• Gujarati News
  • National
  • This Time The Export Record Will Be Set Export Of 10 Million Tonnes Of Wheat Is Possible, Double The Stock

ભાસ્કર એનાલિસિસ:આ વખતે નિકાસનો વિક્રમ સર્જાશે - કરોડ ટન ઘઉંની નિકાસ શક્ય, સ્ટોક અઢી ગણો

નવી દિલ્હી, પાનીપત4 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા, રાજેશ ખોખર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઘઉં ઉત્પાદક રાજ્યોમાં થઇ રહેલી ઘઉંની ખરીદી વચ્ચે સારા સમાચાર એ છે કે દેશના સરકારી ગોડાઉનોમાં 1.89 કરોડ ટન ઘઉંનો સ્ટોક છે, જે બફર સ્ટોકના સ્તર (74.6 લાખ ટન)થી અઢી ગણો વધારે છે. આ વર્ષે 1થી 20 એપ્રિલ દરમિયાન જ 1.01 કરોડ ટન ઘઉંની ખરીદી થઇ ચૂકી છે. એટલે કે આવનારા દિવસોમાં ખરીદી નવી સપાટીને સ્પર્શી શકે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર 2022- 23ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે 32થી 35 લાખ ટન ઘઉંની નિકાસનું બુકિંગ થયું છે, જે 31 માર્ચે પૂરા થયેલા ગત નાણાકીય વર્ષની સરખામણીમાં અંદાજે 50% છે. 2021-22ના આખા વર્ષમાં અંદાજે 78.5 લાખ ટન ઘઉંની નિકાસ થઇ હતી. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનું કહેવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ઘઉંની નિકાસ 1 કરોડથી 1.25 કરોડ ટનને પાર જઇ શકે છે. આ વખતે ભારત પાસેથી ઘઉં ખરીદનારા દેશોમાં ઇજિપ્ત પણ ઉમેરાયું છે. ભારત 6 વર્ષથી જે દેશોને ઘઉંની નિકાસ કરે છે તેમની સંખ્યા 43થી વધીને 69 થઇ છે.

આ વર્ષે ઘઉં ખરીદી અને વિતરણની આ ત્રણ શક્યતા
350 લાખ ટન: ઓપન માર્કેટ સેલ, પીડીએસ, અન્ય વિતરણ કાઢતાં 139 લાખ ટન સ્ટૉક. માપદંડથી 65 લાખ ટન વધુ.
300 લાખ ટન: ઓપન માર્કેટ સેલ, પીડીએસ, અન્ય વિતરણ કાઢતાં 65 લાખ ટન ઘઉં બચશે. 9 લાખ ટન ઓછા.
250 લાખ ટન: ઓપન માર્કેટ સેલ, પીડીએસ, અન્ય વિતરણ કાઢતાં 5 લાખ ટન બચશે. માપદંડથી 70 લાખ ટન ઓછા.

અન્ય સમાચારો પણ છે...