તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Headmaster Of A Government School In Jodhpur Printed 301 Names On The Son daughter Marriage Certificate, Sent A Notice To The Administration First, Then Levied A Fine Of Rs 25,000.

કંકોત્રીથી કોરોનાને આમંત્રણ:જોધપુરમાં સરકારી સ્કુલના હેડમાસ્તરે પુત્ર-પુત્રીના લગ્નની કંકોત્રી પર 301 નામ છપાવ્યા, પ્રશાસને પહેલા નોટીસ મોકલી, પછી 25 હજારનો દંડ વસુલ્યો

જોધપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ રીતે એક કંકોત્રી પર 300 નામ છપાવવામાં આવ્યા હતા. - Divya Bhaskar
આ રીતે એક કંકોત્રી પર 300 નામ છપાવવામાં આવ્યા હતા.
  • મારવાડના ગ્રામીણ ક્ષેત્રમાં લગ્નની કંકોત્રી પર મોટી સંખ્યામાં સંબંધીઓના નામ છપાવવાની પરંપરા રહી છે

રાજસ્થાનના જોધપુરમાં હાલ લગ્નની એક કંકોત્રી સમાચારમાં છે. અન્ય લગ્નની કંકોત્રીની જેમ જ આ કંકોત્રીમાં કોઈ વિશેષતા નથી, જોકે તેની પર જીણા અક્ષરોમાં છપાયેલા 301 નામ તમામના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલી કંકોત્રીને જોતા પ્રશાસન પણ દોડતું થયું છે. પુત્ર અને પુત્રીના લગ્નની કંકોત્રી છપાવનાર સરકારી સ્કુલના હેડમાસ્તર મોહનલાલ વિશ્નોઈને નોટીસ પાઠવવામાં આવી છે. ગઈકાલે યોજાયેલા ભોજન સમારંભમાં પચાંસથી વધુ વ્યક્તિ મળવા પર પ્રશાસને ત્યાંથી ઘણાં લોકોને હટાવી દીધા અને 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો.

સમારંભમાં સામેલ થયેલા લોકો.
સમારંભમાં સામેલ થયેલા લોકો.

મારવાડના ગ્રામીણ ક્ષેત્રમાં લગ્નની કંકોત્રી પર મોટી સંખ્યામાં સંબંધીઓના નામ છપાવવાની પરંપરા રહી છે. અહીં લોકો કંકોત્રી પર મોટી સંખ્યામાં સંબંધીઓના નામ છપાવે છે. જેટલા નામ વધુ તેટલો તેને છપાવનારનો પ્રભાવ વધુ તેવું માનવામાં આવે છે. હેડમાસ્તર મોહનલાલ વિશ્નોઈની પુત્રીના લગ્નના પ્રસંગે બુધવારે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન પહેલા જ તેમણે છપાવેલી કંકોત્રી સમાચારોમાં આવી ગઈ. આ કંકોત્રી પર 301 નામ છપાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થવા પર ફલૌદી પ્રશાસન પણ દોડતુ થયું અને એસડીએમ એન્ડ ઈન્સીડેન્ટ કમાન્ડર યશપાલ આહૂજાએ કંકોત્રી છપાવનાર વ્યક્તિ સામે 17 સીસીએ અંતર્ગત ગુનો નોંધ્યો.

ભોજન સમારંભમાં હાજર રહેલા મહેમાનો.
ભોજન સમારંભમાં હાજર રહેલા મહેમાનો.

એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું કે ભોજન અને આર્શીવાદ સમારંભ માટે છપાવવામાં આવેલી કંકોત્રી પર લગભગ ત્રણ સો સ્વાગતકર્તાઓના નામ છે. કોવિડ ગાઈડલાઈન મુજબ લગ્ન સમારંભમાં 50થી વધુ વ્યક્તિઓને આમંત્રિત ન કરી શકાય. એસડીએમને લગ્ન અંગેની જાણ કરવામાં આવી નથી. આ સિવાય પરવાનગી માટે અરજી પણ કરવામાં આવી નથી. વધુમાં ફરીયાદમાં એ વાત કહેવામાં આવી છે કે તમે સરકારી નોકર હોવાના કારણે તમારી પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે કોરોના ગાઈડલાઈનનું પાલન કરશો. આ કંકોત્રી પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે તમે કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે.

સમારંભમાં પધારેલા આમંત્રિત લોકો.
સમારંભમાં પધારેલા આમંત્રિત લોકો.

25 હજારનો દંડ ફટકાર્યો
ફલૌદી પંચાયત સિમિતીના બીડીઓએ બુધવારે મોટાઈમાં આયોજિત સમારંભનુ નિરીક્ષણ કર્યું. અહીં 50થી વધુ વ્યક્તિઓ મળવા પર લગ્ન આયોજકોને 25 હજારનો દંડ કરવામાં આવ્યો.

હેડમાસ્તર મોહનલાલ
હેડમાસ્તર મોહનલાલ

હેડમાસ્તરે કહ્યું, આ બધુ રાજકારણ છે
પહેલા નોટીસ અને પછીથી દંડ લગાવવા અંગે મોહનલાલે કહ્યું કે રાજકીય દ્વેષથી મને હેરાન કરાઈ રહ્યો છે. મારવાડમાં કંકોત્રી પર વધુ લોકોના નામ લખવાની પરંપરા છે. જો આ બધા એક જ સાથે લગ્નના સ્થળ પર હાજર હોય તો નિયમ અંતર્ગત દંડ કરી શકાય પરંતુ નામ છપાવવા પર નોટિસ ઈસ્યુ કરવી તે વાત મને સમજાતી નથી. તેમણે કહ્યું કે ક્ષેત્રમાં આજે પણ ચાર-પાંચ સ્થળે મોટા આયોજનો થઈ રહ્યાં છે. તેમની કંકોત્રીમાં પણ મોટી સંખ્યામાં નામ લખવામાં આવ્યા છે, જોકે કોઈને પણ નોટીસ ઈસ્યુ કરવામાં આવી નથી. પ્રશાસને બધા સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...