તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • This Picture Is From Durg Muktidham, 17 Bodies Were Brought To This Crematorium, 13 Of Which Were Of Corona Patients.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડરવું જરૂરી છે:આ તસવીર છત્તીસગઢના દુર્ગ મુક્તિધામની છે; અહીં એકસાથે 17 મૃતદેહો લવાયા, જેમાંથી 13 કોરોના પોઝિટિવ દર્દીઓના

એક મહિનો પહેલા
દુર્ગ મુક્તિધામની ભયજનક તસવીર
  • રાજ્યમાં આશરે 58 લાખથી વધુ સેમ્પલોની તપાસ હાથ ધરાઈ હતી

કોરોના કહેરે ભારતભરમાં હાહાકાર મચાવ્યો છે. છત્તીસગઢ વિસ્તારમાં પણ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા અત્યારે 31 હજારને પાર પહોંચી ગઈ છે. શુક્રવારે સતત ત્રીજા દિવસે પ્રદેશમાં 4 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. રાજધાનીમાં 1405 સહિત વિવિધ પ્રદેશોમાં 4174 નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. રાયપુરમાં 16 સહિત 43 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યું પામ્યાં છે. અત્યારે રાજ્યમાં આશરે 58 લાખથી વધુ સેમ્પલોની તપાસ હાથ ધરાઈ હતી.

કોરોનાનું સક્રમણ ઘટે તેવા કોઈપણ એંધાણ નથી
પ્રતિદિવસ સરેરાશ 40 હજારથી વધુ સેમ્પલોની ચકાસણી કરાઈ રહી છે. એક્ટિવ કેસોની બાબતે દુર્ગ ટોપ પર આવે છે. ત્યાં અત્યારે 10 હજાર 489 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલ અને હોમ ક્વોરન્ટીન હેઠળ સારવાર લઈ રહ્યા છે. બીજા નંબર પર રાયપુર આવે છે, ત્યાં અત્યારે 8437 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના વિભાગના મીડિયાના અધાકારી ડૉ. સુભાષ પાંડે સહિત સિનીયર કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. યુસુફ મેમનના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણના દરમાં 8%ની વૃદ્ધિ થઈ છે અને તેની સાથે મૃત્યુંદરમાં પણ 1.2%નો વધારો થયો છે. તેઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં કોરોનાનું સક્રમણ ઘટે તેવા કોઈપણ એંધાણ જણાઈ રહ્યા નથી. તેવામાં જરૂરી તમામ તકેદારીઓ રાખીને જ કોરોના સંક્રમણથી બચવું જોઈએ.

12x18 સાઈઝની મરચ્યૂરીમાં 22 શવ જેમ-તેમ મૂકાયા હતા. ફોટોઃ સંતોષ ઝા
12x18 સાઈઝની મરચ્યૂરીમાં 22 શવ જેમ-તેમ મૂકાયા હતા. ફોટોઃ સંતોષ ઝા

દુર્ગઃ શુક્રવારની સવારે દુર્ગની જિલ્લા હોસ્પિટલની મરચ્યૂરીથી ભયજનક તસવીરો સામે આવી હતી. જેમાં અહીંયા કુલ 22 જેટલા મૃતદેહો પડ્યા હતા, આ તમામ શવ શંકાસ્પદ કોરોનાથી મૃત્યું પામ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જેમાંથી 8 શવને ફ્રિઝરમાં રખાયા હતા, તો અન્ય 14ને ખુલ્લી જગ્યામાં 12 બાય 18ના રૂમમાં મુકવામાં આવ્યા હતા. આ તમામ મોત ગુરૂવારે સાંજે 4 વાગ્યાથી શુક્રવાર સવારે લગભગ 7 વાગ્યાની વચ્ચે મળી આવ્યા હતા. જિલ્લા હોસ્પિટલની હાલત અત્યારે કફોડી બની ગઈ છે, તેમાં અત્યારે હાલ મૃતદેહોને પણ રાખાવની જગ્યા મળી રહી નથી. ભાગદોડમાં અત્યારે અધિકારીઓએ જ્યાં સુવિધા મળે ત્યાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો