તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગમાં ભંગ:હોળીના કાર્યક્રમમાંથી પરત ફરતા 3 મિત્રોનું કાર પલટી ખાઈ જતા મોત, એકની સ્થિતિ ગંભીર

નાગૌરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માત નાગૌર રોડ પાસે થયો. - Divya Bhaskar
અકસ્માત નાગૌર રોડ પાસે થયો.
  • પોલીસને મળેલી માહિતી મુજબ મોડી રાતે જાયલ ક્ષેત્રમાં એક કાર અનિયંત્રિત થઈને ઉધી વળી ગઈ હતી

રાજસ્થાનના નાગૌર જિલ્લાના જાયલ ક્ષેત્રમાં રવિવારે મોડી રાતે એક રોડ અકસ્માતમાં ત્રણ યુવકોના મૃત્યુ થયા છે. ત્રણે યુવકો દોસ્ત છે, તેઓ હાળીનો કાર્યક્રમ પતાવીને પરત ફરી રહ્યાં હતા. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે, તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી માહિતી મુજબ મોડી રાતે જાયલ ક્ષેત્રમાં એક કાર અનિયંત્રિત થઈને ઉધી વળી ગઈ હતી. આ દરમિયાન કારમાં આગ લાગી ગઈ. કાર સવાર ચાર યુવકો કઈક સમજે તે પહેલા જ કારમાં આગ ફેલાઈ ગઈ. જેમાં મહેન્દ્ર(30), લાલારામ(32) અને અમરસિંહ(23)નું જીવતા સળગી જવાથી મોત થયું.

પોલીસ ઘટના સ્થળે પહોંચી
ગંભીર ઘાયલ યુવક વિશે હાલ માહિતી મળી નથી. ઘટના નાગૌર રોડ પાસે થઈ હતી. યુવકો નૃત્યુ દેખીને ગામમાં પરત ફરી રહ્યાં હતા. ઘટના પછી જાયલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અહીં ત્રણ શબને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મૂકવામાં આવ્યા છે.

મૃતકોમાં મહેન્દ્ર ઝાલાલડ ક્ષેત્રનો રહેવાસી છે. જ્યારે લાલારામ અને અમરસિંહ કુસિયા ગામના રહેનારા છે. ચાર દોસ્ત કારમાં જ નૃત્યુ જોવા માટે નીકળ્યા હતા.

(રિપોર્ટ-પ્રશાંત અબોટી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો