈ પર ચાલતી કારમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી ગઈ. કારમાંથી ધુમાડો નીકળતા જોઈ ડ્રાઈવરે કાર રોકી લીધી. કારમાં બેઠેલા લોકો પણ કારમાંથી બહાર નીકળી ગયા હતાં. માત્ર 20 મિનિટમાં જ સમગ્ર કાર બળી ગઈ. આ કાર ફોર્ડ કંપનીની હતી અને તે આઠ વર્ષ જુની હતી. જો કે ઘટનાની જાણ થતા એક ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં મેળવી હતી. કારમાં રાખેલી કેટલીક પોલિસીઓ, દસ્તાવેજો તેમજ એક લાખ 20 હજાર રૂપિયા કાર સાથે બળી ગયા.

અન્ય સમાચારો પણ છે...