તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • This Picture Is Of Sikar, Where 10 Thousand Tons Of Uranium Has Been Found, Electricity Will Be Available For 40 Years, 3 Thousand Will Also Get Employment.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોધ:આ તસવીર સિકરની છે, જ્યાં 10 હજાર ટન યુરેનિયમ મળ્યું છે, 40 વર્ષ સુધી વીજળી મળી શકશે, 3 હજારને રોજગારી પણ મળશે

સિકર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજસ્થાનના સિકરના ખંડેલામાં રોયલ-સુહાગપુરા વિસ્તારમાં 10 હજાર ટન યુરેનિયમનો ભંડાર મળ્યો છે. તેનાથી 40 વર્ષ સુધી વીજળી મેળવી શકાશે. જમીનથી 80 ફૂટ નીચે અંદાજે 1 કિ.મી. લાંબી સુરંગ બનાવાઇ રહી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 6 હજાર કરોડ રૂ. ખર્ચાશે. આગામી એક-બે વર્ષમાં યુરેનિયમ કાઢવાનું કામ શરૂ થઇ જશે. તે પૂર્વે અહીં સુવિધાઓ ઊભી કરવાનું અને યુરેનિયમ કાઢવા માટે જરૂરી મશીનો લગાવવાનું કામ શરૂ થઇ ગયું છે.

સ્થાનિકોનું નસીબ પલટાશે
યુરેનિયમ કોર્પોરેશન, જાદુગોડાના પૂર્વ એક્ઝિ. ડાયરેક્ટર અજય ઘડે જણાવે છે કે યુરેનિયમ કાઢવા રોજગારીની તકો ઊભી થશે. ઓછામાં ઓછા 3-4 હજાર લોકોને રોજગારી મળશે. રિયલ એસ્ટેટ પણ નવી ઊંચાઇએ પહોંચશે.

પ્રોસેસિંગ માટે હૈદરાબાદ મોકલાશે
લેબર યુનિ.ના ઉપાધ્યક્ષ બી. એન. ચૌધરી જણાવે છે કે હાલ અહીંથી યુરેનિયમ હૈદરાબાદ પ્રોસેસિંગ યુનિટ ખાતે મોકલાશે, જ્યાં પ્રોસેસિંગ બાદ યલો કેકના રૂપમાં યુરેનિયમ મળે છે. દેશમાં યુરેનિયમથી 10 ટકા વીજળી પણ ઉત્પન્ન નથી થઇ રહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો