ભારત સહતિ વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ભારતમાં વધતા કેસને જોતા એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે અને તેમાં ઓમિક્રોન વેરિયન્ટ અને ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યાં છે. ઓમિક્રોનને લઈને મોટાભાગના એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ઘણી જ ગંભીર બીમારી નથી કરી રહ્યું પરંતુ ઓમિક્રોનથી સંક્રમિત કેટલાંક લોકો રિકવરી પછી પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. તેમાં લોન્ગ કોવિડના લક્ષણ જોવા મળી રહ્યાં છે.
શું કહે છે નવો રિપોર્ટ
યુનાઈટેડ કિંગડમના રિપોર્ટ મુજબ કોવિડ-19ના દુર્લભ લક્ષણ 'બ્રેન ફોગ' ઓમિક્રોન વેરિયન્ટમાં પણ જોવા મળી રહ્યાં છે. ધ ડેઈલી એક્સપ્રેસ મુજબ કોવિડ-19 સંક્રમિત ZOE COVID સ્ટડી એપમાં પોતાના લક્ષણો અંગે જણાવી રહ્યાં છે. અનેક લોકો બ્રેન ફોગ અંગે પણ જણાવી રહ્યાં છે કે તેઓને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ એપ પેશન્ટ દ્વારા જણાવવામાં આવતા લક્ષણોનું વિશ્લેષણ કરે છે.
બ્રેન ફોગ છેલ્લાં કેટલાંક સમયથી કોવિડ-19નો કોમન લક્ષણ છે. જાણકારી મુજબ બ્રેન ફોગ અંગેની માહિતી ઓક્ટોબર 2020માં જ સામે આવી હતી, તે સમયે કોરોનાની પહેલી લહેર ચાલતી હતી. બ્રેન ફોગમાં કોરોનાના સામાન્ય લક્ષણ જેવા કે તાવ, ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસને સામેલ કરવામાં આવ્યા ન હતા.
અલબામા વિશ્વવિદ્યાલય બર્મિગહામના ન્યૂરોલોજિસ્ટ ડૉ. શ્રુતિ અગ્નિહોત્રીના જણાવ્યા મુજબ બ્રેન ફોગમાં વધુ પડતું માથું દુખવું અને યાદશક્તિ નબળી પડવી જવી સમસ્યાઓ થઈ શકે છે.
ડૉ. શ્રુતિના જણાવ્યા મુજબ, "અનેક વખત કોરોનાના દર્દીઓમાં તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યામાંથી રિકવર તો થઈ જાય છે, પરંતુ તેઓ માથાનો દુખાવો અને યાદશક્તિ નબળી પડવી જેવી ફરિયાદો થઈ શકે છે, જેને બ્રેન ફોગ કહેવામાં આવે છે. અનેક દર્દીઓ એવા પણ હોય છે જેમનું કહે છે કે તેઓનું કોઈ પણ કામમાં ફોકસ નથી કરી રહ્યાં કે પછી ફોકસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ પણ બ્રેન ફોગનું જ કારણ છે. આ લક્ષણ ઓમિક્રોન વેરિયન્ટમાં પણ જોવા મળી રહ્યાં છે. હવે જોવાનું છે કે આ વેરિયન્ટમાં બ્રેન ફોગ કેવા પ્રકારના લોકોને પ્રભાવિત કરશે."
બ્રેન ફોગને આ રીતે સમજો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.