કેન્દ્ર સરકારની જાહેરાત:વિદેશથી આવનારાએ 7 દિવસ માટે ક્વૉરેન્ટાઇન થવું પડશે

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ભારતમાં વિદેશથી આવનારા તમામ મુસાફરોએ 7 દિવસ માટે ફરજિયાતપણે હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે અને વિદેશથી આવ્યાના આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. કોરોના સંક્રમણ વધતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે, જે 11 જાન્યુઆરીથી અમલમાં આવશે.

કેન્દ્ર સરકારે કોરોનાની દૃષ્ટિએ જોખમવાળા દેશોની યાદી પણ જારી કરી છે. તે દેશોમાંથી ભારત આવનારાઓએ વધારાની તકેદારીઓનું પાલન કરવાનું રહેશે. જોખમવાળા દેશોની યાદીમાં બ્રિટન સહિત યુરોપના દેશો, દ.આફ્રિકા, બોત્સવાના, ચીન, ઘાના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, ટાન્ઝાનિયા, હોંગકોંગ, ઇઝરાયલ, કોંગો, ઇથિયોપિયા, કઝાકિસ્તાન, કેન્યા, નાઇજિરિયા, ટ્યૂનિશિયા અને ઝામ્બિયા સામેલ છે. કોરોના સંક્રમણ વધતાં દિલ્હી એઇમ્સમાં રૂટીન પેશન્ટ્સને દાખલ કરવા પર રોક લગાવી દેવાઇ છે. એઇમ્સમાં ઓપીડી સેવા ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...