• Home
  • National
  • This time not only the Play Store, but also at the ISP level the app has been banned and cannot be used offline.

ચીનની 59 એપ બેન / આ વખતે માત્ર પ્લે સ્ટોર જ નહીં, ISP લેવલ પર પણ એપ બેન થઇ, ઓફલાઇન પણ ઉપયોગ નહીં થઇ શકે

કંપનીઓ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર લેવલ પર એપ્સને બેન કર્યા બાદ યુઝર્સને આ પ્રકારના એલર્ટ મોકલી રહી છે
કંપનીઓ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર લેવલ પર એપ્સને બેન કર્યા બાદ યુઝર્સને આ પ્રકારના એલર્ટ મોકલી રહી છે
X
કંપનીઓ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર લેવલ પર એપ્સને બેન કર્યા બાદ યુઝર્સને આ પ્રકારના એલર્ટ મોકલી રહી છેકંપનીઓ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર લેવલ પર એપ્સને બેન કર્યા બાદ યુઝર્સને આ પ્રકારના એલર્ટ મોકલી રહી છે

  • કેન્દ્રએ સોમવારે ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો
  • સરકારે આ એપ્સને ભારતની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:00 AM IST

નવી દિલ્હી. ભારત સરકારે સોમવારે જે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમને ગુગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી હટાવી દેવામા આવી છે. પરંતુ ચાઇનિઝ એપના મામલે નેક્સ્ટ લેવલ પર જઇને ઇન્ટરનેટ સર્વિસ આપતી તમામ કંપનીઓએ તેને સર્વર લેવલ પર જ બ્લોક કરી દીધી છે. તેથી હવે કોઇ યુઝર પબજી અને બ્લૂવ્હેલ ગેમની જેમ તેને ઓફલાઇન મોડમાં નહીં ચલાવી શકે. 

ISP લેવલ પર કેવી રીતે એપને બેન કરવામા આવી ?
એપ્સ બેન કરવા માટે સરકારના નોટિફિકેશન બાદ ISP લેવલ પર કંપનીઓએ આ એપ્સને બ્લોક કરી છે. ત્યારબાદ કંપનીઓએ યુઝર્સને એક નોટિફિકેશન મોકલ્યું. તેમાં કહ્યું છે કે સરકારના નિર્ણયને લાગૂ કરવા માટે આ પગલું ભર્યું છે જેથી ભારતના યુઝર્સની પ્રાઇવેસી અને સુરક્ષા બરકરાર રહે. 

યુઝર્સને વોર્નિંગ મેસેજ મળ્યો
ઇન્ટરનેટ સર્વિસ આપતી કંપનીઓના આ નિર્ણયથી હવે પ્રતિબંધિત એપ્સનો કોઇ રીતે ઉપયોગ નહીં થઇ શકે. જે એપ્સ માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત નહોતી રહેતી તેમનો ઉપયોગ પણ નહીં કરી શકાય. આ એપ અપડેટ પણ નહીં થઇ શકે. યુઝરના મોબાઇલમાં એપ હશે તોય પણ કોઇ પણ પ્રકારે ઇન્ટરનેટ એક્ટિવેશન નહીં મળી શકે. યુઝર તેનો ઉપયોગ કરશે તો સર્વિસ પ્રોવાઇડર તરફથી એક વોર્નિંગ મેસેજ મળશે. 

સરકારનો ગુગલ અને એપલને નિર્દેશ
અમુક રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકારના મંત્રીઓની સોમવારે એક બેઠક યોજાયી હતી. આ બેઠકમાં કેન્દ્રએ ગુગલ અને એપલને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી બેન કરવામા આવેલી એપ્સને હટાવવા માટે કહ્યું છે. ત્યારબાદ આ એપ્સને ડાઉનલોડ નહીં કરી શકાય તેમજ એપ અપડેટ પણ નહીં થઇ શકે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી