કર્નાટકના BJP સાંસદ પ્રતાપસિંહના એક સ્ટેટમેન્ટથી વિવાદ ઊભો થયો છે. તેમણે મૈસુરના એક બસ સ્ટેશનને બુલડોઝરથી તોડી પાડવાની ચેતવણી આપી છે. હકીકતમાં આ બસ સ્ટેશન મૈસુર-ઊટીરોડ પર બન્યું છે. તેની છત પર ત્રણ ગુંબજ બનેલા છે, જેનાથી તે દૂરથી કોઇ મસ્જિદની જેમ દેખાઇ રહ્યું છે.
4 દિવસમાં નહીં તોડ્યું તો જાતે તોડી નાખીશું-સાંસદ સિમ્હા
મૈસુરના સાંસદે રવિવારે મૈસુરમાં 'ટીપુ નિજાકંસુગલુ' (ટીપુનાં સાચાં સ્વપ્નો) નામની એક ઇવેન્ટમાં બોલતા આ ટિપ્પણી કરી હતી. સાંસદ પ્રતાપે કહ્યું કે, 'સોશિયલ મીડિયા પર આ બસ સ્ટોપને જોયું હતું. આમાં ત્રણ ગુંબજ છે, વચ્ચે મોટો અને આજુબાજુમાં નાનો ગુંબજ. તે માત્ર એક મસ્જિદ છે. મેં એન્જિનિયરોને ત્રણ-ચાર દિવસમાં આ સંરચનાને તોડી પાડવાનું કહ્યું છે. જો તેઓ એવું નથી કરતા, તો હું જાતે એક JCB લાવીને તેને તોડી પાડીશ.'
કોંગ્રેસનો સવાલ-ગુંબજવાળી સરકારી ઓફિસો પણ તોડી પાડશો?
ત્યાં બીજી બાજુ ભાજપા સાંસદના સ્ટેટમેન્ટ બાદ ઉઠેલા વિવાદમાં કોંગ્રેસ પણ કૂદી પડી છે. કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ સલીમ એહમદે સાંસદના નિવેદન પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મૈસુર સાંસદનું આ નિવેદન મૂર્ખતાપૂર્ણ છે. પ્રતાપ સિમ્હા એક સાંસદ છે, તેમને ખબર હોવી જોઇએ કે તેઓ શું બોલી રહ્યા છે. શું તેઓ એ સરકારી ઓફિસોને તોડી પાડશે, જેમાં ગુંબજ બનેલા છે? પહેલા તેમણે આનો જવાબ આપવો પડશે. લોકો સરકારથી કંટાળી ગયા છે કારણ કે કોઇ વિકાસ નથી થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.