• Gujarati News
  • National
  • This Strain Spreads Very Quickly From One Member Of The Family To Another; Spreads 64% More Transitions Than Alpha

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અંગે સંશોધન:પરિવારના એક સભ્યથી બીજા સભ્યોમાં ખૂબ ઝડપથી ફેલાય છે આ સ્ટ્રેન; આલ્ફાની તુલનામાં 64% વધારે સંક્રમણ ફેલાવે છે

હૈદરાબાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેરમાં એક ઘરમાં રહેતા વધારે સભ્યો કોરોનાની ઝપટમાં આવેલા છે. એટલે કે જો ઘરનો કોઈ સભ્ય કોરોના સંક્રમિત થયો છે તો પરિવારના અન્ય મોટાભાગના સભ્યો પણ સંક્રમણની ઝપટમાં આવવાથી પોતાને બચાવી શક્યા નથી. તેની પાછળનું કારણ કોરોના ડેલ્ટા વેરિએન્ટ (B.1.617.2)ને જવાબદાર માનવામાં આવે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે બ્રિટન સરકારના હેલ્થ સંગઠન પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)એ આ અંગે એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ પ્રમાણે હાઉસહોલ્ડ સેટિંગ્સ એટલે કે ઘરમાં એક સાથે રહેતા લોકોમાં B.1.7.ની તુલનામાં B.1.617.2 વેરિએન્ટ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અગાઉ બ્રિટનમાં જોવા મળેલા આલ્ફા વેરિએન્ટની તુલનામાં ડેલ્ટા વેરિએન્ટ એક ઘરમાં 64 ટકા વધુ ઝડપથી ફેલાય છે.

ડેલ્ટા વેરિએન્ટ વધારે ખતરનાક
શુક્રવારે જાહેર કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એક સાથે રહેતા પરિવારમાં B.1.1.7ની તુલનામાં B.1.617.2ને વધારે સંક્રમિત જોવા મળ્યો છે. આ અભ્યાસ મારફતે ડેલ્ટા વેરિએન્ટને વધારે સંક્રમક હોવાના પુરાવા મળ્યા છે.

ભારતમાં બીજી લહેર પાછળ ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર
સંશોધકોના જણાવ્યા પ્રમાણે ડેલ્ટા વેરિએન્ટને લીધે જ ભારતમાં કોરોનાની બીજી લહેર આટલી ઘાતક નિવડી છે. દક્ષિણ ભારતના અનેક રાજ્યો વર્તમાન સમયમાં આ લહેરનો સામનો કરી રહ્યા છે. કોરોનાના અન્ય વેરિએન્ટને લીધે જ એક ઘરમાં એક જ વ્યક્તિ સંક્રમિત થઈ રહી હતી, જ્યારે ડેલ્ટા વેરિએન્ટને લીધે પરિવારમાં એક કરતા વધારે સભ્યો સંક્રમિત થયા.

અભ્યાસ પ્રમાણે હાઉસહોલ્ડ સેટિંગમાં આલ્ફા વેરિએન્ટ (B.1.17)ની તુલનામાં ડેલ્ટા વેરિએન્ટ વધારે ઝડપથી ફેલાય છે. આલ્ફા વેરિએન્ટ સૌથી પહેલા બ્રિટનમાં જોવા મળ્યો હતો. જોકે, બન્ને વેરિએન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો હતો.

ભારતમાં ડેલ્ટા વેરિએન્ટથી 1.80 લાખ મોત
ભારતમાં બીજી લહેર 11 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને એપ્રિલમાં ભયાનક થઈ ગઈ હતી. એક અભ્યાસમાં દેશમાં કોરોનાનો વેરિએન્ટ ડેલ્ટા સુપર ઈન્ફોક્શયસ મળ્યો છે, જે બીજી લહેલ દરમિયાન ખૂબ ઝડપથી ફેલાયેલો. તેને જ ભારતમાં 1.80 લાખથી વધારે લોકોનો ભોગ લીધો છે. આ વેરિએન્ટ પર એન્ટીબોડી અથવા વેક્સિન અસરકારક છે કે નહીં તેની ચોકસાઈ વિશે જાણ નથી.

WHOએ કહ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ પર વેક્સિનની ઈફેક્ટિવનેસ, દવાઓ કેટલી અસરકારક છે આ અંગે કંઈ કહી શકતા નથી. આ સાથે એ પણ માલુમ નથી કે તેને લીધે રીઈન્ફેક્શનનુ જોખમ કેટલું છે. શરૂઆતી પરિણામો કહે છે કે કોવિડ-19ની સારવારમાં ઉપયોગ થતી એક મોનોક્લોનલ એન્ટીબોડીની ઈફેક્ટિવનેસ ઓછી થાય છે.

CCMBના એડવાઈઝરે કહ્યું-મોટાભાગના દેશોમાં 80-90 ટકા કેસ ડેલ્ટા વેરિએન્ટ
હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ માઈક્રો બાયોલોજી (CCMB)ના એડવાઈઝર ડો.રાકેશ મિશ્રાનું કહેવું છે કે એવું લાગે છે કે મોટાભાગના દેશોમાં 80-90 ટકા કેસ ડેલ્ટા વેરિએન્ટને લીધે આવી રહ્યો છે. બે મહિનામાં બીજા નવા વેરિએન્ટ આવવા સાથે જ તે બદલાઈ જશે. બ્રિટનમાં કેટલાક અહેવાલોમાં સૂચન કરવામાં આવ્યું હતું કે ડેલ્ટા કેટલાક ન્યૂટ્રિએન્ટ લઈ રહ્યા છે, જોકે તેનો અર્થ એવો નથી કે તે વધારે નુકાસન પહોંચાડશે.