• Gujarati News
  • National
  • Thousands Of Farmers Occupied Deputy CM's Helipad Who Arrived In Lakhimpur With Black Flags

લખીમપુરમાં 8 મોત માટે જવાબદાર કોણ:કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી મિશ્રાના દીકરા સામે ખેડૂતો પર ગાડી ચડાવી કચડવાનો આરોપ; 8 લોકોના મોત;પ્રધાને કહ્યું-મારો દીકરો સ્થળ પર હાજર ન હતો

20 દિવસ પહેલા
  • ખેડૂતોની ભીડમાં અસામાજીક તત્વો ભળી આ હિંસાને અંજામ અપાયાનો આરોપ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાએ ખેડૂતો પર ગાડી ચઢાવી દીધી. ભારતીય કિસાન યૂનિયન(BKU)એ આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. લખીમપુર ખીરીના ASP અરુણ કુમાર સિંહે પણ 8 લોકોના મોતની પુષ્ટી કરી છે, જેમાં 4 ખેડૂત હતા અને અન્ય 4 લોકો અથવા તો ગાડીમાં સવાર હતા.આ ઘટના બાદ ખેડૂતોએ 2 ગાડીને આગ લગાડી દીધી હતી.

બીજી બાજુ રવિવારે મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ આ ઘટનામાં તેમના દીકરાની સંડોવણીનો ઈન્કાર કર્યો છે. મિશ્રાએ કહ્યું કે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે કેટલાક અસામાજીક તત્વ ઘુસી ગયા અને તેમણે ભાજપના 3 કાર્યકર્તાઓ તથા તેમના તાફલાની એક ગાડીના ડ્રાઈવરને માર મારી મારી નાંખ્યા છે. પ્રધાને આ સાથે એવો પણ દાવો કર્યો હતો કે આ ઘટના બની તે સ્થળ પર તેમનો દીકરો હાજર જ ન હતો.

આ અગાઉ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા અને યુપીના ડેપ્યુટી CM કેશવ મૌર્ય એક કાર્યક્રમ માટે લખીમપુર ખીરી પહોંચ્યા હતાં. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને જ્યારે આ અંગે જાણ થઈ ત્યારે તેઓ હેલિપેડ પર પહોંચ્યા. રવિવારે સવારે 8 વાગ્યે જ ખેડૂતોએ હેલિપેડ પર કબજો કર્યો હતો. ત્યારબાદ બપોરે લગભગ 2.45 વાગ્યે મિશ્રા અને મૌર્યનો કાફલો તિકોનિયા ચાર રસ્તા પાસેથી પસાર થયો હતો અને ખેડૂતો તેમને કાળા વાવટા બતાવવા દોડી ગયા હતા. આ દરમિયાન કાફલામાં સામેલ અજય મિશ્રાના પુત્ર અભિષેકે પોતાની કાર ખેડૂતો પર ચઢાવી દીધી હતી.

ઘટના બાદ ઈજાગ્રસ્ત ખેડૂતો
ઘટના બાદ ઈજાગ્રસ્ત ખેડૂતો

ભારતીય કિસાન યૂનિયનનો દાવો- 3ના મોત થયા

જીપમાં આગ લગાડવામાં આવી
જીપમાં આગ લગાડવામાં આવી

પ્રશાસને એલર્ટ આપ્યું હતું
હેલિપેડ પર કબ્જો હોવાની જાણકારી મેળવ્યા બાદ અજય મિશ્રા અને કેશવ મોર્ય લખનઉથી સડક માર્ગે લખીમપુર જિલ્લા મુખ્યાલય પહોંચ્યા હતાં. અહીં યોજનાઓનું લોકાપર્ણ કર્યા બાદ ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય અને કેન્દ્રિય રાજ્યમંત્રી હેલિકોપ્ટરના બદલે ગાડીથી બનવારી ગામ જઈ રહ્યા હતાં. બનવારી ગામ અજય મિશ્રાનું પૈતૃક ગામ છે. અહીં કુશ્તી મેચની શરુઆત કરવાની હતી. પ્રશાસને બનવારી ગામની પાસે તણાવને જોતા પહેલાથી જ એલર્ટ આપ્યું હતું.

ખેડૂત સપ્તાહ પહેલા અજય મિશ્રા ટેનીના એક નિવેદનથી હેરાન હતાં. ખેડૂતોનું કહેવું છે કે મંત્રી બન્યા બાદ અજય મિશ્રાએ કહ્યું હતું કે અમે જો ગુસ્સે થઈશું તો અમે શું કરી શકીએ છે તે દરેક જાણે છે. અજય મિશ્રાએ આ નિવેદન ખેડૂતોના કાળા ઝંડા બતાવ્યા પછી આપ્યું હતું.

આ ઘટના બાદ સંયુક્ત ખેડૂત મોરચાએ દરેક જિલ્લાઓના ખેડૂતોને અલર્ટ મોડ પર રહેવાનું કહ્યું છે. એક નિવેદન જારી કરવામાં આવ્યું છે કે ઘટનામાં બે ખેડૂતાના મોત થયા છે. સંયુક્ત મોરચા નેતા તજિંદર સિંહ વિર્ક ગંભીર રુપે ઘાયલ થઈ ગયા છે.

ઘટનામાં ઈજાગ્રસ્ત ખેડૂત
ઘટનામાં ઈજાગ્રસ્ત ખેડૂત
લાઠી-ડંડા અને ઝંડા સાથે પહોંચ્યા ખેડૂતો
લાઠી-ડંડા અને ઝંડા સાથે પહોંચ્યા ખેડૂતો

અજય મિશ્રાએ કહ્યું હતું- સુધરી જાઓ નહીંતો સુધારી દઈશું
26 સપ્ટેમ્બરે ખેડૂતોએ કેન્દ્રિય રાજ્યમંત્રી અજય મિશ્રાને લખીમપુરમાં સંપૂર્ણાનગર ક્ષેત્રમાં કાળા વાવટા બતાવ્યા હતાં. મિશ્રા એક જનસભાને સંબોધિત કરવા જઈ રહ્યા હતાં. જનસભામાં તેમણે પોતાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને મંચ પરથી ધમકી આપી હતી. કહ્યું હતું કે ખેડૂતોના આગેવાન સંયુક્ત કિસાન મોરચાના લોકો વડાપ્રધાન મોદીનો સામનો નથી કરી શકતા. આંદોલનને 10 મહિના થઈ ગયા છે.

કાળા વાવટા દેખાડનારા માટે કહ્યું કે જો અમે ગાડીથી ઉતરી જાત તો તેમને ભાગવાનો રસ્તો ન મળેત. કૃષિ કાયદાને લઈને 10-15 લોકો વિરોધ કરી રહ્યા છે. જો કાયદા ખોટા હોય તો અત્યાર સુધી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હોત. તેમણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે સુધરી જાઓ, નહીં તો સામનો કરો, નહીંતો અમને સુધારતા 2 મિનિટ લાગશે. ધારાસભ્ય-સાંસદ બન્યા પહેલા લોકો મારા વિશે જાણે છે કે હું પડકારોથી ભાગતો નથી.

અસ્થાયી હેલિપેડ પર ખેડૂતોએ કબ્જો જમાવી દીધો હતો
અસ્થાયી હેલિપેડ પર ખેડૂતોએ કબ્જો જમાવી દીધો હતો

મુખ્ય કાર્યક્રમ સ્થળનો ગેટ બંધ કરવામાં આવ્યો
ખેડૂતોના હોબાળાને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી સીએમના મુખ્ય કાર્યક્રમનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાસ્તવમાં મૌર્ય અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને કાળા વાવટા બતાવતા ખેડૂતોની ધમકીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ વ્યવસ્થા કરી હતી.

જિલ્લા મુખ્યાલય પર આયોજિત કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ યોજનાઓનું લોકાપર્ણ કર્યું
જિલ્લા મુખ્યાલય પર આયોજિત કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ યોજનાઓનું લોકાપર્ણ કર્યું
અન્ય સમાચારો પણ છે...