વૈષ્ણોદેવી ધામ દુર્ઘટના:વૈષ્ણોદેવી દુર્ઘટનામાં જવાબદારો છટકી ગયા, હવે બુકિંગ 100% ઓનલાઇન થશે

જમ્મુ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાઇન બોર્ડની બેઠકમાં નાસભાગના કારણોની સમીક્ષા કરાઈ

વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની સમીક્ષા માટે રવિવારે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં રાજભવનમાં શ્રાઇન બોર્ડની બેઠક મળી. તેમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા. ઉપરાજ્યપાલ બોર્ડના અધ્યક્ષ પણ છે. બેઠકમાં નાસભાગના કારણોની સમીક્ષા કરાઈ અને મેનેજમેન્ટ દ્વારા દુર્ઘટના તરત બાદ ઉઠાવેલા વિવિધ પગલાંની સમીક્ષા કરી. જોકે ગેરવહીવટ અને બેદરકારીના જવાબદાર અધિકારીઓને કડક સંદેશ આપવાને બદલે બેઠકમાં શ્રાઇન બોર્ડ, જિલ્લા તંત્ર અને પોલીસના કામની પ્રશંસા કરાઈ.

આ બેઠકમાં કહેવાયું કે, સતર્કતાના કારણે અનેકના જીવ બચાવી શકાયા. બેઠકમાં શ્રાઇન બોર્ડના સીઇઓને ભીડનું સંચાલન અને મૂળભૂત માળખામાં સુધારાના નિર્દેશ અપાયા. આ સાથે યાત્રાનું બુકિંગ 100 ટકા ઓનલાઇન મોડથી કરવાનું પણ કહેવાયું.

બીજી તરફ, ભવન ક્ષેત્રની ભીડભાડ ઓછી કરવા, ભવનમાં પ્રવેશ અને નિકાસ માર્ગોને અલગ કરવાની સાથે જ સમગ્ર યાત્રા ટ્રેકને વ્યવસ્થિત કરવાના નિર્દેશ અપાયા. ઉપરાજ્યપાલે ભીડ અને કતારોના સંચાલન માટે ટેક્નોલોજીનો ઉપયોગ અને આરએફઆઇડી ટ્રેકિંગ સિસ્ટમ લગાવવા પર ભાર મૂક્યો. તેમણે ભીડ સંચાલન માટે ટેક્નોલોજી નિષ્ણાતોને જોડવા માટે પણ સૂચના આપી. આ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ સામાન્ય લોકોને શનિવારની દુર્ઘટનાના વીડિયો અને ફોટો આપવાની અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...