ગુનાના આરોનમાં શિકારીઓ સાથેની અથડામણમાં ત્રણ પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસ ટીમમાં સામેલ ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ છે. ઘટના શનિવારે સવારે 3-4 વાગ્યા વચ્ચેની છે. પોલીસના ફાયરિંગમાં શિકારી નૌશાદ મેવાતીનું પણ મોત થયું છે. SI રાજકુમાર જાટવના હાથમાં ગોળી વાગ્યા પછી પણ તેમણે ઘણા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ઘટના વિશે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ઘટનાસ્થળ પર મોડા પહોંચતાં ગ્વાલિયરના IG અનિલ શર્માને હટાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ સરકારે ત્રણેય પોલીસકર્મીના પરિવારને 1-1 કરોડ વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. પોલીસ ફોર્સ મોકલી દેવામાં આવી છે.
SP રાજીવ કુમાર મિશ્રાનું કહેવું છે કે સગા બરખેડા તરફથી શિકારીઓની જવાની માહિતી મળી હતી. તેમની ઘેરાબંધી માટે 3-4 પોલીસ ટીમ બોલાવવામાં આવી હતી. શહરોક જંગલમાંથી 4-5 બાઈકથી શિકારીઓ જતા જોવા મળ્યા હતા. પોલીસે ઘેરબંધી કરી તો તેમણે ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી.
શહીદોના અંતિમસંસ્કારોમાં સામેલ થશે જિલ્લા પ્રભારી મંત્રી
એમાં સબ-ઈન્સ્પેક્ટર રાજકુમાર જાટવ, કોન્સ્ટેબલ નીરજ ભાર્ગવ અને કોન્સ્ટેબલ સંતરામનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શિકારીઓ પાસેથી પાંચ હરણ અને એક મોરના અવશેષો મળ્યા છે. SI રાજકુમાર જાટવના અંતિમસંસ્કાર અશોકનગરમાં કરાશે. કોન્સ્ટેબલ સંતરામના શ્યોપુરમાં અને કોન્સ્ટેબલ રાજીવ ભાર્ગવના અંતિમસંસ્કાર ગુનામાં જ કરવામાં આવશે. શહીદોના અંતિમ સંસ્કારમાં જિલ્લા પ્રભારી મંત્રી સામેલ થશે.
ગૃહમંત્રીએ કહ્યું- એવી કાર્યવાહી કરીશું, જે હંમેશાં બધાને યાદ રહે
નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે અમારા પરિવારના ત્રણ બહાદુર સભ્યોનાં મોત થયાં છે. આરોપી કોઈપણ હોય, પોલીસથી બચી શકશે નહીં. કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. આરોપીઓ પર એવી કાર્યવાહી કરીશું કે જે કોઈ ભૂલી ના શકે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જાતે જ ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે.
વિપક્ષે કહ્યું- ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ
વિપક્ષના નેતા ડૉ. ગોવિંદ સિંહે કહ્યું- ગુનાની ઘટના ખૂબ દુઃખદ છે. એનાથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે. આરોપીઓ એટલા તાકાતવર થઈ ગયા છે કે હવે તેઓ પોલીસને પણ નથી છોડતા. ગુનાની આ ઘટના પછી તો ગૃહમંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.