તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Those Who Have Taken Both Doses Of The Vaccine Do Not Need An RT PCR Report To Travel By Air In The Country.

મોટા નિર્ણયની તૈયારી:આંતરરાષ્ટ્રીય લેવલે વેક્સિન પાસવોર્ટનો વિરોધ અને દેશમાં બન્ને ડોઝ લેનારને રિપોર્ટ વગર હવાઈ મુસાફરી છૂટ

12 દિવસ પહેલા
હાલ તે યાત્રિકોને RT-PCR રિપોર્ટ આપવો જરૂરી છે, જેઓ વધુ કોવિડ કેસવાળાં રાજ્યોમાંથી આવે છે (ફાઈલ ફોટો).
  • જી-7ની બેઠકમાં ભારતે વેક્સિન પાસપોર્ટનો વિરોધ કર્યો છે, કહ્યું- વેક્સિન પાસપોર્ટના આધારે યાત્રાની મંજૂરી આપવી પક્ષપાતી વિચાર છે

કેન્દ્ર સરકાર એક એવા મિકેનિઝમ પર વિચાર કરી રહી છે, જે અંતર્ગત ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરી કરનારા યાત્રિકોને ઓછામાં ઓછી મુશ્કેલીમાં યાત્રા સગવડ આપી શકાય. કેન્દ્ર સરકાર એ વાત પર વિચાર કરી રહી છે કે જે લોકોને વેક્સિનના બંને ડોઝ લાગી ગયા છે તેમને દેશમાં ગમે ત્યાં યાત્રા કરવા માટે RT-PCR રિપોર્ટની જરૂર નથી.

હાલ તે યાત્રિકોને RT-PCR રિપોર્ટ આપવો જરૂરી છે, જેઓ તે રાજ્યમાં મુસાફરી કરે છે જ્યાં હજુ પણ કોવિડના કેસ વધુ છે.

RT-PCR રિપોર્ટ માગવો સંપૂર્ણપણે રાજ્યોનો અધિકાર- પુરી
સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે કેટલાંક મંત્રાલયની સંયુક્ત ટીમ આ મિકેનિઝમ પર ફાઈનલ નિર્ણય લેવા માટે ચર્ચા કરી રહી છે. આ નિર્ણય માત્ર સિવિલ એવિએશન મિનિસ્ટ્રીનો નહીં હોય.

આમાં સરકારની સાથે કામ કરી રહેલી વિભિન્ન એજન્સીઓ અને હેલ્થ એક્સપર્ટને પણ સામેલ કરવામાં આવશે. આ તમામ યાત્રિકોનાં હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. સ્વાસ્થ્ય રાજ્યોનો પ્રશ્ન છે. કોઈ પેસેન્જર રાજ્યમાં દાખલ થવાના સમયે RT-PCR રિપોર્ટ માગવો સંપૂર્ણપણે જે-તે રાજ્યના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

ઈન્ટરનેશનલ યાત્રા માટે વેક્સિન પાસપોર્ટના વિરોધમાં ભારત
હરદીપ પુરીએ કહ્યું હતું કે જી-7ની બેઠકમાં અમે વેક્સિન પાસપોર્ટનો વિરોધ કર્યો છે. મહામારીની હાલની પરિસ્થિતિને જોતાં અમે આ વેક્સિન પાસપોર્ટને લઈને ચિંતિત છીએ. વિકસિત દેશોની તુલનાએ વિકાસશીલ દેશોમાં હાલ વેક્સિનેશન ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે. એવામાં ઈન્ટરનેશનલ પેસેન્જર્સને વેક્સિન પાસપોર્ટના આધારે યાત્રાની મંજૂરી આપવી પક્ષપાતી વિચાર છે.

વેક્સિન પાસપોર્ટથી શું ફાયદો?
કોરોનાના આ સમયગાળામાં અનેક દેશોએ સંક્રમણના ડરથી પોતાના દેશોમાં બહારના દેશોમાંથી આવતા યાત્રિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો જે દેશોમાં એન્ટ્રી ખૂલી છે ત્યાં બહારથી આવતા યાત્રિકોને લાંબા સમય માટે કવોરન્ટીન રહેવું પડે છે. જો વેક્સિન પાસપોર્ટ લાગુ કરવામાં આવે તો યાત્રિકોને કવોરન્ટીનમાં છૂટ આપવામાં આવશે.