આ લડાઈ સહેલી નથી કારણ કે જેમના હાથમાં સત્તા છે તેમને દેશના શ્રમિકો માટે અને ખેડૂતો માટે જરાય લાગણી નથી. તમે જોઈ રહ્યા છો કે 60 દિવસ થયા તડકા અને ઠંડીનો વિચાર ન કરતા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. દેશના વડાપ્રધાને તેમની પૂછપરછ પણ કરી કે? એવો સવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે કર્યો હતો.
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સીમા પર લગભગ બે મહિનાથી ખેડૂત સંગઠનો આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને ટેકો આપવા હવે સંયુક્ત ખેડૂત-કામદાર મોરચાના નેતૃત્ત્વમાં મહારાષ્ટ્રના ખેડૂતો પણ એક થયા છે. સોમવારે રાજ્યના ખેડૂતોએ મુંબઈના આઝાદ મેદાનમાં આંદોલન કર્યું હતું. આ સમયે પવારે તેમને સંબોધિત કર્યા હતા. આ સમયે આંદોલનકારી ખેડૂતોએ કોઈ જણાવે છે કે આપશું નહી, લીધા વિના રહીશું નહીં….જય કિસાન, જય જવાન ઘોષણાબાજી કરી હતી. રાજ્યમાંથી હજારો ખેડૂતો મુંબઈના આંદોલનમાં જોડાયા હોવાથી આઝાદ મેદાન પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આંદોલન કરનારા ખેડૂતો પંજાબ અને હરિયાણાના હોવાનું સરકાર તરફથી જણાવવામાં આવે છે. પંજાબના ખેડૂતો છે તો શું થયું? પંજાબ એટલે પાકિસ્તાન છે કે? એવો સવાલ પવારે કર્યો હતો. ચર્ચા ન કરતા કાયદા શા માટે ઘડવામાં આવ્યા. સંસદમાં જ્યારે કાયદા રજૂ થયા ત્યારે એક દિવસમાં એક સત્રમાં એક સાથે ૩ કાયદા માન્ય કરવામાં આવ્યા. કાયદા રજૂ થાય ત્યારે એના પર સવિસ્તર ચર્ચા થવી જોઈએ એમ પવારે ઉમેર્યું હતું.
જે ખેડૂતોને ઉધ્વસ્ત કરે છે એને સમાજકારણમાંથી ઉધ્વસ્ત કરવાની તાકાત તમારી પાસે છે એ તમે આજે તમે દેખાડી આપ્યું છે. એ માટે તમારા સૌનું હું અભિનંદન કરું છું એમ પવારે ઉપસ્થિત ખેડૂતોને ઉદ્દેશીને જણાવ્યું હતું.
આ સમયે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાત, શેકાપના નેતા જયંત પાટીલ, મંત્રી જીતેન્દ્ર આવ્હાડ, ભાકપના નેતા કોમરેડ નરસૈયાં આડામ, મુંબઈ કોંગ્રેસ પ્રમુખ ભાઈ જગતાપ, અબુ આઝમી સહિત મહાવિકાસ આઘાડી અને ખેડૂત સંગઠનોના અનેક નેતાઓએ હાજર રહ્યા હતા.
આંદોલન ખેડૂતોની તાકાત વધાનારઃ થોરાત
કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં બે મહિનાથી આંદોલને ઈતિહાસ બનાવ્યો છે. આ કાયદા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાના ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. આજે આઝાદ મેદાનમાં કરેલું આંદોલન ખેડૂતોની તાકાત વધાનાર છે અને દેશને દિશા દર્શાવનારું છે. મોદી સરકારે કામદારો અને ખેડૂતોના અસ્તિત્તવ પર જ વાર કર્યો હોવાથી હવે તમારો સાતબારા મૂડીવાદીઓના નામ પર કરવાનો ખેલ છે એવી ટીકા મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ તથા મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાતે કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.