તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ajit Jogi In Coma Manmohan Singh Chest Pain; Complaint Of Abdominal Pain To Mulayam Singh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ દિગ્ગજ નેતાઓ હોસ્પિટલમાં:અજીત જોગી કોમામાં- મનમોહન સિંહને છાતીમાં દુખાવો; મુલાયમ સિંહને પેટમાં દુખાવાની ફરિયાદ

નેશનલ ડેસ્ક10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છત્તીસગઢના પૂર્વ સીએમ અજીત જોગીને શનિવારે હાર્ટ એટેક આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરાયા
 • પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ છાતીમાં દુખાવાની ફરિયાદ પછી રવિવારે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા

વિશ્વમાં ફેલાયેલી કોરોના મહમારી દરમિયાન ઘણાં નેતા-અભિનેતાઓની તબિયત પણ લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. દેશમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ દિગ્ગજ રાજકીય નેતાઓની તબિયત લથડતાં તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. શનિ-રવિના બે દિવસમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીને રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર માનવામાં આવે છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદના કારણે એઈમ્સ હોસ્પિટલમાં અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને પેટની તકલીફના કારણે મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અજીત જોગી કોમામાં
છત્તીસગઢના પ્રથમ મુખમંત્રી અને છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ અજીત જોગી (74)ની હાલત હજી પણ ગંભીર છે. તેઓ કામામાં છે અને તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. પૂર્વ સીએમ જોગીને શનિવારે હાર્ટ એટેક આવ્યા બાદ રાયપુરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડો.સુનિલ ખેમકાએ જણાવ્યું હતું કે શ્વાસ ન લઈ શકવાના કારણે  (રેસ્પિરેટરી અરેસ્ટ)ના લીધે, થોડા સમય માટે તેમના મગજમાં ઓક્સિજન જતું નહોતું,  જેના કારણે મગજને નુકસાન થયું છે. મેડિકલ ટર્મમાં તેને હાયપોક્સિયા કહેવામાં આવે છે. આ સ્થિતિમાં શરીર અથવા શરીરના ભાગને ટિશ્યૂ લેવલ પર પૂરતો ઓક્સિજન મળતો નથી. અત્યાર જોગીના મગજમાં ન્યુરોલોજીકલ પ્રવૃત્તિઓ લગભગ અસ્તિત્વમાં નથી. સરળ શબ્દોમાં કહીએ તો, જોગી કોમામાં છે. તેઓને વેન્ટિલેટર દ્વારા શ્વાસ આપવામાં આવી રહ્યો છે.

છાતીમાં દુખાવાની ફરિયાદ પછી ડૉ. મનમોહન સિંહને હોસ્પિટલમાં દાખલ કરાયા
રવિવારે સાંજે ડૉ. મનમોહનસિંહને છાતીમાં દુખાવો અને ગભરામણની ફરિયાદ પછી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. દિલ્હી એઈમ્સ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે રવિવારે સાંજે તેમને તાવ પણ હતો. જરૂર લગતા રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર ગણાવવામાં આવી રહી છે. છાતીમાં દુખાવાની ફરિયાદના કારણે ડૉ. મનમોહન સિંહને કાર્ડિયો થોરાસિક વોર્ડમાં રાખવામાં આવ્યા છે. 

મુલાયમ સિંહ યાદવને પેટમાં દુખાવાની ફરિયાદ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી એકવાર ખરાબ થઈ ગઈ છે. પેટમાં દુખાવાની ફરિયાદના કારણે તેમને રવિવારે ફરી મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા મુલાયમ સિંહને બુધવારે પેટમાં દુખાવાની ફરિયાદના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર પછી શુક્રવારે રજા આપવામાં આવી હતી. હાલ તેમની તબિયત સ્થિર જણાવવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલાં પણ મુલાયમ સિંહને પેટમાં દુખાવાની ફરિયાદના કારણે ડિસેમ્બર 2019માં મુંબઈની એક હોસ્પિટલમાં, નવેમ્બર 2019માં લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં અને જૂન 2019માં ગુડગાંવની મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને યુરિનરી રિટેન્શનની તકલીફ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો