તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • This Is The World's Tallest Krishna Temple In The Middle Of Yula Kanda Lake, 12000 Feet Above The Sea Level.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌથી ઊંચું ‘માધવ’મંદિર:આ છે યુલા કંડા તળાવની વચ્ચોવચ બનેલું વિશ્વનું સૌથી ઊંચાઈએ આવેલું કૃષ્ણ મંદિર, સમુદ્રકાંઠાથી 12000 ફૂટ ઊંચે છે

કિન્નૌર4 મહિનો પહેલા
સમુદ્ર કાંઠાથી 12 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે - Divya Bhaskar
સમુદ્ર કાંઠાથી 12 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે
 • 205 કિમી શિમલાથી દૂર છે, 12 કિમીનું ટ્રેકિંગ ટાપરીથી કરવું પડે છે

તસવીર હિમાચલના કિન્નૌરના રોરાઘાટીમાં આવેલા યુલા કંડા તળાવની છે. બરફને કારણે અત્યારે આ તળાવ જામી ગયું છે. અહીંનું તાપમાન માઈનસ 14 ડિગ્રી પહોંચી ગયું છે. તળાવની વચ્ચોવચ વિશ્વનું સૌથી ઊંચાઈએ આવેલું કૃષ્ણ મંદિર છે. સમુદ્ર કાંઠાથી તે 12 હજાર ફૂટની ઊંચાઈએ છે. આ મંદિર અહીના સૌથી પ્રાચીન મંદિરમાંનું એક છે. હિમવર્ષાને કારણે તે હાલમાં બંધ રહે છે.

ઔષધીય ગુણોથી તળાવનું પાણી ભરપૂર, પાંડવોએ બનાવ્યું હોવાની માન્યતા
માન્યતા છે કે પાંડવોએ નિર્વાસન દરમિયાન તળાવનું નિર્માણ કર્યું હતું. પછી વચ્ચે કૃષ્ણ મંદિર બનાવ્યું. વધુ પ્રચાર-પ્રસાર નહીં હોવાને કારણે આ જગ્યા પર્યટકોમાં જાણીતી નથી. જન્માષ્ટમી નિમિત્તે અહીં સ્થાનિક શ્રદ્ધાળુઓની ભીડ થાય છે. ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. મંદિરના પૂજારીની વાત માનીએ તો તળાવનું પાણી અૌષધીય ગુણોથી ભરપૂર છે. તેની પરિક્રમાંથી સમસ્યા દૂર થાય છે. જન્માષ્ટમીના દિવસે અહીં આવેલા શ્રદ્ધાળુ કિન્નૌરી ટોપી ઊંધી કરીને તળાવમાં નાંખે છે. માન્યતા છે કે જો ટોપી ડૂબ્યા વિના બીજા છેડે પહોંચે તો મનોકામના પૂરી થાય છે. આ ઉપરાંત નવું વર્ષ ખુશી લઈને આવે છે.

કેવી રીતે જવાય?
શિમલાથી 194 કિમી દૂર કિન્નૌરના ટાપરી પહોંચો. ત્યાંથી 3 કિમી પગે ચાલી બેઝ કેમ્પ સુધી પહોંચવાનું હોય છે. પછી લગભગ 9 કિમીના ટ્રેકિંગ પછી યુલા કુંડા પહોંચી શકાય છે. હિમવર્ષાને કારણે તીર્થસ્થળ હવે લાંબો સમય બંધ રહેશે. આમ છતાં, માઉન્ટેઈન ક્લાઇમ્બર્સ આ દિવસોમાં પણ અહીં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો