તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • At 3 O'clock In The Night, A Fire Broke Out In An Army Gypsy, 3 People Were Burnt Alive, 5 Were Seriously Injured.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્મીના યુદ્ધઅભ્યાસ દરમિયાન મોટી દુર્ઘટના:રાતે 3 વાગ્યે સેનાની જિપ્સીમાં આગ લાગી, 3 જવાન જીવતા સળગી ગયા, 5 ગંભીર

શ્રીગંગાનગર/બિકાનેર2 મહિનો પહેલા
દુર્ઘટના પછી આર્મીની જિપ્સી સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગઈ.
  • દુર્ઘટના પછી આર્મીની જિપ્સી સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગઈ

ભારત-પાકિસ્તાન સીમાની નજીકના ક્ષેત્રમાં બુધવાર-ગુરવારે યુદ્ધઅભ્યાસ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હતી. રાતે લગભગ 3 વાગ્યે આર્મીની જિપ્સીમાં આગ લાગી; એમાં આર્મીના ત્રણ જવાનનાં સળગવાથી મૃત્યુ થયાં છે, જ્યારે 5 જવાનની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃતકોમાં એક સુબેદાર અને બે જવાનો સામેલ છે. દુર્ઘટના પછી આસપાસના ગ્રામીણોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. દુર્ઘટના શ્રીગંગાનગર જિલ્લાના છત્તરગઢની પાસે ઘટી છે.

જોકે કેવી રીતે આ દુર્ઘટના ઘટી એનો હજી ખુલાસો થયો નથી. શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે જિપ્સી નહેરમાં પલટી ખાઈ જવાથી આગ લાગી. જો આમ થયું હોત તો પાણીથી આગ બુઝાઈ ગઈ હોત. માનવામાં આવી રહ્યું છે કે જિપ્સીમાં યુદ્ધઅભ્યાસ માટે દારૂગોળો અને અન્ય જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવ્યા હતા. આ કારણે આગ લાગી હોઈ શકે છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જવાનોને ભાગવાની પણ તક ન મળી.

દુર્ઘટનામાં ત્રણ જવાનનાં ઘટનાસ્થળે મોત થયાં.
દુર્ઘટનામાં ત્રણ જવાનનાં ઘટનાસ્થળે મોત થયાં.

ઘટના પછી આર્મીના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. ઘાયલ જવાનોને સુરતગઢની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ત્રણ જવાનનાં મૃત્ય થયાં છે, તેમના પરિવારના સભ્યોને આ અંગેની માહિતી આપવામાં આવી છે.

જવાન બઠિંડાના 47-AD યુનિટના હોવાનું કહેવાઈ રહ્યું છે
આર્મીના પ્રવકતા અમિતાભ શર્માએ કહ્યું હતું કે દુર્ઘટના રાતના લગભગ બેથી ત્રણ વાગ્યાની વચ્ચેની છે. યુદ્ધાઅભ્યાસ અંતર્ગત જવાનોનું એક વાહન સુરતગઢ-છત્તરગઢ રોડ પર ઈન્દિરા ગાંધી નહેરની આરડી 330ની પાસે હતું ત્યારે આ દુર્ધટના થઈ. એમાં ત્રણ જવાનનાં ઘટનાસ્થળે મોત થયાં છે, જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા. તેમણે કહ્યું હતું કે આ રુટિન યુદ્ધઅભ્યાસ હતો, આ અંતર્ગત જવાનોને અલગ-અલગ ટાસ્ક આપવામાં આવે છે. આ ટાસ્કને પૂરી કરતી વખતે આ દુર્ઘટના ઘટી છે. આર્મીના આ જવાનો બઠિંડાની 47-AD યુનિટના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બધા જવાનો યુદ્ધઅભ્યાસ માટે સુરતગઢ આવ્યા હતા.

ગ્રામીણોએ આગને ઓલવી
ઘટનાની માહિતી મળતાં જ આસપાસના ગ્રામીણ ઘટનાસ્થળે આવી ગયા. તેમણે સૌથી પહેલા આગ પર પાણી નાખીને એને ઓલવી, જોકે ત્યાં સુધીમાં 3 જવાન સળગી ચૂક્યા હતા. ગ્રામીણોની સૂચના પર રાજિયાસર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને 5 ગંભીર ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે ત્રણ જવાનોના પાર્થિવ દેહને સુરતગઢ હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો