• Home
  • National
  • Those selling fruits and vegetables in Delhi's mohallas are getting their Aadhaar cards checked, if they get Muslims they are banished

મુસ્લિમો પર કોરોના ફેલાવાના આરોપોની અસર / દિલ્હીની શેરીઓમાં ફળ-શાકભાજી વેચવા વાળાઓના આધારકાર્ડ ચેક કરાઈ રહ્યા છે, મુસ્લિમ હોય તો તેમને ભગાડી દેવાય છે

Those selling fruits and vegetables in Delhi's mohallas are getting their Aadhaar cards checked, if they get Muslims they are banished
X
Those selling fruits and vegetables in Delhi's mohallas are getting their Aadhaar cards checked, if they get Muslims they are banished

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 10:17 AM IST

નવી દિલ્હી. છેલ્લા ત્રણ દિવસોથી એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારનો છે અને તેમાં 15-20 લોકો એક શેરીમાં મિટીંગ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો બનાવનારો વ્યક્તિ આમા કહી રહ્યો છે કે ‘શાસ્ત્રીનગરમાં એક મીટિંગ થવા જઈ રહી છે. આ જે મોમેડિયન આવે છે શેરીઓમાં, મુસલમાનોને નહીં ઘુસવા દઈએ. અમે એક મીટિંગ કરી રહ્યાં છે અને તમને લોકોને પણ અપીલ કરું છું કે તમે લોકો પણ તમારી શેરી-મહોલ્લાની અંદર એક પણ મુસલમાનને ઘુસવા ન દેશો. તેમના આધારકાર્ડ ચેક કરો, તેમનું નામ પૂછો, કોઈ પણ મુસલમાન છે તો તેને ભગાડો. મારી આપ સૌને વિનંતી છે કે મુસલમાનોને ઘુસવા ન દેશો’

વીડિયો બનાવનાર વ્યક્તિ જ્યારે આવું બોલી રહ્યો હતો ત્યારે બે શાકભાજી વાળા શેરીમાં આવે છે. ત્યાં હાજર તમામ લોકોએ શાકભાજી વાળા પાસે ઓળખકાર્ડ માંગ્યું અને કહ્યું કે, ‘આવતીકાલથી આધારકાર્ડ લઈને આવજો નહીં તો ના આવતા. નહીં તો ડંડા પડશેય’આટલું કહેતાની સાથે જ શાકભાજીવાળાને ભગાડ્યો અને કહ્યું કે, આ જોઈ રહ્યા છો તમે એકને પકડ્યો તો તેનું નામ મિશ્રા જણાવ્યું  જો કે તે મોહમ્મદ ઈમરાન હતો. તેને અમે મારીને ભગાડ્યો છે.

સોશ્યલ મીડિયા પર આવ્યા પછીથી વીડિયો હજારો લોકો શેર કરી ચુક્યા છે. ટ્વીટરથી માંડી ફેસબુક અને વોટ્સએપ પર ઘણા લોકો આ વડિયોનું એવું કહીને સમર્થન કરી રહ્યા છે કે તમામ લોકોને દરેક લોકોએ પોત પોતાના મહોલ્લામાં આવું કરવું જોઈએ. તો બીજી બાજું ઘણા લોકોએ આ વીડિયો દ્વારા સાંપ્રદાયિકતાનો ભંગ કર્યો હોવાનું કહી રહ્યા છે. ભાસ્કરે આ વીડિયોની તપાસ કરી છે. 

વીડિયોનું સત્ય જાણવા માટે અમે ઉત્તર દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તાર પહોંચ્યા હતો શરૂઆતમાં ત્યાંના મોટાભાગના લોકોએ આ વીડિયોને બનાવટી ગણાવ્યો. જો કે આ વિસ્તારના લગભગ તમામ લોકો આ વીડિયોને જોઈ ચુક્યા હતા. અહીંયા પ્રોપર્ટી ડીલિંગનું કામ કપનારા આરકે શર્માએ કહ્યું કે,‘અમે તમામ લોકોએ આ વીડિયો જોયો છે. પરંતુ આ શાસ્ત્રીનગરનું નથી. અમારા વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ ભેદભાવ જેવી એક પણ ઘટના નથી થઈ. આ વિસ્તારને બદનામ કરવા માટે કોઈએ આવી મસ્તી કરી છે’

આ વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી શાકભાજી વેચવાવાળા રણવીર સિંહને જ્યારે ભાસ્કરે આ વીડિયો બતાવ્યો તો તેમનું કહેવું હતું કે, ‘હા આ વીડિયો અહીંયાના બી-બ્લોકનો છે.’વીડિયોમાં દેખાતી બિલ્ડિંગને ઓળખીને રણવીર સિંહે જણાવ્યું કે, આ વીડિયો લલિતા વિહાર સ્કૂલ પાસે આવેલા મોહલ્લામાં બનાવવામાં આવ્યો છે.

રણવીર સિંહના જણાવ્યા પ્રમાણે, જ્યારે અમે લલિતા વિહાર પાસે પહોંચ્યા તો બિલ્ડિંગ જોવા મળી જે વીડિયોમાં પણ દેખાતી હતી આ સાથે જ વીડિયોની એક ઝલકમાં જોવા મળે છે કે ઘરની બહાર રોટી બેન્ક લખેલું છે. એ ઘર પણ જોવા મળ્યું જેથી સાબિત થઈ ગયું કે વાઈરલ વીડિયો આ જ મહોલ્લામાં બનાવવામાં આવ્યો છે. આ મોહલ્લાનું નામ ‘ગુડ લિવિંગ સોસાઈટી’છે.

આ વીડિયોમાં જોવા મળી રહેલા લોકોમાં એક સંજય કુમાર જૈન પણ છે જે અહીંયા જ રહે છે. સંજય કહે છે કે ‘ઘણા સમયથી આવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે મુસ્લિમ લોકો શાકભાજી અથવા ફળોમાં થૂંક લગાવીને વેંચી રહ્યા છે. એટલા માટે મોહલ્લાના લોકોએ નક્કી કર્યું કે અહીંયા જે પણ શાકભાજી વેચવા આવે તેને ઓળખાણ કરવામાં આવે અને માત્ર જૂના શાકભાજીવાળાઓને જ આવવા દેવામાં આવે.’

ACP રાઠી એ આશ્વાસન તો આપે છે કે કોઈ પણ ફળ-શાકભાજીવાળા સાથે ભેદભાવ નહીં કરવામાં આવે પણ ફળ શાકભાજી વેચવાવાળાઓના અનુભવ આના કરતા એકદમ ઊંધા છે. શાસ્ત્રીનગર અને તેની આસપાસના વિસ્તારમાં ફરીને ફળ વેચનારા મોહમ્મદ અનસ કહે છે. ‘છેલ્લા ત્રણ-ચાર દિવસોથી અમને કોઈ પણ ગલી-મોહલ્લામાં લોકો જવા જ દેતા નથી. લોકો અમારી પાસે ઓળખપત્ર માંગે છે અને અમારું નામ જોતા જ ભગાડી દેવામાં આવે છે. લોકો ગાળો બોલે છે અને કહે છે કે તમે લોકો થૂંક લગાડીને ફળો વેચો છો, હવે પછી આ મહોલ્લામાં જોવા મળ્યા તો લારી ઊંધી કરી દઈશું’

 આવો જ એક અનુભવ મોહમ્મદ સલમાનનો પણ છે જે આ વિસ્તારમાં દ્રાક્ષ વેચે છે. તે કહે છે કે, લગભગ તમામ મહોલ્લામાં ગમે તે આવીને અમને અમારી ઓળખાણ બતાવવા માટે કહી રહ્યું છે. અમે લોકો હવે ડરના કારણે મોહલ્લામાં જતા જ નથી બહાર મેઈન રોડ પર લારી ઊભી રાખીએ છીએ. પરંતુ અહીંયા પણ જે લોકો રોકાય છે એમાંથી ઘણા પહેલા નામ પુછે છે અને નામ સાંભળતાની સાથે જ આગળ વધી જાય છે. હાલ બે દિવસ પહેલા તો મારી લારી પર ચાર-પાંચ ગ્રાહકો ઊભા હતા અને ત્યારે એક માણસ એક્ટિવા પર આવ્યો અને મારું નામ પુછવા લાગ્યો. મેં મારું નામ જણાવ્યું તો તે ગ્રાહકોને કહેવા લાગ્યો કે તમે આની પાસેથી ફળ શા માટે ખરીદી રહ્યા છો, આ લોકો થૂંક લગાવીને ફળો વેંચે છે. 

સલમાને વધુમાં કહ્યું કે, ‘સાહેબ અમને નથી ખબર કે જે વીડિયો વાઈરલ થયો છે એમાં એ મુસ્લિમ શા માટે થૂંક લગાવી રહ્યો છે. ખબર નહીં એ માણસ ગાંડો છે. એ પણ નથી ખબર કે વીડિયો સાચો છે કે ખોટો પણ તેની કિંમત અમે લોકો ચુકવી રહ્યા છીએ. લોકો અમને ગાળો આપી રહ્યા છે, મારવાની ધમકી આપી રહ્યા છે. અમારી ધંધો ઓછો થઈ ગયો છે. અમે લોકો શા માટે થૂંક લગાવીને ધંધો કરીએ? અમારું ગુજરાન આ ફળોથી જ ચાલે છે, આવું કામ અમે શા માટે કરીએ અને આનાથી અમને શું મળશે?’

માત્ર સલમાન અને અનસ જ નહીં, ઉત્તર દિલ્હીમાં ફળ-શાકભાજી વેચવાવાળા તમામ લોકોએ જણાવે છે કે છેલ્લા ઘણા દિવસોથી એ લોકો પાસેથી ઓળખ કાર્ડ માંગવામાં આવી રહ્યા છે. ઓળખ જાણવાનું કામ હવે પોલીસ કે અધિકાર નહીં પણ મોહલ્લાના લોકો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આટલા વર્ષોમાં આવું ક્યારેય નથી થયું. હવે જે આવે એ અમારી પાસે ઓળખકાર્ડ માંગી રહ્યું છે. લાલ બાગમાં મારી આસ પાસ જે મુસ્લિમો રહે છે એમનું હાલના સમયમાં કામ કરવું મુશ્કેલ બન્યું છે. 

28 વર્ષના બૃજેશ કુમારે જણાવ્યું કે, ‘ઓળખ કાર્ડ તો તમામ લોકો પાસે માંગવામાં આવી રહ્યું છે. હિન્દુ-મુસ્લિમ તમામ આનાથી હેરાન છે પરંતુ અમને ઓળખ આપ્યા બાદ કોઈ કંઈ જ નથી કહેતું પણ મુસ્લિમ લોકોને ભગાડી દેવામાં આવે છે. આ જમાતીઓનો જે મામલો થયો ત્યારબાદથી જ આવું થવા લાગ્યું છે. લોકો મુસલમાનો પાસેથી સામાન ખરીદવા માંગતા નથી.’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી