તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Thousands Of Fish Found Dead In Yamuna In Etawah, Investigation Underway; The Expert Stated The Reasons For The Annoyance

યમુના નદીનું પાણી ઝેરીલું થયું...!:ઇટાવાની યમુનામાંથી હજારો માછલીઓ મૃત મળી, તપાસ હાથ ધરાઈ; એક્સપર્ટે પરેશાન કરી દે એવાં કારણો જણાવ્યા

ઇટાવા2 મહિનો પહેલા
યમુના નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી છે.
  • યમુનામાં ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણીને કારણે પણ માછલીઓ મોતને ભેટી રહી છે

ઉત્તરપ્રદેશના ઇટાવામાં યમુના નદીનું પાણી ઝેરીલું થઈ ગયું છે! આ સાંભળીને થોડી ચોંકાવનારી વાત લાગે છે, પરંતુ એ સત્ય છે. છેલ્લા બે દિવસમાં અહીં હજારો માછલીઓનાં મોત થયાં છે. આ માછલીઓ યમુના નદીના વહેણની સાથે કાંઠા પર એકઠી થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી, આગ્રા જેવાં શહેરોનું ગંદુ પાણી અને ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી આવવાને કારણે આ માછલીઓ મૃત્યુ પામી છે.

નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે શહેરોના ગંદા પાણીની સાથે વરસાદના દિવસોમાં નદીઓમાં કાદવ પણ આવે છે, જેને કારણે માછલીઓ શ્વાસ નથી લઈ શકતી. યમુના નદીની આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે અમે એકસાથે આટલી મરેલી માછલીઓ ક્યારેય જોઈ નથી. SDM નંદકિશોર મૌર્યે આ બાબતે તપાસ કરાવવાની વાત કરી હતી. યમુનામાં રોહુ, કતલા, શીતળ સિંઘાડા, મલ્લી સહિત માછલીઓની લગભગ 50 જેટલી પ્રજાતિ જોવા મળી છે.

ચારેય તરફથી પ્રદૂષિત પાણી યમુનામાં આવે છે
હરિયાણાના પાનીપત, સોનીપત, દિલ્હી, ગાઝિયાબાદ, આગ્રા જેવાં મોટાં શહેરોની સીવરેજ અને ફેક્ટરીઓનું ગંદું પાણી સીધું જ યમુનામાં જાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે જસવંતનગર વિસ્તારના બલરઇમાં હજારો માછલીઓનું મરવાનું કારણ પ્રદૂષણ છે. યમુનામાં હજારો મૃત માછલીઓ મળી આવી છે.

મત્સ્ય વિકાસ અધિકારી કહ્યું- રિફાઈનરીનું પાણી પણ હોઈ શકે છે કારણ
મત્સ્ય વિકાસ અધિકારી હિમાંશુ યાદવે જણાવ્યુ હતું કે આ મામલાની જાણકારી એસડીએમ પાસેથી મળી છે. આ ઘટના ઇટાણા, ઓરૈયામાં બની છે. એનું કારણ પ્રથમ વરસાદમાં નાળાઓનું પ્રદૂષિત પાણી અથવા મથુરા રિફાઇનરી દ્વારા છોડવામાં આવેલું પાણી પણ હોઈ શકે છે. આ ઘટનાની જાણકારી ડીડી મત્સ્ય કાનપુર પાસે મોકલવામાં આવી છે.

ગ્રામજનોએ આપી જાણકારી
નદી કાંઠે મરેલી માછલીઓને જોઈને ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. તેમણે તંત્રને આ બાબતે જાણકારી આપી હતી. ત્યાર બાદ એસડીએમ નંદકિશોર મૌર્યે કહ્યું હતું કે સબંધિત વિભાગો પાસેથી માછલીઓ મરવા બાબતની જાણકારી લેવામાં આવી રહી છે. આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. લાંબા સમયથી માછલીઓનું કામ કરતા કોન્ટ્રેક્ટર ઓમ રત્ન કશ્યપ કહે છે કે વરસાદની ઋતુમાં નાળાંમાં ભરાયેલો કાદવ પાણીમાં આવે છે. આને કારણે માછલીને પાણીની અંદર શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડે છે અને એ મરી જાય છે.

ગંદા પાણીમાં નથી મળી શકતો ઓક્સિજન
આ મુદ્દે સોસાયટી ફોર નેચર કન્ઝર્વેશનના સચિવ પર્યાવરણવિદ ડો. રાજીવ ચૌહાણ જણાવે છે, વરસાદની મોસમમાં જ્યારે નદીમાં પ્રથમ પૂર આવે છે તો એની સાથે કાદવ પણ નદીમાં આવે છે, જેને કારણે પાણી પ્રદૂષિત થઈ જાય છે. કાદવ પાણીમાં આવવાથી માછલીઓને દેખાવાનું પણ બંધ થઈ જાય છે. એના શ્વસન પર પણ એની ખરાબ અસર પડે છે, જે કારણે એ મૃત્યુ પામે છે. માછલીઓને ગંદા પાણીમાં ઓછો ઓક્સિજન મળે છે.

18 સેમી વધ્યું યમુનાનો જળસ્તર
વરસાદ પડવાને કારણે યમુના નદીનો જળસ્તર 18 સેમી વધ્યો છે. યમુના નદીના કાર્યસ્થળ પ્રભારી અંચલ વર્માએ જણાવ્યું હતું કે સોમવારે યમુનાની જળસપાટી 116.41 મીટરની હતી, જે મંગળવારે બપોર સુધીમાં 116.59 મીટર. જોકે હવે પાણીનો સ્તર વધુ વધે એવી સંભાવના નથી. યમુનાનો ચેતવણી પોઈન્ટ 120.92 મીટર અને ભયજનક નિશાન 121.92 મીટર છે.