દુર્ઘટના:પશ્ચિમ બંગાળના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કેમ્પસમાં લાગી ભીષણ આગ; ત્રણનાં મોત, 44 ઘાયલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
આગ હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ ફેક્ટરીના ગેટ નંબર-1માં લાગી હતી - Divya Bhaskar
આગ હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ ફેક્ટરીના ગેટ નંબર-1માં લાગી હતી

ઔદ્યોગિક નગર હલ્દિયામાં ભીષણ આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. આગ હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ ફેક્ટરીના ગેટ નંબર-1માં લાગી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મેગ્ડલેન દરમિયાન આગ લાગી હતી. IOCL રિફાઈનરીમાં એક હાઈડ્રોજન સલ્ફાઈડ ટેન્કરમાં આગ લાગી છે. NDRF, પોલીસ, સ્વાસ્થ્ય અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી હતી.

આગને કારણે અનેક મજૂરો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 44 લોકો ઘાયલ થઈ ગયા છે. હલ્દિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

આગ પર મેળવાયો કાબૂ
મળતી માહિતી મુજબ IOCના કેમ્પસમાં એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ પ્લાન્ટને શટડાઉન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે એક વિસ્ફોટ થયો અને આગ લાગી ગઈ હતી. જાણકારી મુજબ ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઔદ્યોગિક નગરીમાં પહેલાં પણ આગ લાગી હતી
ઔદ્યોગિક નગરીમાં આ વર્ષે એક ભીષણ આગ લાગી હતી. હલ્દિયા પેટ્રોકેમિકલ્સમાં 3 ઓગસ્ટે અચાનક આગ લાગી હતી. આ આગમાં ત્રણ મજૂર ઘાયલ થયા હતા. આ પ્લાન્ટની પાઈપલાઈનમાં આગ લાગી હતી. જેને જોતજોતમાં ભયાનક આગનું સ્વરૂપ લઈ લીધું હતું. આગ એક નેફ્થાના ટેન્કરમાં લાગી હતી. જ્યારે નેફ્થા ટેન્કરમાં નેફ્થા ખતમ ન થઈ ગયું ત્યાં સુધી આગ સળગતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...