મોનસૂન સામાન્યથી 4 દિવસ વહેલુ 27 મેએ કેરળ પહોંચી જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે પણ જણાવ્યું છે કે ભારતમાં 26 મેથી મોનસૂનનું આગમન થઇ શકે છે. આંદામાન-નિકોબારમાં સામાન્ય રીતે 22 મેથી મોનસૂનની શરૂઆત થતી હોય છે પણ આ વખતે ત્યાં 15 મેએ જ મોનસૂનના આગમનનો અંદાજ છે.
આ વર્ષે મોનસૂન સામાન્ય (99%) રહેવાનું અનુમાન છે. સ્વતંત્ર ભારતમાં આ 40મી વખત મોનસૂન નિર્ધારિત તારીખ (1 જૂન)થી વહેલું બેસશે. હવામાન વિભાગના રેકોર્ડ મુજબ ઇતિહાસમાં માત્ર 6 વખત એવું થયું છે કે મોનસૂન તેની નિર્ધારિત તારીખથી બેઠું હોય.
દિલ્હીમાં શનિવાર માટે યેલો એલર્ટ જાહેર ઃ દેશના ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વધતી ગરમીના કારણે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. શુક્રવારે રાજસ્થાનમાં શ્રીગંગાનગરમાં પારો 48.1, બિકાનેર અને ચુરુમાં 47 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે દિલ્હીમાં નજફગઢમાં પારો 46.1 રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.