• Gujarati News
  • National
  • This Mercedes Car Has Received A 5 star Safety Rating In NCAP Tests, Police Said The Car's Data Chip Will Be Sent To Germany.

સાયરસની કારની એક્સિડન્ટ મિસ્ટ્રી:મર્સિડીઝની આ કારને NCAP ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે, પોલીસે કારની ડેટા ચિપ જર્મની મોકલી

20 દિવસ પહેલા
  • મર્સિડીઝ કંપની પાસેથી પેસેન્જર સેફ્ટી રિપોર્ટ પણ માંગ્યો

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. તેમની મર્સિડીઝ-બેન્ઝ GLC 220 કાર અમદાવાદ-મુંબઈ હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ મર્સિડીઝની હાઈ એન્ડ લક્ઝરી કારની સુરક્ષા પર પણ સવાલો ઊભા થયા છે. હવે પોલીસે તેને બનાવનાર જર્મન કંપની મર્સિડીઝ બેન્ઝ પાસેથી તેની સુરક્ષા વિશેષતાઓને લઈને જવાબ માંગ્યો છે. પોલીસનું કહેવું છે કે મર્સિડીઝનો દાવો છે કે તેણે યોગ્ય પરિક્ષણ બાદ જ તેના તમામ વાહનોને પ્લાન્ટમાંથી સપ્લાય કર્યા છે. તેથી, કંપનીને પૂછવામાં આવ્યું છે કે મેન્યુફેક્ચરર દ્વારા કરાયેલા ટેસ્ટ અને ઇન્વેસ્ટીગેશનમાં કોલિજન ઈમ્પેક્ટનો રિપોર્ટ શું છે.... અને શું કારમાં કોઈ મિકેનિકલ ફોલ્ટ હતો ? પોલીસ દ્વારા પણ આ સવાલો ઉઠાવવામાં આવ્યા છે કારણ કે મર્સિડીઝની GLC 220ને ગ્લોબલ NCAP ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.

કારની ડેટા રેકોર્ડર ચિપ ડીકોડિંગ માટે જર્મની જશે
કાર અકસ્માત થતાં જ પોલીસે મર્સિડીઝ કંપનીને અકસ્માત અંગે જાણ કરી હતી. આ પછી, કંપનીએ પાલઘર પોલીસને કહ્યું છે કે કારમાં લાગેલી ડેટા રેકોર્ડર ચિપને ડીકોડિંગ કરવા માટે જર્મની મોકલવામાં આવશે. તેને ડીકોડ કરવાથી SUV વિશે સંપૂર્ણ માહિતી મળશે, જે પોલીસ સાથે શેર કરવામાં આવશે.

ડેટા ચિપ કારની સ્પીડ વિશે સચોટ માહિતી આપશે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વીડિયો ફૂટેજ અથવા સમયની ગણતરીના આધારે કારની ઝડપનો અંદાજ લગાવવામાં આવે છે. આની મદદથી કારની એવરેજ સ્પીડ જાણી શકાય છે, પરંતુ અલગ-અલગ સમયે અલગ-અલગ જગ્યાએ કારની સ્પીડ કેટલી છે તે જાણી શકાયું નથી. અકસ્માત સમયે કારની સ્પીડની સચોટ માહિતી પણ ડેટા રેકોર્ડર ચિપમાંથી જ મળી જશે.

કારની બ્રેક્સ, એરબેગ્સ સહિતની બાકીની વિગતો પણ ચિપમાં જ છે.
ડેટા રેકોર્ડર ચિપમાં કાર વિશે વિગતવાર માહિતી હશે. આ સાથે કારની સ્પીડ સિવાય એ પણ જાણી શકાશે કે અકસ્માત સમયે બ્રેક્સ, એર બેગ્સ અને અન્ય મશીનરી કેવી રીતે કામ કરી રહી હતી. જો કે આ પ્રક્રિયામાં ઘણા દિવસો લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...