તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Those Who Are Afraid, They Can Go, Congress Needs Fearless Leaders; Attacked The Leaders Who Left The Congress

કોંગ્રસના લીડર્સને રાહુલનો મેસેજ:જેને ડર લાગી રહ્યો છે તેઓ સંઘ સાથે જોડાઈ જાય, કોંગ્રેસને નીડર નેતાઓની જરૂર; કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓ પર પ્રહાર કર્યો

2 મહિનો પહેલા
  • અમને નીડર લોકો જોઈએ છીએ; જે ડરી રહ્યા છે તેમને કહો "ચલો ભાગો, નથી જોઈતા": રાહુલ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે કોગ્રેસ સોશિયલ મીડિયા સેલ માટે નિયુક્ત કરેલા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. એ સમયે તેમણે વિપક્ષ તેમજ પક્ષપલટુઓ પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે જેને ડર લાગી રહ્યો છે તેઓ જઇ શકે છે અને જે લોકો પહેલેથી કોંગ્રેસમાં છે અને જેમને ડર નથી લાગતો તેમનું કોંગ્રેસમાં સ્વાગત છે. જે લોકો પાર્ટી છોડીને ગયા છે તેઓ RSSના લોકો હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રહાર કર્યો
સૂત્રો અનુસાર, રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ' સિંધિયાજી ડરી ગયા એટલે RSSના થઇ ગયા. સિંધિયાજી ડરી ગયા કે BJP મારો મહેલ લઇ જશે, તેથી તેઓ BJPમાં ચાલ્યા ગયા.' રાહુલએ કહ્યું હતું કે જે ડરી ગયા તેઓ ભાજપમાં ચાલ્યા જાય. જે નીડર છે તેઓ કોંગ્રેસમાં રહેશે.

પ્રધાનમંત્રીનાં ખોટાં નિવેદનો પર હસવું જોઇએ- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓને BJPના ફેક ન્યૂઝથી ડરવાની સહેજ પણ જરૂર નથી. પ્રધાનમંત્રી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે જો આપણા પ્રધાનમંત્રી એમ કહી રહ્યા હોય કે યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે સારું કાર્ય કર્યું છે તો તેમના આ નિવેદન પર હસવું જોઇએ. પ્રધાનમંત્રી પર આગળ પ્રહાર ચાલુ રાખતાં તેમણે કહ્યું હતું કે જો પ્રધાનમંત્રી એમ કહી રહ્યા હોય કે ચીન ભારતની સીમામાં નથી ઘૂસ્યું તો તેમના આ નિવેદન પર પણ હસવું જોઇએ.

તેમણે પોતાના વોલન્ટિયર્સને સંબોધિત કરતાં કહ્યું હતું કે લોકોએ હવે BJP દ્વારા ફેલાયેલા ફેક ન્યૂઝ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. જેથી હવે BJPથી ડરવાની કોઇજ જરુર નથી.

મહાત્મા ગાંધીનો સુવિચાર શેર કર્યો
રાહુલ ગાંધીએ ગાંધીજીના સુવિચાર શેર કરતાં કહ્યું હતું કે આપણ સમજીએ છે કે આપણો દુશ્મન નફરત છે, પરંતુ વાસ્તવિકતામાં આપણો દુશ્મન આપણો જ ડર છે.

અન્ય સમાચારો પણ છે...